તમારા ઘરમાં થતી દરેક વાતચીત સાંભળે છે સ્માર્ટ ટીવી, કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી, તાત્કાલિક આટલા પગલાં ભરો

ભારત સરકારના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) નું કહેવું છે કે કેટલાક ખોટા સેટિંગ્સને કારણે, તમારું સ્માર્ટ ટીવી, તમારી તમામ વાતચીત સાંભળી શકે છે અને રેકોર્ડ પણ કરી શકે છે. ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતાં જ તમારું સ્માર્ટ ટીવી વાતચીતના આ ડેટા કંપનીના ક્લાઉડ સર્વર્સને મોકલી શકે છે.

તમારા ઘરમાં થતી દરેક વાતચીત સાંભળે છે સ્માર્ટ ટીવી, કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી, તાત્કાલિક આટલા પગલાં ભરો
| Edited By: | Updated on: Nov 21, 2025 | 5:04 PM

જો તમે તમારા ઘરના મનોરંજન માટે સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરો છો, તો તમારે હવે વધુ સાવચેત રહેવું જોઈશે. કારણ કે તમારા બેડરૂમ અથવા બેઠક રૂપમાં રહેલું સ્માર્ટ ટીવી તમારી વ્યક્તિગત વાતચીત રેકોર્ડ કરી શકે છે અને તેને કંપનીના સર્વર પર મોકલી શકે છે. આ કોઈ ટેકનોક્રેટ દ્વારા નહીં, પરંતુ કેન્દ્ર સરકારના એક પેટા વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ભારત સરકાર હસ્તકના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ એક ચોંકાવનારી ચેતવણી ઈસ્યું કરી છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરનું કહેવું છે કે, સ્માર્ટ ટીવીમાં તમે કરેલા કેટલાક ખોટા સેટિંગ્સને કારણે, તમારું સ્માર્ટ ટીવી તમારી તમામ ખાનગી વાતચીત સાંભળી અને રેકોર્ડ કરી શકે છે.

આ ટીવી ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતાં જ રેકોર્ડ કરેલ વાતચીતનો તમામ ડેટા કંપનીના ક્લાઉડ સર્વર પર મોકલી શકે છે. આથી જ સરકારે સ્માર્ટ ટીવીના વપરાશકર્તાઓને સલાહ આપી છે કે, તેઓ તાત્કાલિક તેમના સ્માર્ટ ટીવીના સેટિંગ્સને તપાસે અને તેમની ગોપનીયતા સુવિધાઓને યોગ્ય રીતે સેટ કરે.

સ્માર્ટ ટીવી કેવી રીતે સાંભળે છે?

આજકાલ, સ્માર્ટ ટીવીમાં અદ્યતન વોઇસ ઓળખ ટેકનોલોજી હોય છે. વોઇસ કમાન્ડ માટે ટીવી હંમેશા લિસનિંગ મોડમાં હોવું જરૂરી છે. આ જ કારણ છે કે સ્માર્ટ ટીવીનો માઇક્રોફોન પૃષ્ઠભૂમિમાં પણ સક્રિય રહે છે. ભલે તમે “OK Google,” “Hey TV” કહો, કે ચેનલ શોધો એમ કહો, અથવા ઘરે થતી સામાન્ય વાતચીતમાં જોડાઓ, સ્માર્ટ ટીવી બધા અવાજને તેની રીતે કેપ્ચર કરે છે.

જો ટીવી ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોય, તો આ વોઇસ ડેટા કંપનીના ક્લાઉડ સર્વર સુધી પહોંચી શકે છે. જો તમે વાતચીત દરમિયાન કોઈ એક જ હેતુ માટે કરતા હોવ તો, તે વૉઇસ વિશ્લેષણ, જાહેરાત લક્ષ્યીકરણ, ગ્રાહકના વર્તન, ગ્રાહકના અભ્યાસ, રસ રૂચી વગેરેને લઈને પૃથ્થકરણ કરે છે.

માઇક્રોફોન જ નહીં, કેમેરા પણ ચાલુ હોઈ શકે

કેટલાક હાઇ-એન્ડ સ્માર્ટ ટીવીમાં ફેશિયલ રેકગ્નિશન ફીચર પણ હોય છે. આનો અર્થ એ છે કે ટીવી તમારા ચહેરાને સ્કેન કરી શકે છે અને ઉંમર અને લિંગના આધારે વ્યક્તિગત જાહેરાતો બતાવી શકે છે. ટીવી રૂમમાં કોણ શું જોઈ રહ્યું છે, તેઓ કેટલા સમય સુધી જોઈ રહ્યા છે અને ઘરમાં કેટલા લોકો છે, વગેરે જેવી માહિતી પણ ટ્રેક કરી શકે છે. જો ગોપનીયતા સેટિંગ્સ ખોટી રીતે કરાયેલ હોય, તો આ બધો ડેટા કંપનીના સર્વર પર ટ્રાન્સમિટ થઈ શકે છે.

સૌથી મોટો ખતરો

ભારતમાં સ્માર્ટ ટીવીનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે, અને IoT ઉપકરણો પર સાયબર હુમલાના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. તમારા સ્માર્ટ ટીવી પર ખોટી સેટિંગ્સ ખાનગી વાતચીતો લીક થવા, કૌટુંબિક સ્થાનો અને ટેવો, વગેરેને ધ્યાને લઈને હેક કરવામાં આવી શકે. તમારા ઘરના ડિજિટલ સેટઅપ પર નિયંત્રણ અને ઓળખ અને ઈન્ફોર્મેન્શનની ચોરી થઈ શકે છે. આનો અર્થ એ છે કે તમારા ઘરની ગોપનીયતા અને સુરક્ષા બંને જોખમમાં રહેલી છે.

કેવી રીતે રક્ષણ કરવું?

  • આ ખતરાથી બચવા માટે, I4C અને Cyberdost કેટલીક ભલામણ કરી છે:
  • તમે તમારું સ્માર્ટ ટીવી સેટ કરો કે તરત જ તમારી પ્રાઈવસી સેટિંગ્સ તપાસો.
  • જ્યા સુધી જરૂર ના હોય ત્યાં સુધી વોઇસ રેકગ્નિશન ફીચરને બંધ રાખો
  • માઇક્રોફોન અને કેમેરા એક્સેસને બંધ કરો.
  • અનિચ્છનીય ડેટા-શેરિંગ વિકલ્પ પણ બંધ કરો.
  • જરૂરી હોય ત્યારે જ તમારા ટીવીને ઇન્ટરનેટથી કનેક્ટ કરો.
  • લોકેશન સેવાઓ બંધ રાખો.
  • તમારા ટીવી પર અનધિકૃત અથવા નકલી એપ્લિકેશનો ઇન્સ્ટોલ ના કરો.

યાદ રાખો, દરેક સ્માર્ટ ડિવાઇસ સુવિધા અને જોખમ બંને પ્રદાન કરે છે. પરંતુ તમારી સલામતી તમારી સેટિંગ્સ પર આધાર રાખે છે.

ધ્યાનમાં રાખો કે જો તમે અથવા તમારા પરિચિત કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરો: 1930, અને તમે cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. સાયબર છેતરપિંડીના કિસ્સામાં સહેજે પણ વિલંબ કરશો નહીં. સાયબર ગુનાની જાણ જેટલી ઝડપથી થાય તો, ઉકેલ આવવાની શક્યતા પણ એટલી જ વધી જાય છે. તેથી, તમારા ઘરમાં સ્માર્ટ ટીવી રાખો, પરંતુ તેનો ઉપયોગ સમજદારીથી કરો, કારણ કે ડિજિટલ દુનિયામાં, તમારી સલામતી તમારી જાગૃતિ ઉપર આધારિત છે.

ટેકનોલોજી આપણા જીવનમાં અવનવુ પરિવર્તન લાવે છે. તો બીજી બાજુ જોખમ પણ વધારે છે. ટેકનોલોજીને લગતા, અવનવા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.