Technology: ફોનને સાઇલેન્ટ મોડ પર રાખીને ભૂલી ગયા ? ચિંતા ન કરો આ સ્ટેપ્સને ફોલો કરો અને શોધી લો ફોન

|

Jul 23, 2021 | 8:17 AM

મિટીંગમાં હોવ ત્યારે તમારા ફોનની રિંગથી બધા ડિસ્ટર્બ ન થાય તે માટે તમે ફોનને સાઇલેન્ટ મોડ પર કરી દેતા હોવ છો તેવામાં જો તમારો ફોન તમે ક્યાંક મુકીને ભૂલી જાવ છો તો મોટી મુસીબત ઉભી થઇ જાય છે.

Technology: ફોનને સાઇલેન્ટ મોડ પર રાખીને ભૂલી ગયા ? ચિંતા ન કરો આ સ્ટેપ્સને ફોલો કરો અને શોધી લો ફોન
how to find it what to do if your mobile lost in silent mode

Follow us on

Technology: હાલના સમયમાં આપણા માટે મોબાઇલ (Mobile) એ સૌથી જરૂરી વસ્તુ છે. તમામ પ્રકારની માહિતી આપણા ફોનમાં હોય છે. મોબાઇલ ફોનમાં નંબર સેવ કરવાની સુવિધા હોવાના કારણે હવે આપણે કોઇના નંબર યાદ પણ નથી રાખતા તેવામાં જો તમારો ફોન ખોવાઇ જાય તો મોટી મુસીબત ઉભી થઇ શકે છે.

ફોન આપણા માટે ખૂબ જરૂરી હોવા છતાં આપણે ક્યારેક તેનાથી ડિસ્ટર્બ પણ થઇ જઇએ છે. જો કોઇ ખાસ કામ કરી રહ્યા હોવ અથવા તો કોઇ પ્રેસ કોન્ફરન્સ અથવા તો મિટીંગમાં હોવ ત્યારે તમારા ફોનની રિંગથી બધા ડિસ્ટર્બ ન થાય તે માટે તમે ફોનને સાઇલેન્ટ મોડ (Silent Mode) પર કરી દેતા હોવ છો તેવામાં જો તમારો ફોન તમે ક્યાંક મુકીને ભૂલી જાવ છો તો મોટી મુસીબત ઉભી થઇ જાય છે. રિંગ વાગ્યા વગર ફોનને શોધવો મુશ્કેલ બની જાય છે.

આ તો થઇ સમસ્યા પણ હવે તેનો ઉપાય શું છે ? સાઇલેન્ટ મોડ પર રહેલા ફોનને શોધવા માટે અમે તમારા માટે એક રીત લઇને આવ્યા છીએ. જો તમે પણ ક્યારેક આવી સ્થિતીમાં ફસાઇ જાવ છો તો ચિંતા ન કરતા. એકદમ સિમ્પલ સ્ટેપ્સને ફોલોવ કરીને તમે ફોન શોધી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાઇલેન્ટ મોડમાં પડેલા ફોનને શોધવા માટે તમે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરની મદદ લઇ શકો છો. પણ તેના માટે ફોનમાં ડેટા પેક ઓન હોવુ જરૂરી છે. સાઇલેન્ટ મોડ પર રાખેલા ફોન અથવા તો ખોવાઇ ગયેલા ફોનને શોધવા માટે તમારે લેપટોપમાં અથવા તો બીજા મોબાઇલ નંબરથી પોતાનું જીમેલ (Gmail) એકાઉન્ટ લોગ ઇન કરો. આ રીત લેપટોપ અથવા તો કોમ્પ્યુટર પર વધારે સરળ છે. કારણ કે બીજા ફોનમાં જો અન્યનું જીમેલ એકાઉન્ટ લોગ ઇન કરેલુ હશે તો તકલીફ પડશે.

તમારા લેપટોપમાં સૌથી પહેલા Gmail લોગીન કરો

1. ગુગલ પર સર્ચ કરીને એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર વેબસાઇટ ઓપન કરી લો.
2. અહીં તમને મોબાઇલનું કરંટ લોકેશન સરળતાથી જોવા મળશે.
3. તમને ખબર પડી જશે કે તમારો ફોન ઘર, ઓફિસ કે પછી ક્યાંય બીજે પડ્યો છે.
4. હવે અહીં તમને મોબાઇલની ડિટેલ પણ જોવા મળશે. દાત. મોબાઇલ નેમ, નેટવર્ક અને બેટરી પરસેન્ટેજ
5. હવે તમને 3 ઓપ્શન્સ જોવા મળશે. પ્લે સાઉન્ડ (Play Sound), સિક્યોર ડિવાઇઝ અને ઇરેઝ ડિવાઇઝ (Erase Device)
6. હવે તમારે પ્લે સાઉન્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતા જ તમારા ફોનમાં રિંગ વાગવા લાગશે.

સિક્યોર ડિવાઇઝ ઓપ્શનમાં તમે એક મેસેજ લખીને તેમાં બીજો નંબર સેવ કરી શકો છો

1. મેસેજમાં લખી શકો છો કે. પ્લિઝ મારો ફોન મારા સુધી પહોંચાડી દો. તમને તેના બદલામાં રિવોર્ડ આપવામાં આવશે.
2. જો તમારો ફોન ક્યાંય ખોવાઇ ગયો છે તો પ્લે સાઉન્ડ થવા પર જે વ્યક્તિ તેને ઉઠાવશે તેને આ મેસેજ જોવા મળશે અને કોલ ઓનરનું ઓપ્શન પણ જોવા મળશે.
3. તે વ્યક્તિ જ્યારે પણ તેના પર ક્લિક કરશે ત્યારે તમારા બીજા નંબર પર કોલ આવી જશે.

વ્હિસલ ફોન ફાઇન્ડર (Whistle Phone Finder)

આ એપમાં તમે સીટી વગાડો છો ત્યારે તમારો ફોન અવાજ કરવા લાગશે અને તમને લોકેશન વિશેની જાણકારી મળી જશે. સીટી વગાડવા પર તમારા ફોનમાં સાઉન્ડ તો ઓન થશે જ પણ સાથે કેમેરા લાઇટ પણ બ્રાઇટ થઇ જશે.

ક્લેપ ટૂ ફાઇન્ડ (Clap To Find)

આ એપ્લિકેશન પણ ખૂબ કામની છે. આ એપ પણ સાઇલેન્ટ મોડ પર ફોનને સાઉન્ડ કરાવવામાં મદદ કરે છે. આ એપની ખાસ વાત છે કે તેના માટે ફોનમાં ઇન્ટરનેટ ચાલુ હોવું જરૂરી નથી. તમે ગુગલ પ્લે સ્ટોર પરથી તેને મફતમાં ડાઉનલોડ કરી શકો છો.

Next Article