WhatsAppના નવા ફિચરથી Sexting કરવાનો પ્લાન હોય તો રહેવા દેજો, વાંચો સમગ્ર અહેવાલ

|

Aug 04, 2021 | 11:11 PM

જો તમે કોઈને નવા ફિચરનો ઉપયોગ કરીને ફોટો કે વીડિયો મોકલો છો તો બની શકે કે સામેવાળી વ્યક્તિ તેનો સ્ક્રિન શોટ લઈ લે. તેવી સ્થિતીમાં કોઈ એવુ ફિચર નથી જે સ્ક્રિન શોટને લોક કરી શકે.

WhatsAppના નવા ફિચરથી Sexting કરવાનો પ્લાન હોય તો રહેવા દેજો, વાંચો સમગ્ર અહેવાલ
File Image

Follow us on

યૂઝર્સ માટે હવે એક નવી સેક્સટિંગ એપ આવી ચૂકી છે. જી હાં અમે અહીં બીજી કોઈ એપ નહીં પરંતુ વોટ્સએપની વાત કરી રહ્યા છીએ. વોટ્સએપે ઓફિશિયલ રીતે પોતાનું નવુ ફિચર View Once લોન્ચ કરી દીધુ છે. જેમાં હવે યૂઝર્સ ડિસઅપીયરિંગ મેસેજ અને વીડિયો મોકલી શક્શે. વોટ્સએપે કહ્યું કે તેણે આ ફિચર્સ પોતાના યૂઝર્સને વધુ પ્રાઈવસી આપવા માટે લોન્ચ કર્યુ છે. પરંતુ તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે તેમણે આ ફિચરને સ્નેપચેટને ટક્કર આપવા માટે કર્યુ છે. સ્નેપચેટનો ઉપયોગ સેક્સટિંગ માટે વધુ કરવામાં આવે છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પરંતુ તમને જણાવી દઈએ કે સેક્સટિંગ ફિચર ખતરનાક છે. એકવાર આ ફિચર વોટ્સએપમાં આવવાથી યૂઝર્સ ફોટો અને વીડિયો સેન્ડ કરશે, પરંતુ તેને એકવાર જોયા બાદ તે ગાયબ થઈ જશે. આ ફોટા કે વીડિયો ગેલેરીમાં સેવ પણ નહીં થઈ શકે. તમે જો આ ફોટો કે વીડિયો જોઈ લીધો હશે તો તે ગાયબ થઈ જશે અને બીજા વ્યક્તિને તે ઓપન્ડ લખાઈને આવી જશે.

 

 

સાથે જ જો 14 દિવસ સુધી આ ફોટો અથવા વીડિયોને ખોલવામાં ન આવે તો પણ તે જાતે જ ડિલીટ થઈ જશે. જો તમે કોઈને પ્રાઈવેટ ફોટોઝ મોકલી રહ્યા છો અથવા તો કોઈને એકાઉન્ટ નંબર અથવા તો ઓટીપી મોકલી રહ્યા હોવ તો આ ફિચર કામનું છે.

 

વોટ્સએપ પર સેક્સટિંગ

સેક્સટિંગનું સૌથી મોટુ નુક્સાન એ છે કે જો તમે કોઈને નવા ફિચરનો ઉપયોગ કરીને ફોટો કે વીડિયો મોકલો છો તો બની શકે કે સામેવાળી વ્યક્તિ તેનો સ્ક્રિન શોટ લઈ લે. તેવી સ્થિતીમાં કોઈ એવુ ફિચર નથી જે સ્ક્રિન શોટને લોક કરી શકે. તેવામાં આ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્નેપચેટમાં સ્ક્રિન શોટ રોકવા માટે ફિચર આપવામાં આવ્યું છે.

 

 

આ પણ વાંચો – IND vs ENG 1st Test Day 1 Live: ઇંગ્લેન્ડ ની પ્રથમ ઇનીંગ 183 રન પર સમેટાઇ, કેપ્ટન જો રુટનુ અર્ધશતક, બુમરાહની 4 વિકેટ

 

આ પણ વાંચો – દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

Next Article