આ કૃષિ વિદ્યાલયને મળી ડ્રોનના ઉપયોગની મંજૂરી, જીવાત અને પાકના રોગોના નિદાનમાં મળશે મદદ

|

Apr 04, 2021 | 7:05 PM

દેશમાં ડ્રોનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન નિયામક મંત્રાલયે (DGCA) તેલંગણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીને ડ્રોનનો ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે

આ કૃષિ વિદ્યાલયને મળી ડ્રોનના ઉપયોગની મંજૂરી, જીવાત અને પાકના રોગોના નિદાનમાં મળશે મદદ
PJTSU Drone

Follow us on

દેશમાં કૃષિની આધુનિક પદ્ધતિઓ વિસ્તૃત કરવા માટે સરકારે પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટી (PJTSU) ને ડ્રોનનો ઉપયોગ કરવાની શરતી છૂટ આપી છે. દેશમાં ડ્રોનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન નિયામક મંત્રાલયે (DGCA) તેલંગણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીને ડ્રોનનો ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે. તેલંગણામાં પીજેટીએસયુના સંશોધન માટે વનસ્પતિ સંરક્ષણ ઉકેલો, કૃષિ છાંટણા અને કૃષિ જમીનોમાં રોગોના નિદાન માટેના પ્રોટોકોલો વિકસાવવા માટેના મૂલ્યાંકન અને માનકકરણ માટે આ છૂટ આપવામાં આવી છે.

આ શરતી છૂટ આ સબંધમાં પત્ર જારી થયાની તારીખ બાદથી 16 માર્ચ 2022 સુધી અથવા તો ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ (પ્રથમ તબક્કો) અમલમાં આવે બંને માંથી જે પહેલા થાય ત્યાં સુધી છૂટ આપવામાં આવી છે. આ છૂટ ફક્ત ત્યારે જ માન્ય રહેશે જ્યારે નીચે આપેલ બધી શરતો અને મર્યાદાઓનું સખત પાલન કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવાની છૂટ જો કોઈ શરતનો ભંગ કરે તો તેને રદ કરવામાં આવશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડ્રોનના ઉપયોગ માટે PJTSU અને મારુત ડ્રોનટેક પ્રાઈવેટ લિમિટેડ, હાઈદ્દ્બાદ માટે શરતો અને મર્યાદાઓ

1 સરકારે નક્કી કરેલા વર્તમાન નિયમો અનુસાર ઓપરેશનલ પ્રતિબંધોનું પાલન કરવું પડશે.

2 નાગર વિમાન મંત્રાલય, નાગર વિમાન મહાનિર્દશાલય, રક્ષા મંત્રાલય, ભારતીય વાયુ સેના જેવા સરકારના સબંધિત તમામ વિભાગની કાયદેસરની મજૂરી અને શરતો, છૂટ અને મંજૂરી લાગુ થશે. ડ્રોન સંચાલકે પ્રથમ થર્ડ પાર્ટી વીમો લેવો પડશે.

3 માનક સંચાલન પ્રક્રિયાનું પાલન કરવું પડશે, જો કે કોઈ પણ કારણોસર આમાં બદલાવ કરી શકાશે. જો અગર એવી કોઈ સ્થિતિ આવે છે તો તેને લેખિતમાં રેકોર્ડ કરવામાં આવશે.

4 ડ્રોનના સુરક્ષિત સંચાલન અને આનાથી જો અગર કોઈ વ્યક્તિ અથવા તો કોઇની સંપતિને નુકસાન પહોચશે તો PJTSU અને મારુત ડ્રોનટેક પ્રાઈવેટ લિમિટેડ હૈદરાબાદની જવાબદારી રહેશે.

5 આ ગતિવિધિના કારણે અથવા તો આ સબંધિત કોઈ પણના જીવન/સંપતિને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે નુકસાન થશે તો નાગર વિમાન મંત્રાલય અને નાગર વિમાનન મહાનિર્દેશાલય જવાબદાર નહીં રહે.

6 આ માનક સંચાલન પ્રક્રિયા વિશેષ રૂપથી તેલંગાણા સ્થિત PJTSUની અનુસંધાન કૃષિ ભૂમિમાં ડ્રોનનો ઉપયોગ કરી કીટ અને તેનાથી થતાં રોગોના નિદાન અને તેને સબંધિત સંશોધન માટે થઈને પ્રોફેસર જયશંકર તેલંગાણા રાજ્ય કૃષિ વિશ્વ વિધ્યાલય (PJTSU) માટે જ માન્ય છે.

7 ઉપર આપેલ મંજૂરીઓ પૂર્વગ્રહ વિના, હાલના નિયમો, નાગરિક ઉડ્ડયન જરૂરીયાતો (CRA) નું પાલન કરવા અને નાગરિક ઉડ્ડયન નિયામક જનરલ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતા વિવિધ પરિપત્રોની જોગવાઈઓ છે. જો આ મંજૂરીની ઉપરોક્ત માન્યતા દરમિયાન કોઈપણ પ્રકારનાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે, તો પછી આ મંજૂરી બદલાઇ,કોઈ કારણ આપ્યા વિના નિલંબિત અથવા રદ કરી શકાય છે.

Next Article