SkinBug: લો બોલો હવે Software કહેશે કે તમારી ત્વચા માટે કઇ પ્રોડક્ટ સારી છે!

|

Jan 05, 2021 | 3:34 PM

બજારમાં સ્કીનને લગતી ઘણી બધી પ્રોડક્ટ્સ મળી રહે છે પણ કઇ પ્રોડક્ટ ત્વચા પર કઇ રીતે કામ કરશે અને ત્વચા માટે સારી છે કે ખરાબ તે જાણવુ મુશ્કેલ હોય છે, વસ્તુને ખરીદતી વખતે આપણે આ બધુ જાણી નથી શક્તા જાણવા માટે આપણે પ્રોડ્ક્ટને લેબોરેટરીમાં મોકલવુ પડે છે જેમાં 2 થી 3 અઠવાડિયાનો સમય લાગી જાય […]

SkinBug: લો બોલો હવે Software કહેશે કે તમારી ત્વચા માટે કઇ પ્રોડક્ટ સારી છે!

Follow us on

બજારમાં સ્કીનને લગતી ઘણી બધી પ્રોડક્ટ્સ મળી રહે છે પણ કઇ પ્રોડક્ટ ત્વચા પર કઇ રીતે કામ કરશે અને ત્વચા માટે સારી છે કે ખરાબ તે જાણવુ મુશ્કેલ હોય છે, વસ્તુને ખરીદતી વખતે આપણે આ બધુ જાણી નથી શક્તા જાણવા માટે આપણે પ્રોડ્ક્ટને લેબોરેટરીમાં મોકલવુ પડે છે જેમાં 2 થી 3 અઠવાડિયાનો સમય લાગી જાય છે, પરંતુ ભોપાલમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ISER)ની ટીમે એક એવુ software બનાવ્યું છે કે જેનાથી બે મિનીટમાં જ ખબર પડી જશે કે પ્રોડક્ટનું ત્વચા પર રિએક્શન કેવુ હશે

લગભગ બે મહિના સુધી કામ કર્યા બાદ આ software ને તૈયાર કરવામાં આવ્યુ છે, આ software નું નામ SkinBug છે, software નું કામ ગયા વર્ષે મે મહિનામાં પૂર્ણ થયું હતું અને તે ગયા મહિને 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ ‘આઈ-સાયન્સ’ માં પ્રકાશિત થયું છે. તે આઈ-સાયન્સની પ્રિન્ટ જર્નલના 22 જાન્યુઆરીના અંકમાં પ્રકાશિત થશે. આઇ-સાયન્સે જણાવ્યું છે કે તે વિશ્વનું પ્રથમ software છે જે સુક્ષ્મજીવાણુઓથી સંબંધિત આગાહી કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રિસર્ચ ટીમના વડા અને પ્રોફેસર ડૉ. વિનીતકુમાર શર્માએ કહ્યું કે જ્યારે પણ ત્વચા પર કોઈ ક્રીમ, તેલ, લોશન લગાવવામાં આવે છે ત્યારે ત્યાં હાજર માઇક્રો બેક્ટેરિયા તેની સાથે પ્રતિક્રિયા આપે છે. અમે વર્ષોથી આંતરડા અને માથાની ચામડી પરના સુક્ષ્મજીવાણુનો અભ્યાસ કરીએ છીએ અને દરેક અણુની તપાસ કરવામાં અમને મહિનાઓ લાગતા હોય છે ત્યારે અમને વિચાર આવ્યો કે માનવ શરીર પર જોવા મળતા તમામ પ્રકારના બેક્ટેરિયાને ડિજિટલાઇઝ કેમ નહીં કરાય. માટે અમે સ્કિનબગ software વિકસાવ્યુ, જે 90% કરતા વધારે સાચા પરિણામો આપે છે. આ software 900 પ્રકારના બેક્ટેરિયા વિશેની માહિતી આપે છે, જે લગભગ 10 લાખ 94 હજાર સુધીના સંભવિત રિએક્શન વિશે જણાવશે, આ software માં તમામ બેક્ટેરિયાની માહિતી બાઈનરી નંબરમાં રેકોર્ડ કરવામાં આવી છે. કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને જ્યારે કોઈ ઉત્પાદનનું સૂત્ર અથવા મોલેક્યુલર સંયોજન તેમાં ઉમેરવામાં આવે છે, ત્યારે software પ્રોડક્ટ કેવુ રિઝલ્ટ આપશે તેની આગાહી તમને કહે છે

Next Article