Google Map Tricks: ગૂગલ મેપથી તમે કંટ્રોલ કરી શકો છો મ્યૂઝિક અને કેલેન્ડર, જાણો બીજા પણ ઉપયોગ

|

Jan 11, 2022 | 9:32 AM

તમારા નજીકના જિમ, રેસ્ટોરન્ટ, માર્કેટ પ્લેસથી લઈને તમારી ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુધી તમે ગૂગલ મેપની મદદથી સેવ કરી શકો છો. પરંતુ આ સિવાય ગૂગલ મેપના એવા ઘણા ફીચર્સ છે જેનાથી તમે હજુ પણ અજાણ છો. અમે તમને અહીં તે સુવિધાઓ વિશે જણાવીશું.

Google Map Tricks: ગૂગલ મેપથી તમે કંટ્રોલ કરી શકો છો મ્યૂઝિક અને કેલેન્ડર, જાણો બીજા પણ ઉપયોગ
Google Map (Symbolic Image)
Image Credit source: File Photo

Follow us on

ગૂગલ મેપની મદદથી તમે કોઈપણ અજાણ્યા વિસ્તારમાં જઈ શકો છો, તમારા નજીકના જિમ, રેસ્ટોરન્ટ, માર્કેટ પ્લેસથી લઈને તમારી ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુધી તમે ગૂગલ મેપની મદદથી સેવ કરી શકો છો. પરંતુ આ સિવાય ગૂગલ મેપના એવા ઘણા ફીચર્સ છે જેનાથી તમે હજુ પણ અજાણ છો. અમે તમને અહીં તે સુવિધાઓ વિશે જણાવીશું.

ટેક જાયન્ટ ગૂગલ (Google Maps) આજકાલ જીવનમાં આપણા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. આપણે ગૂગલ વિના આજના ઝડપી જીવનની કલ્પના કરી શકતા નથી. ગૂગલની ઘણી બધી એપ્સ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, તેમાંથી એક ગૂગલ મેપ છે. ગૂગલ મેપની મદદથી તમે કોઈપણ અજાણ્યા વિસ્તારમાં જઈ શકો છો.

તમારા નજીકના જિમ, રેસ્ટોરન્ટ, માર્કેટ પ્લેસથી લઈને તમારી ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુધી તમે ગૂગલ મેપની મદદથી સેવ કરી શકો છો. પરંતુ આ સિવાય ગૂગલ મેપના એવા ઘણા ફીચર્સ (Special Tricks)છે જેનાથી તમે હજુ પણ અજાણ છો. તો ચાલો જાણીએ એ સુવિધાઓ વિશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમારી આગામી તમામ મુસાફરીઓ ગોઠવો

શું તમે મીટિંગ, ફ્લાઇટ અથવા ક્યાંક જવા માટે રિમાઇન્ડર તરીકે Google કેલેન્ડરનો પણ ઉપયોગ કરો છો? પરંતુ જો અમે તમને કહીએ કે આ બધી વસ્તુઓ તમે ગૂગલ મેપ દ્વારા પણ કરી શકો છો. આ માટે, તમારે ગૂગલ મેપ એપ ખોલવી પડશે, પછી નીચે સેવ ટેબ પર ટેપ કરો, અહીં તમને તમારી બધી મુસાફરી, ફ્લાઇટ્સ અથવા મીટિંગ્સની સૂચિ દેખાશે.

મેપ પર વારંવાર મુલાકાત લીધેલ સ્થાનોને પિન કરો

આપણે ઘણી જગ્યાએ વારંવાર જઈએ છીએ, પરંતુ જો ક્યારેય સર્ચ કરવી હોય તો ઘણી તકલીફ પડે છે. ગૂગલ મેપ્સ પાસે આ સમસ્યાનો ઉકેલ છે. તમે તમારા વારંવાર મુલાકાત લીધેલા સ્થાનોને મેપ પર પિન કરીને ઝડપથી ઍક્સેસ કરી શકો છો. આ માટે તમારે એપના નીચે પિન ઓપ્શન પર જવું પડશે અને પછી મેઈન સ્ક્રીન પર જવું પડશે અને પછી ગો ટેબ પર ક્લિક કરવું પડશે, ત્યાર બાદ જો મેપ પર બતાવેલ એડ્રેસ તમારી મનપસંદ જગ્યા છે, તો બાજુમાં પુશિંગ આઈકોન પર ટેપ કરી સ્થાનને પિન કરો.

તમારા મનપસંદ રેસ્ટોરાં માટે સજેશન મેળવો

ગૂગલ મેપ તમારા માટે તમારી મનપસંદ રેસ્ટોરન્ટ પણ સૂચવે છે, જો તમે બહાર ખાવાનું વિચારી રહ્યા છો અને રેસ્ટોરન્ટ પસંદ નથી કરી શકતા તો તમે ગૂગલ મેપની મદદ લઈ શકો છો. આ માટે, તમે ગૂગલ મેપના રેસ્ટોરન્ટ્સ ટેબ પર ક્લિક કરો. અહીં તમે તમારા વિસ્તારની રેસ્ટોરન્ટની સૂચિ જોશો. અહીં તમને તે તમામ રેસ્ટોરાંના નામ, રેટિંગ અને સમીક્ષાઓ મળશે.

તમારું લોકેશન શેર કરો

તમે તમારી નજીકની વ્યક્તિને ફોન કરો છો અને તેઓ તમારું સરનામું જાણતા નથી, અહીં પણ ગૂગલ મેપ તમને ઉકેલ આપે છે. તમે તમારું લોકેશન કોઈની સાથે પણ શેર કરી શકો છો, આ માટે તમારે તમારી એપના બ્લુ લોકેશન ડોટ પર ક્લિક કરવું પડશે, પછી તમારું લોકેશન શેર કરવા માટે ‘શેર લોકેશન’ પર ક્લિક કરવું પડશે.

તમારા સંગીતને નિયંત્રિત કરો

તમે Google Maps દ્વારા તમારા સંગીતને પણ કંટ્રોલ કરી શકો છો, જેમ કે ટ્રેક બદલવો, વોલ્યુમ વધારવું વગેરે. આ માટે, એપના સેટિંગ્સમાં જાઓ, પછી નેવિગેશન સેટિંગ્સ પસંદ કરો, પછી સહાયક ડિફોલ્ટ મીડિયા પ્રોવાઇડર પર ક્લિક કરો. પછી તમારે અહીંથી ઉપલબ્ધ વિકલ્પ પસંદ કરવો પડશે. અહીં તમારા સંગીત પ્રોવાઈડર પર ક્લિક કરો. અથવા એપ તમને બતાવશે, જેને તમે કંટ્રોલ કરી શકો છો.

આ પણ વાંચો: Viral: દિવ્યાંગે ગુરૂ રંધાવાના સોન્ગ પર કર્યો જોરદાર ડાન્સ, લોકો વારંવાર જોઈ રહ્યા છે આ વીડિયો

આ પણ વાંચો: ખેડૂતે ગાયને પહેરાવ્યા VR ગોગલ્સ, દૂધ ઉત્પાદનમાં થયો વધારો, જાણો આ હાઈટેક આઈડિયા વિશે

Next Article