હિટ એન્ડ રન પર આધારિત ગેમ Selmon Bhoi પર લાગ્યો પ્રતિબંધ, સલમાન અને તેમની ટીમે કરી હતી અપીલ

|

Sep 14, 2021 | 10:30 PM

આ રમત સંપૂર્ણપણે હિટ એન્ડ રન કેસ પર આધારિત છે. સલમાન ખાનના કાર્ટૂન ફોટોનો ઉપયોગ પણ આ ગેમમાં કરવામાં આવ્યો છે. આ રમતમાં ત્રણ તબક્કા છે.

હિટ એન્ડ રન પર આધારિત ગેમ Selmon Bhoi પર લાગ્યો પ્રતિબંધ, સલમાન અને તેમની ટીમે કરી હતી અપીલ
Selmon Bhai game gets banned

Follow us on

સલમાન ખાન (Salman Khan)નો હિટ એન્ડ રન કેસ તમને યાદ હશે, પરંતુ આ કેસ પર આધારિત એક ગેમ શરૂ કરવામાં આવી છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. હિટ એન્ડ રન કેસના આધારે બનેલી આ ગેમનું નામ સેલ્મોન ભોઈ છે. આ ગેમ તાજેતરમાં એપ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 

હવે આ સેલ્મોન ભોઈ ગેમ પર મુંબઈ સિવિલ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ ગેમ વિકસાવતી કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે આ ગેમ એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેને લગતી તમામ સામગ્રી કાઢી નાખવામાં આવે. આ ગેમ પ્લે સ્ટોર પર 10,000થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને પેરોડી સ્ટુડિયો, પૂણે દ્વારા બનાવવામાં આવી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સિવિલ કોર્ટના ન્યાયાધીશ કેએમ જયસ્વાલે રમતની કંપની પેરોડી સ્ટુડિયોને રમતને ફરીથી શરૂ કરવા અને સલમાન ખાનને લગતી કોઈપણ પ્રકારની સામગ્રીના નિર્માણ પર રોક લગાવી છે. ન્યાયાધીશે કંપનીને સખત શબ્દોમાં કહ્યું છે કે તે સલમાન વિશે કોઈ નિવેદન ન આપે અને પ્લે-સ્ટોર અથવા અન્ય કોઈ એપ સ્ટોર પર ખેલાડીઓને ગેમ ઉપલબ્ધ ન કરાવે. આ મામલે આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરે થશે.

 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેની કાનૂની ટીમે આ રમતને લઈને પેરોડી સ્ટુડિયો સામે કેસ દાખલ કર્યો હતો. આ રમત માટે સલમાન ખાન કે તેના પરિવાર પાસેથી પરવાનગી પણ લેવામાં આવી ન હતી. આ બાબતે ગૂગલ એલએલસી અને ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સામે કેસ પણ થયો છે.

 

આ રમત સંપૂર્ણપણે હિટ એન્ડ રન કેસ પર આધારિત છે. સલમાન ખાનના કાર્ટૂન ફોટોનો ઉપયોગ પણ આ ગેમમાં કરવામાં આવ્યો છે. આ રમતમાં ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કામાં સેલ્મોન ભોઈ પાર્ક જેવી જગ્યાએ હરણ અને માનવ જેવા કેરેક્ટર પર ગાડી ચઢાવી દે છે.

 

આ પણ વાંચો – Crime: પ્રેમિકાની મુલાકત સાબિત થઈ જીવલેણ, છોકરીના માતા-પિતાએ 18 વર્ષના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

 

આ પણ વાંચો – Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં

 

આ પણ વાંચો – Lasith Malinga: શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી, વિશ્વકપ ટીમમાં નહોતો કરાયો સામેલ

Next Article