જો કરશો આ ભૂલ તો Twitter તમારા એકાઉન્ટ પરથી પણ હટાવશે ઓથેન્ટિકેશનનું Blue Tick

|

Jun 05, 2021 | 6:23 PM

તમામ Twitter યુઝર્સે આ જાણવું જરૂરી છે એ ટ્વીટર શા કારણે એકાઉન્ટ પરથી ઓથેન્ટિકેશનનું Blue Tick હટાવી દે છે ?

જો કરશો આ ભૂલ તો Twitter તમારા એકાઉન્ટ પરથી પણ હટાવશે ઓથેન્ટિકેશનનું Blue Tick
સાંકેતિક તસ્વીર

Follow us on

માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter એ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu) ના એકાઉન્ટમાંથી
વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક (Blue Tick) હટાવતા વિવાદ થયો હતો. ટ્વિટરના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર પણ લોકોની નારાજગી જોવા મળી રહી છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું હતું કે ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલથી બ્લ્યુ ટીકને દૂર કરીને ભારતના બંધારણ પર હુમલો કર્યો છે.

ઉપરાષ્ટ્રપતિ એ ભારતનું સૌથી મોટું બીજું બંધારણીય પદ છે. આ મહત્વના પદ પર બેસેલા વ્યક્તિના એમ.વેંકૈયા નાયડુના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવું ટ્વીટરને એટલું ભારે પડ્યું કે ટ્વીટરે તરત જ બે કલાકમાં જ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના વ્યક્તિગત એકાઉન્ટ પર બ્લ્યુ ટીક લગાવી દીધું અને આ કરવા પાછળની સ્પષ્ટતા પણ આપી હતી.

 Twitter એકાઉન્ટ પર ઓથેન્ટિકેશનનું Blue Tick મેળવી ચુકેલા તમામ Twitter યુઝર્સે જાણવું જરૂરી છે કે  ટ્વીટર શા કારણે એકાઉન્ટ પરથી ઓથેન્ટિકેશનનું Blue Tick હટાવી દે છે ?

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જો કરશો આ ભૂલ તો ટ્વીટર હટાવશે Blue Tick
Twitter એકાઉન્ટ પર ઓથેન્ટિકેશનનું Blue Tick મેળવી ચુકેલા તમામ ટ્વીટર યુઝર્સે આ બ્લ્યુ ટીક જાળવી રાખવા માટે આ કાળજીઓ રાખવી જરૂરી છે –

1) Twitter એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીકને દૂર કરવાની પ્રથમ શરત એ છે કે જો તમારું એકાઉન્ટ લાંબા સમય સુધી સક્રિય ન હોય, તો પછી કંપની બ્લ્યુ ટીક (Blue Tick) ને દૂર કરી શકે છે. સૌથી અગત્યની બાબત એ છે કે કંપની બ્લ્યુ ટીકને દૂર કરતા પહેલા તમને નોટિસ નહીં આપે. ટ્વિટરની નીતિ સ્પષ્ટ જણાવે છે કે તે નોટિસ આપ્યા વિના તમારા એકાઉન્ટમાંથી બ્લ્યુ ટીક વેરિફિકેશનને દૂર કરી શકે છે.

2) જો તમે સરકારી પદ પર હો અને નોકરીના કાર્યકાળ દરમિયાન Twitter એ તમારા એકાઉન્ટને વેરિફિકેશન કરી ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક આપ્યું હશે, તો નોકરી પુરી થયા બાદ ટ્વીટર તમાર એકાઉન્ટ પરથી ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવી દે છે.

3) જો તમારું એકાઉન્ટ વારંવાર Twitterના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો ટ્વીટર તમારા એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીકને દૂર કરી દેશે.

4) જો તમે વારંવાર નામ, બાયો (પરિચય) અને પ્રોફાઇલ ફોટો બદલીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવ તો પણ તટ્વીટર તમારા એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક (Blue Tick) ને દૂર કરી દેશે.

5) ટ્વીટર પર એકાઉન્ટન પરથી વેરિફિકેશન તેમજ ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક દુર કરવાની પ્રક્રિયા ઓટોમેટિક નથી. નિયમોનો ભંગ કરવા બદલ એક પ્રકિયાના આધારે ટ્વીટર તમારા એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીકને દૂર કરી દેશે.

આ પણ વાંચો : Twitter એ ઉપરાષ્ટ્રપતિ M Venkaiah Naidu ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું

આ પણ વાંચો : Twitter એ સંઘપ્રમુખ Mohan Bhagwat સહીત સંઘના અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું

Next Article