Threads એપ આ એક કારણથી Instagram, Facebook અને WhatsAppથી પાછળ રહી જશે!

|

Jul 08, 2023 | 12:58 PM

જે યુઝર્સ ઓફિસે જાય છે અથવા મોબાઈલનો વધુ ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે Threads એપ વધારે ફાયદાકારક રહેશે નહી. એટલે કે જે યુઝર્સ દિવસ દરમિયાન વધારે સમય લેપટોપ, ડેસ્કટોપ પર કામ કરે છે તેવા યુઝર્સ આ એપનો લાભ લઈ શકતા નથી.

Threads એપ આ એક કારણથી Instagram, Facebook અને WhatsAppથી પાછળ રહી જશે!

Follow us on

હાલના દિવસોમાં Threads ટ્રેન્ડમાં છે અને સાથે જ ચર્ચામાં પણ છે. લોન્ચ થયાના થોડા જ કલાકોમાં Threads પર યુઝર્સનું ઘોડાપૂર આવ્યું હતું. ગૂગલ પ્લે સ્ટોર પરની માહિતી અનુસાર અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ Threads એપ ડાઉનલોડ કરી છે. આમ જોવા જઈએ તો આ એપમાં ઘણા ફિચર્સ ઉપલબ્ધ છે પરંતુ એક સૌથી મોટી ખામી છે જેના વિશે કદાચ તમને જાણકારી નહી હોય. આ જ કારણથી આ એપ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપથી પાછળ રહી જવાની શક્યતા છે.

જે યુઝર્સ રોજ ઓફિસે જાય છે અથવા મોબાઈલનો વધુ ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે Threads એપ વધારે ફાયદાકારક રહેશે નહી. એટલે કે જે યુઝર્સ દિવસ દરમિયાન વધારે સમય લેપટોપ, ડેસ્કટોપ પર કામ કરે છે તેવા યુઝર્સ આ એપનો લાભ લઈ શકતા નથી.

Threads એપ ચલાવવા માટે માત્ર મોબાઇલ ફોનનો જ ઉપયોગ કરવો પડશે

Instagram, Facebook, WhatsApp અને ટ્વિટરના વેબ વર્ઝન ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં Threads એપનું વેબ વર્ઝન અવેલેબલ નથી. તેથી જો તમે ઓફિસમાં લેપટોપ કે ડેસ્કટોપ પર કામ કરી રહ્યા છો, તો તમે તેના પર થ્રેડ્સનો ઉપયોગ કરી શકશો નહીં. Threads માત્ર એક મોબાઈલ એપ છે જેમાં તમને હાલમાં વેબ વર્ઝન નથી મળી રહ્યું. તમે તેને તમારી સિસ્ટમમાં ચલાવી શકશો નહીં. Threads એપ ચલાવવા માટે માત્ર મોબાઇલ ફોનનો જ ઉપયોગ કરવો પડશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સને ઓટોમેટીક એક્સેસ કરે છે

આ સિવાય પણ Threads એપમાં કેટલીક અન્ય ખામીઓ છે જે યુઝર્સ માટે સમસ્યા ઉભી કરી શકે છે. આ એપ ઈન્સ્ટાગ્રામના યુઝરનેમ અને ફોલોઅર્સને ઓટોમેટીક એક્સેસ કરે છે. તેથી જો તમે ક્યારેય Threadsના એકાઉન્ટને ડિએકટિવેટ કરો છો, તો તમારો ઇન્સ્ટાગ્રામ ડેટા પણ જતો રહેશે.

તમારી ઈચ્છા મુજબ એપ પર આવો પણ થ્રેડોની ઈચ્છા પ્રમાણે જ જશે

Thread એપના FAQ પેજ મુજબ યુઝર્સ ઇચ્છે ત્યારે તેમની વ્યક્તિગત પોસ્ટ્સ ડિલીટ કરી શકે છે. પરંતુ થ્રેડ્સ એકાઉન્ટને ડિએકટિવેટ કરવા માટે Instagram એકાઉન્ટ ડિલીટ થવાનું જોખમ રહેલું છે. એટલે કે, એક વાત સ્પષ્ટ છે કે જો તમે થ્રેડ્સ એપ પર આવો છો, તો તે તમારી પોતાની મરજીથી છે પરંતુ તમે જશો એપની મરજી પર. એટલે કે Threads એપ તમને એકાઉન્ટ ડિલીટ કરવા માટે ઈન્સ્ટાગ્રામનો ખતરો સાથે આપી રહી છે.

આ પણ વાંચો : Threads Appના યુઝર્સ સાવધાન ! પ્રોફાઈલ-ડેટા કરશો ડિલીટ, તો ગુમાવવુ પડશે ઈન્સ્ટા એકાઉન્ટ

Thread એપ ટ્વિટરની જેમ જ કામ કરે છે, જેના પર તમે ફોટા અને વીડિયો શેર કરી શકો છો. ટ્વિટર પર તમને 280 શબ્દોની મર્યાદા મળે છે પરંતુ તમને Thread એપ પર 500 શબ્દોની મર્યાદા છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:55 pm, Sat, 8 July 23

Next Article