Mumbai : Hitachi Payment Servicesએ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને વ્હાઈટ લેવલ એટીએમના રુપમાં નવા UPI-ATMની શરુઆત કરી છે. જાપાન બેસ્ડ Hitachiની સબ્સિડિયરી કંપનીના મની સ્પોટ UPI-ATMની મદદથી ગ્રાહક ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વિના પૈસા મેળવી શકે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
5 સપ્ટેમ્બરે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં હિતાચીના આ UPI-ATMને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. નજીકના ભવિષ્યમાં જ્યારે એકથી વધારે લોકેશન પર આ UPI-ATMને લગાડવામાં આવશે ત્યારે ડેબિટ કાર્ડને સ્થાને યુપીઆઈ એપની મદદથી એટીએમમાંથી પૈસા કાઢી શકશે. આ ડિજીટલ ઈન્ડિયા તરફ ભારતનું સૌથી મોટું પગલુ બનશે.
આ પણ વાંચો: G20 Updates: G20 વિશે સંપૂર્ણ માહિતી આ મોબાઇલ એપ્લિકેશન પર થશે ઉપલબ્ધ, 24 ભાષાઓમાં કરશે કામ
તમને જરુરથી એ સવાલ થતો હશે કે યુપીઆઈ-એટીએમમાંથી કઈ રીતે કાર્ડ વગર પૈસા કાઢી શકાશે ? હિતાચી પેમેન્ટ સર્વિસેઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુનિલ વિકમે જણાવ્યું કે “UPI-ATM વાપરવા માટે સરળ, સુરક્ષિત અને સરળ છે.” UPI-ATMમાંથી નવી રીતે પૈસા કાઢવા માટેનો ડેમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Chandrayaan-3 : ચંદ્રની સપાટીની 3D તસવીરે જીત્યા લોકોના દિલ, ISROએ બતાવ્યો ચંદ્રનો અલગ રંગ
આ પણ વાંચો: Knowledge : ધરતી પર પરત ફરતા અવકાશયાત્રીઓનું જીવન બને છે મુશ્કેલ, આ વિચિત્ર સમસ્યાઓનો કરવો પડે છે સામનો
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો