ગુગલ મીટ પર પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલ્યા Sundar Pichai, ભૂલ પર ખૂબ હસ્યા Googleના સીઇઓ

|

Oct 29, 2021 | 9:58 AM

વીડિયો ઇન્ટરવ્યુ 1955માં બનેલા મપેટ પાત્ર કેર્મિટ સાથે શરૂ થાય છે, જેમાં તે સુંદર પિચાઈને કંઈક પૂછે છે, જેનો પિચાઈ જવાબ આપે છે પણ પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલી જાય છે.

ગુગલ મીટ પર પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલ્યા Sundar Pichai, ભૂલ પર ખૂબ હસ્યા Googleના સીઇઓ
Sundar Pichai forgot to unmute himself on Google Meet

Follow us on

ગયા વર્ષે મહામારીની શરૂઆત થઈ ત્યારથી, વિશ્વભરના મોટાભાગના લોકો પાસે તેમના મિત્રો, સહકાર્યકરો અને પરિવારના સભ્યો સાથે કનેક્ટ થવાનું એક જ માધ્યમ હતું – વીડિયો કૉલ્સ. વીડિયો કૉલ્સ પર નિર્ભરતાને કારણે, ઝૂમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ, ગૂગલ મીટ વગેરે જેવા વીડિયો કૉલિંગ પ્લેટફોર્મનો જબરદસ્ત વિકાસ થયો છે.

જો કે, આવા વીડિયો કૉલિંગ પ્લેટફોર્મ્સ પર વધતી જતી નિર્ભરતા સાથે, ઘણા ટેકનિકલ પડકારો છે જેનો વપરાશકર્તાઓએ મહિનાઓથી સામનો કર્યો છે. અને એવું લાગે છે કે Google CEO સુંદર પિચાઈ પણ આપણામાંથી એક છે. @KermitTheFrog સાથેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન, સુંદર પિચાઈ પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલી ગયા અને પછી તેના પર પોતે જ હસ્યા. તેથી, જો તમે પણ આવું જ કંઈક કર્યું છે અને તમે તેના માટે શરમ અનુભવો છો, તો ગભરાશો નહીં. પિચાઈ પણ આપણામાંથી એક છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગૂગલના સીઈઓએ બુધવારે ટ્વિટર પર આ ઘટના શેર કરતાં કહ્યું, “હંમેશા અનમ્યૂટ કરવાનું યાદ રાખો… #DearEarth પર અમારી સાથે જોડાવા અને અમારી કેટલીક રુચિઓ વિશે વાત કરવા બદલ @KermitTheFrog @YouTube તમારો આભાર.” તેણે વાતચીતની બે મિનિટની વીડિયો ક્લિપ પણ શેર કરી અને તેને જોઈને હસ્યા.

 

વીડિયો ઇન્ટરવ્યુ 1955માં બનેલા મપેટ પાત્ર કેર્મિટ સાથે શરૂ થાય છે, જેમાં તે સુંદર પિચાઈને કંઈક પૂછે છે, જેનો પિચાઈ જવાબ આપે છે પણ પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલી જાય છે. પછી કર્મીટે અટકાવીને કહ્યું, “સુંદર, મને લાગે છે કે તમે મ્યૂટ છો. વિશ્વાસ નથી આવતો કે હું Google ના CEO સાથે વાત કરી રહ્યો છું અને તે ચૂપ છે.

કૉલની 11 સેકન્ડની અંદર, પિચાઈએ જાહેર કર્યું કે તેઓ મ્યૂટ છે અને તેના વિશે હસ્યા. ગૂગલના સીઈઓએ કહ્યું, ‘માફ કરશો કર્મિટ. હું મ્યૂટ હતો અને મેં આ વર્ષે બીજા બધાની જેમ ઘણી વાર આ કર્યું છે. હું તમારો અને મપેટ્સનો મોટો ચાહક છું.” કર્મીટ અને પિચાઈ ગૂગલ મીટ પર ચેટ કરી રહ્યા હતા. તેથી, જો તમે વારંવાર વીડિયો કૉલ્સ દરમિયાન તમારી જાતને અનમ્યૂટ કરવાનું ભૂલી જાઓ છો, તો ચિંતા કરશો નહીં કારણ કે Google CEO પણ આપણામાંથી એક છે.

આ પણ વાંચો –

‘ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી પડકારો પર વધારશે વ્યૂહાત્મક તાલમેલ’, બંને દેશો વચ્ચેના સંબંધો નવા સ્તરે

આ પણ વાંચો –

OMG ! 32 માં માળ પર મજૂરો કરી રહ્યા હતા કામ, મહિલાએ ગુસ્સામાં કાપી નાંખ્યા તેમના દોરડા અને પછી થયું આ

Next Article