આજકાલ સ્માર્ટફોન (Smartphone) દરેક માટે જરૂરી બની ગયો છે. ફોન વિના આજે ઘણા કામે અટકી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો ઉપયોગ એટલો ઝડપથી વધી ગયો છે કે હવે તે દરેકના હાથમાં જોવા મળે છે. અમીર, ગરીબ, યુવાન અને વૃદ્ધ દરેક માટે સ્માર્ટફોન તેમના જીવનનો આવશ્યક ભાગ બની ગયો છે. દરેક નાનું-મોટું કામ હવે ફોન પર જ થઈ રહ્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં લોકોનો મહત્વપૂર્ણ ડેટા હોય છે, જેના કારણે લોકો પોતાના ફોનને સારી રીતે રાખે છે.
પરંતુ જાણતા-અજાણતા તેઓ આવી ઘણી બધી ભૂલો કરે છે, જેના કારણે મોબાઈલ ઝડપથી બગડી જાય છે. અજાણતાં જ ખરા, પરંતુ સ્માર્ટફોન યુઝર્સ આવી ભૂલો વારંવાર કરે છે, જેની અસર તેમના ફોન પર ઝડપથી દેખાવા લાગે છે. અહીં કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો તેના દ્વારા તમે તમારા ફોનને નુકસાન થવાથી બચાવી શકો છો. ચાલો જાણીએ એ ભૂલો કઈ છે અને તેનાથી કઈ રીતે બચી શકાય.
સ્ક્રીનગાર્ડ જરૂર લગાવવું
જો તમે નવો ફોન ખરીદી રહ્યા છો, તો તેને સુરક્ષિત બનાવવા માટે, તમારે પહેલા તેમાં સ્ક્રીનગાર્ડ (Screen Guard)લગાવવું જોઈએ. જેથી કરી તમારા ફોનની સ્ક્રીનને સુરક્ષિત રાખી શકાય.
ફોન કવરનો ઉપયોગ કરવો
ફોન કવર (Phone cover)નો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ફોન માત્ર સુંદર જ નથી લાગતો પણ તે સુરક્ષિત પણ રહે છે. ઘણી વખત આપણે પણ જોયું જ હોય છે કે ફોન હાથમાંથી પડે છે ત્યારે જો તેના પર કવર લગાવેલુ હોય તો તેને કંઈ પણ થતું નથી.
આ વસ્તુઓથી દૂર રાખો
ઘણી વખત લોકો ફોનને ખિસ્સામાં સિક્કા અથવા ચાવી સાથે રાખે છે, જેના કારણે ટચ સ્ક્રીન પર સ્ક્રેચ અને નુકસાન થવાનો ભય રહે છે. તેથી ફોનને અલગ ખિસ્સામાં રાખવો જોઈએ.
ઓવર ચાર્જ ટાળો
મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં 50 ટકા બેટરી થઈ નથી કે લોકો તરત જ ચાર્જર તરફ દોડવા લાગે છે. આ તમારા ફોન માટે સારું નથી. આમ કરવાથી બેટરીને ઝડપથી નુકસાન થઈ શકે છે અથવા તે વિસ્ફોટ પણ થઈ શકે છે.
આ પણ વાંચો: Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો
આ પણ વાંચો: Viral: રેસિંગ કારમાં થઈ ભયાનક ટક્કર, વીડિયો બનાવનાર મહિલા પાસેથી સરકતી ગઈ !