તુર્કીયે ભૂકંપમાં કાટમાળ નીચે દબાયેલા વિદ્યાર્થીનો WhatsAppથી બચ્યો જીવ, આ ફીચર બન્યુ ‘મસીહા’

|

Feb 14, 2023 | 5:43 PM

વોટ્સએપના કારણે એક વિદ્યાર્થીનો જીવ બચી ગયો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ તુર્કીયેમાં આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપ બાદ કાટમાળમાં દટાયેલા વિદ્યાર્થીનો જીવ વોટ્સએપના કારણે બચી ગયો હતો. ચાલો જાણીએ શુ હતી સમગ્ર ઘટના.

તુર્કીયે ભૂકંપમાં કાટમાળ નીચે દબાયેલા વિદ્યાર્થીનો WhatsAppથી બચ્યો જીવ, આ ફીચર બન્યુ મસીહા
Turkey Earthquake
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપનો ઉપયોગ મોટાભાગે કોમ્યુનિકેશન માટે થાય છે. હવે વોટ્સએપના કારણે એક વિદ્યાર્થીનો જીવ બચી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ તુર્કીયે (પહેલા તુર્કી નામ હતુ જે બદલાયને હવે તુર્કીયે થઈ ગયું છે)માં આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપ બાદ કાટમાળમાં દટાયેલા વિદ્યાર્થીનો જીવ વોટ્સએપના કારણે બચી ગયો હતો. ચાલો જાણીએ શુ હતી સમગ્ર ઘટના.

આ પણ વાંચો: તુર્કી મહાવિનાશમાં દેવદૂત બન્યા જૂલી-રોમિયો, લોકોના જીવ બચાવવામાં કરી રહ્યા છે મદદ

એક રિપોર્ટ અનુસાર પૂર્વી તુર્કીયેમાં બોરાન કુબત નામનો વિદ્યાર્થી એક ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ પછી વોટ્સએપનો સહારો લઈને તેણે મદદની અપીલનો એક વીડિયો બનાવ્યો અને સ્ટેટસમાં લગાવ્યો હતો. આ સાથે તેણે પોતાનું લોકેશન પણ શેર કર્યું હતું.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

કેવી રીતે ફસાયો હતો વિદ્યાર્થી?

વિદ્યાર્થી અને તેની માતા પ્રથમ આંચકામાં બચી ગયા હતા, પરંતુ જ્યારે તેઓ પોતાની બિલ્ડીંગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે બીજા આંચકાથી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, કાટમાળમાં દટાઈ જવાને કારણે તેનો જીવ બચી ગયો હતો. આ પછી બોરાન કુબતે કાટમાળમાંથી વીડિયો મેસેજ વોટ્સએપ પર રેકોર્ડ કર્યો અને સ્ટેટસમાં મુકીને કોન્ટેક્ટ સાથે શેર કર્યો.

તેણે સ્ટેટસમાં લખ્યું છે કે જેને પણ આ મેસેજ મળે, કૃપા કરીને તેની મદદ કરો. Anadolu Agencyએ જણાવ્યું કે આ વીડિયોના કારણે બચાવ ટીમને તેને શોધવામાં સરળતા થઈ અને તેનો જીવ બચી ગયો. વિદ્યાર્થીએ જણાવ્યું કે કાટમાળમાં ફસાયા બાદ તેને યાદ આવ્યું કે તે વોટ્સએપ સ્ટેટસ દ્વારા તેનો અને તેની માતાનો જીવ બચાવવા માટે અપીલ કરી શકે છે.

લોકેશન શોધવામાં મદદ કરી

તેણે વોટ્સએપ પર પોતાનું લોકેશન પણ શેર કર્યું હતું. આનાથી બચાવ ટીમને તેને અને તેની માતાને શોધવામાં ઘણી મદદ મળી. જો કે, તેમણે જણાવ્યું કે પરિવારના અન્ય સભ્યો પણ કાટમાળ નીચે દટાયા છે, જેના માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે. આપને જણાવી દઈએ કે તુર્કીયેમાં તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા દેશોએ તુર્કીયેની મદદની જાહેરાત કરી છે અને ત્યાં પોતાની ટીમ મોકલી છે.

Next Article