Technology: સાવધાન! તુરંત ડિલીટ કરી નાખો આ એપ્લિકેશન, ડેટા ચોરી સાથે ફોન હેક થવાનો છે મોટો ખતરો

|

Feb 17, 2021 | 4:33 PM

ફોનમાં ફાઈલ ટ્રાંસફર કરવા માટે આ એપનો યુઝ કરવામાં આવે છે. રીસર્ચમાં સામે આવ્યું છે કે આ એપના વપરાસથી ડેટા ચોરી અને ફોન હેકનો ખતરો વધી જાય છે.

Technology: સાવધાન! તુરંત ડિલીટ કરી નાખો આ એપ્લિકેશન, ડેટા ચોરી સાથે ફોન હેક થવાનો છે મોટો ખતરો
SHAREit

Follow us on

Technology:  ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ છે જે યુઝર્સનો ડેટા ચોરી કરવાનું કામ કરે છે. હવે સિક્યુરિટી ફર્મ Trend Microએ આવી જ એક એપ્લિકેશનને શોધી છે. આ એપને પ્લે સ્ટોર પરથી ઓછામાં ઓછા એક અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એક લોકપ્રિય ફાઇલ શેરિંગ એપ્લિકેશન છે જેમાં ઘણી ખામીઓ શોધી કાઢવામાં આવી. Trend Microએ તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

સાયબર સિક્યુરિટી ફર્મ Trend Microના રિપોર્ટ અનુસાર આ એપમાં મળેલી ખામીઓનો ઉપયોગ કરીને યુઝર્સનો ખાનગી ડેટા લીક થઈ શકે છે. જણાવી દઈએ કે આ એપને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે અને App Annie અનુસાર તેને 2019 માં Shareit ને વિશ્વમાં 10 સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશનોમાં સામેલ કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે આ એપ્લિકેશનને કારણે લાખો લોકોનો ડેટા જોખમમાં છે.

હેકર્સ કરી શકે છે મિસયુઝ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Trend Microના એક રિસર્ચરે કહ્યું કે SHAREit માં ઘણી ખામીઓ મળી છે. જેનાથી યુઝર્સના ડેટા લીક થઇ શકે છે. આ સાથે માલાવેરથી પ્રભાવિત કોડ અથવા એપનો યુઝ કરીને મનપસંદ કોડને એક્ઝીક્યુટ કરી શકાય છે. સાયબર સિક્યોરીટી ફર્મે આ વાતની જાણકારી ગૂગલને આપી છે. ગૂગલ દ્વારા હજુ કોઈ પગલા નથી લેવાયા.

SHAREit ને આપવામાં આવી માહિતી

ગૂગલને માહિતી આપવા સાથે સાયબર સિક્યુરિટી ફર્મ દ્વારા બાબતની માહિતી SHAREitને આપવામાં આવી છે. પરંતુ હજુ સુધી કંપની તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી. જણાવી દઈએ કે ત્રણ મહિનાના સંશોધન બાદ આ અહેવાલ બહાર આવ્યા છે.

SHAREit વપરાશકર્તાઓની આ માહિતી લે છે

ગૂગલ પ્લે સ્ટોર પરમિશન રીડઆઉટ મુજબ SHAREit વપરાશકર્તાના ફોન સ્ટોરેજ અને તમામ મીડિયા, કેમેરા, માઇક્રોફોન અને લોકેશન વિશેની માહિતી લે છે. તે એપ્લિકેશનને ડિલીટ કરી શકે છે, સ્ટાર્ટઅપને રન કરી શકે છે. આ સિવાય એકાઉન્ટ અને પાસવર્ડ બનાવવાની સાથે સાથે તમે ઘણી વસ્તુઓ કરી શકો છો. આ એપ્લિકેશનને નેટવર્કની સંપૂર્ણ એક્સેસ પણ હોય છે. ટ્રેન્ડ માઇક્રો કહે છે કે હેકર્સ આ એપ દ્વારા યુઝર્સનો ખાનગી અને સંવેદનશીલ ડેટા સરળતાથી ચોરી શકે છે.

ભારતમાં SHAREit પર પ્રતિબંધ છે

આ એપ્લિકેશનને એક અબજથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. નવેમ્બર 2020 માં સરકારે ટિકટોક સહિત અન્ય 57 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં  SHAREitનું નામ પણ સામેલ હતું. આવી સ્થિતિમાં, જો વપરાશકર્તા હજી પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યો હોય તો તેને અનઇન્સ્ટોલ કરવું ખૂબ જ જરૂરી છે. આ એપ્લિકેશનને બદલે તમે આઇફોન માટે Airdropસુવિધા, એન્ડ્રોઇડ ફોન પર Wi-Fi ડાયરેક્ટ, FilesGo જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકો છો.

Next Article