પાવર ઓફ અને રીસ્ટાર્ટ વચ્ચે શું છે અસલી તફાવત? જાણો કઈ ભૂલ તમારા ફોનની બેટરી અને પરફોર્મન્સને પહોંચાડી શકે છે નુકસાન!

ઘણા લોકો માને છે કે ફોનને સ્વિચ ઓફ કરવાથી તે વધુ સારી રીતે સાફ થાય છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે. કઈ પરિસ્થિતિમાં ફોનને માત્ર રીસ્ટાર્ટ કરવો જોઈએ અને ક્યારે પાવર ઓફ કરવો અનિવાર્ય છે, તે જાણવા વાંચો આ ખાસ રિપોર્ટ.

પાવર ઓફ અને રીસ્ટાર્ટ વચ્ચે શું છે અસલી તફાવત? જાણો કઈ ભૂલ તમારા ફોનની બેટરી અને પરફોર્મન્સને પહોંચાડી શકે છે નુકસાન!
Image Credit source: AI
| Updated on: May 10, 2026 | 5:43 PM

મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ જ્યારે ફોન હેંગ થાય ત્યારે તેને બંધ કરીને ચાલુ કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોબાઈલ કંપનીઓ ‘પાવર ઓફ’ અને ‘રીસ્ટાર્ટ’ એમ બે અલગ વિકલ્પો કેમ આપે છે? જો બંનેનું કામ ફોનને બંધ કરવાનું જ હોય તો એક જ ઓપ્શન કેમ નથી હોતો? આ પાછળ એક ખાસ તકનીકી લોજિક છુપાયેલું છે.

તકનીકી તફાવત અને બેટરીનો વપરાશ

તકનીકી દ્રષ્ટિએ જોઈએ તો પાવર ઓફ અને રીસ્ટાર્ટ બંને પ્રક્રિયામાં ફોનની તમામ બેકગ્રાઉન્ડ પ્રોસેસ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જોકે, મુખ્ય તફાવત બેટરી અને સમયનો છે. જ્યારે તમે ફોનને ‘પાવર ઓફ’ કરીને ફરીથી મેન્યુઅલી ચાલુ કરો છો, ત્યારે ફોનનું હાર્ડવેર અને સોફ્ટવેર શૂન્યથી શરૂ થાય છે, જેમાં બેટરીનો વપરાશ વધુ થાય છે. બીજી તરફ, ‘રીસ્ટાર્ટ’ પ્રોસેસ ઝડપી છે અને તે ફોનની સ્મૂધ પરફોર્મન્સ માટે પૂરતી છે.

કયો વિકલ્પ ક્યારે પસંદ કરવો?

  • રીસ્ટાર્ટ ક્યારે કરવું: જો તમારો ફોન લેગ (ધીમો) થતો હોય, એપ્લિકેશન ક્રેશ થતી હોય અથવા નાની-મોટી સોફ્ટવેર સમસ્યા હોય, તો રીસ્ટાર્ટ કરવું શ્રેષ્ઠ છે. તે ઓછો સમય લે છે અને ફોનને ફરીથી તાજગી આપે છે. નિષ્ણાતોના મતે ફોનની લાંબી ઉંમર માટે અઠવાડિયામાં એકવાર રીસ્ટાર્ટ કરવું પૂરતું છે.
  • પાવર ઓફ ક્યારે કરવું: આ વિકલ્પનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે ફોન અતિશય ગરમ થઈ ગયો હોય. રીસ્ટાર્ટ કરવાથી પ્રોસેસ તરત ફરી શરૂ થઈ જાય છે, જેનાથી ફોનને ઠંડો થવાનો સમય મળતો નથી. આ સિવાય જો તમારે ફોન રિપેર કરાવવો હોય અથવા બેટરી બદલવી હોય, ત્યારે પાવર ઓફ કરવો અનિવાર્ય છે. જો તમે ફોન 8 કલાકથી વધુ સમય માટે વાપરવાના ન હોવ, તો તેને સ્વિચ ઓફ કરવો હિતાવહ છે.

ડીપ ક્લીનિંગની માન્યતા

લોકોમાં એવી માન્યતા છે કે પાવર ઓફ કરવાથી ફોન વધુ સારી રીતે ‘ક્લીન’ થાય છે, પરંતુ હકીકતમાં રીસ્ટાર્ટ અને પાવર ઓફ બંને મેમરીને સમાન રીતે સાફ કરે છે. પાવર ઓફ કરવાથી માત્ર હાર્ડવેરને સંપૂર્ણ આરામ મળે છે.

આમ, જો તમારો ફોન સામાન્ય રીતે હેંગ થતો હોય તો માત્ર રીસ્ટાર્ટ જ કરો, કારણ કે વારંવાર પાવર ઓફ કરીને ઓન કરવાથી બેટરી પર વધુ દબાણ આવે છે.

કી-લેસ એન્ટ્રી બની શકે છે માથાનો દુખાવો: જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નુસખા પાછળનું ચોંકાવનારું કારણ!

Follow Us