Tech News: Twitter એ ટિપ માટે Paytm નો આપ્યો ઓપ્શન, આ રીતે કરો તમારી પ્રોફાઈલનું સેટિંગ

|

Feb 17, 2022 | 11:39 AM

જો તમે પણ ટ્વિટર પર કોઈને ટિપ આપવા ઈચ્છો છો, તો તમે તેના એકાઉન્ટ સાથે દેખાતા ટિપ બટન પર ક્લિક કરીને ટિપ આપી શકો છો, જોકે ટિપ બટન સેટ કરવું પડશે. તે ડિફોલ્ટ રીતે દેખાતું નથી.

Tech News: Twitter એ ટિપ માટે Paytm નો આપ્યો ઓપ્શન, આ રીતે કરો તમારી પ્રોફાઈલનું સેટિંગ
Twitter (PC: Google)

Follow us on

ટ્વિટર (Twitter) યુઝર્સ હવે Paytm દ્વારા ટિપ્સ લઈ શકશે અને ટિપ્સ આપી શકશે. ટ્વિટરે ગયા વર્ષે ટીપ ફીચર લોન્ચ કર્યું હતું. આ સુવિધા દ્વારા, કોઈપણ સામગ્રી નિર્માતા કોઈપણ વપરાશકર્તાઓ પાસેથી ટીપ્સ લઈ શકે છે. ટ્વિટરનું ટિપ ફીચર તેના મોનેટાઈજેશનનો એક ભાગ છે. અગાઉ ટ્વિટર ટિપ રેઝરપે (Razorpay)અને બિટકોઈન માટે સપોર્ટ ધરાવતી હતી.

જો તમે પણ ટ્વિટર પર કોઈને ટિપ આપવા ઈચ્છો છો, તો તમે તેના એકાઉન્ટ સાથે દેખાતા ટિપ બટન પર ક્લિક કરીને ટિપ આપી શકો છો, જોકે ટિપ બટન સેટ કરવું પડશે. તે ડિફોલ્ટ રીતે દેખાતું નથી.

Paytmના સમર્થનને લઈને ટ્વિટરે કહ્યું છે કે તે પેમેન્ટ સંબંધિત કોઈપણ ડેટા સ્ટોર કરશે નહીં. Paytm ના સમર્થનને કારણે, તમે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ વગેરે દ્વારા ટીપ આપી શકશો. ટ્વિટરના ટિપ ફીચરનો ઉપયોગ 18 વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ કરી શકે છે. ટ્વિટરની ટીપ સુવિધા હિન્દી, ગુજરાતી, બંગાળી, કન્નડ, મરાઠી અને તમિલમાં ઉપલબ્ધ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તમારી પ્રોફાઇલમાં ટીપ બટન કેવી રીતે ઉમેરવું?

તમારા iOS અથવા Android ફોન પર Twitter એપ્લિકેશન ખોલો.
હવે Profile Settings પર જાઓ અને Edit Profile પર ક્લિક કરો.
Edit Profile પર ક્લિક કર્યા પછી Tips પર ક્લિક કરો.
હવે સેટિંગ પેમેન્ટ વિકલ્પ પર જાઓ અને Paytm વગેરે પસંદ કરો.

આ ઉપરાંત ટ્વિટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેથી તેના યુઝર્સ વીડિયો અને વૉઇસ પ્લેબેકની ઝડપ વધારી શકે અથવા ધીમી કરી શકે. હાલમાં એન્ડ્રોઇડ અને વેબ પર પસંદગીના વપરાશકર્તાઓ સાથે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, આ સુવિધા iOS વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો: Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ

આ પણ વાંચો: Uttarakhand : હિમાલયના બર્ફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ITBPના જવાનો, વીડિયો જોઈને સૌ કોઈ ગર્વથી સલામ કરશે

આ પણ વાંચો: NZ vs SA: ન્યુઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ધરાશાયી, 90 વર્ષ બાદ 100 થી પણ ઓછા સ્કોરમાં દાવ સમેટાઇ ગયો, હેનરીની 7 વિકેટ

Next Article