SHARE MARKET : પ્રારંભિક ઉતાર – ચઢાવ સાથે SENSEX 48,898.93 સુધી વધ્યો

|

May 14, 2021 | 10:39 AM

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આજે શેરબજાર(SHARE MARKET) તેજી સાથે ખુલ્યા પરંતુ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગની શરૂઆત કરનાર બજાર ટુકજ સમયસમાં લાલ નિશાન નીચે સરકી ગયું હતું.

SHARE MARKET : પ્રારંભિક ઉતાર - ચઢાવ સાથે SENSEX 48,898.93 સુધી વધ્યો
SHARE MARKET

Follow us on

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આજે શેરબજાર(SHARE MARKET) તેજી સાથે ખુલ્યા પરંતુ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગની શરૂઆત કરનાર બજાર ટુકજ સમયસમાં લાલ નિશાન નીચે સરકી ગયું હતું. આજે સેન્સેક્સ 208.13 પોઇન્ટ અને નિફ્ટીમાં 52.9 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા જો કે, 15 મિનિટના કારોબાર દરમિયાન બજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 176.07 પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં પણ પ્રારંભિક કારોબારમાં 65.20 પોઇન્ટનો ઘટાડો થયો હતો. બાદમાં ખરીદારી સાથે બજાર ફરી રિકવર થતું નજરે પડયું હતું.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૩3 વાગે
બજાર                  સૂચકઆંક       સ્થિતિ
સેન્સેક્સ         48,721.88       +31.08 
નિફટી            14,699.60      +3.10 

આજે પ્રારંભિક કારોબારમાં અદાણી ગ્રુપના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગેસના શેરમાં 10% અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 5 ટકાનો ઘટાડો થયો હતો. આ અગાઉના સ્તરમાં બુધવારે બજારમાં ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 471.01 પોઇન્ટ ઘટીને 48,690.80 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી 154.25 પોઇન્ટના ઘટાડા સાથે 14,696.50 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. ઇદના તહેવારને કારણે ગુરુવારે બજારો બંધ હતા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ 12 મેના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 1,260.59 કરોડના શેર ખરીદ્યા હતા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ 704.36 કરોડના શેર ખરીદ્યા હતા.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં પ્રારંભિક મજબૂતીની દેખાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

આજના પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો .
SENSEX
Open   48,898.93
High   48,898.93
Low    48,485.85

NIFTY
Open   14,749.40
High    14,749.65
Low    14,618.80

Next Article