Tips and Tricks: ભૂલી ગયા છો પોતાના લોગઈન આઈડી અને પાસવર્ડ તો ગૂગલ ક્રોમની મદદથી આ રીતે જાણો

|

Jan 24, 2022 | 7:35 AM

આજના ભાગદોડવાળા જીવનમાં બધી વસ્તુ યાદ રાખવી ખુબ મુશ્કેલ બની જાય છે. એવામાં આપણે મોબાઈલમાં ઘણી વેબસાઈટ્સ કે પછી સોશિયલ સાઈટ્સ પર લોગઈન આઈડીના પાસવર્ડ ભુલી જતાં હોઈએ છીએ.

Tips and Tricks: ભૂલી ગયા છો પોતાના લોગઈન આઈડી અને પાસવર્ડ તો ગૂગલ ક્રોમની મદદથી આ રીતે જાણો
Symbolic Image

Follow us on

આજના ઓનલાઈન યુગમાં વિવિધ વેબસાઈટ અને એપ્સને એક્સેસ કરવા માટે આપણને લોગઈન આઈડી અને પાસવર્ડની જરૂર પડે છે. આવી સ્થિતિમાં એક સાથે એકથી વધુ લોગિન માહિતી યાદ રાખવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જો કે બીજી તરફ ગૂગલ ક્રોમ તમને તમારું આઈડી અને પાસવર્ડ સેવ કરવા દે છે. જ્યારે પણ તમે કોઈપણ વેબસાઈટ પર લોગઈન કરો છો, ત્યારે તે દરમિયાન ગૂગલ ક્રોમ (Google Chrome) પાસવર્ડ સેવ કરવા માટે તમારી પરવાનગી માંગે છે. પરવાનગી આપ્યા પછી તમારે વારંવાર તમારું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર નથી. તે આપમેળે બોક્સમાં તમારી લોગિન માહિતી દાખલ કરે છે. જ્યારે આપણે અન્ય કોઈપણ ઉપકરણમાં લોગીન કરીએ છીએ. તે દરમિયાન આપણે ઘણી વખત આપણું આઈડી અને પાસવર્ડ (ID and Password) ભૂલી જઈએ છીએ.

જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરશો નહીં, તમે સરળતાથી તમારું ID અને પાસવર્ડ શોધી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા જૂના ઉપકરણમાં ગૂગલ ક્રોમ ખોલવું પડશે અને કેટલાક સ્ટેપ્સને અનુસરો, જેના પછી તમને તમારી લોગિન માહિતી સરળતાથી મળી જશે.

આજના ભાગદોડવાળા જીવનમાં બધી વસ્તુ યાદ રાખવી ખુબ મુશ્કેલ બની જાય છે. એવામાં આપણે મોબાઈલમાં ઘણી વેબસાઈટ્સ કે પછી સોશિયલ સાઈટ્સ પર લોગઈન આઈડીના પાસવર્ડ ભુલી જતાં હોઈએ છીએ, ત્યારે ઘણી વખત ફરગેટ પાસવર્ડ કરવા પડે છે. પરંતુ આ સરળ રીતથી તમે સરળતાથી આઈડી પાસવર્ડ મેળવી શકશો. ચાલો જાણીએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ રીતે જાણો

આ માટે તમારે પહેલા તમારા જૂના ડિવાઈસ પર ગૂગલ ક્રોમ એપ ઓપન કરવી પડશે.

એપ ઓપન કર્યા બાદ હોમ પેજની ઉપર જમણી બાજુએ ત્રણ ડોટ્સનું મેનુ દેખાશે.

તમારે તે મેનુ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

તેના પર ક્લિક કર્યા પછી તમારી સ્ક્રીન પર ઘણા વિકલ્પો દેખાશે.

અહીં તમારે સેટિંગનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આ પ્રક્રિયા કર્યા પછી તમારે નવા પેજ પર પાસવર્ડના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમને બધા લોગિન આઈડી અને પાસવર્ડ્સ બતાવવામાં આવશે, જે તમે સેવ કર્યા છે.

આ રીતે તમે તમારા ભૂલી ગયેલા લોગિન આઈડી અને પાસવર્ડને ફરી મેળવી શકો છો.

આ પણ વાંચો: Viral: મહિલાએ તૈયાર કર્યા કોરોના વડા, યુઝર્સ બોલ્યા ‘ભારત કી નારી સબ પર ભારી’

આ પણ વાંચો: Punjab Election 2022: પંજાબ ચૂંટણી માટે નામાંકન 25 જાન્યુઆરીથી થશે શરૂ, નામ પરત લેવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી

Next Article