AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કી-લેસ એન્ટ્રી બની શકે છે માથાનો દુખાવો: જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નુસખા પાછળનું ચોંકાવનારું કારણ!

આધુનિક કારોમાં આવતું 'કી-લેસ એન્ટ્રી' ફીચર ચોરો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. કોઈપણ કાચ તોડ્યા વગર ચોરો ડિજિટલ રીતે કાર ચોરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં રસોડામાં વપરાતું એલ્યુમિનિયમ ફોઇલ કેવી રીતે સુરક્ષા કવચ બની શકે છે અને શું છે તેની પાછળનું વિજ્ઞાન, જાણો વિગતે.

કી-લેસ એન્ટ્રી બની શકે છે માથાનો દુખાવો: જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નુસખા પાછળનું ચોંકાવનારું કારણ!
Image Credit source: AI
| Updated on: May 10, 2026 | 2:34 PM
Share

આજના સમયમાં મોટાભાગની ગાડીઓ ‘કી-લેસ એન્ટ્રી’ ફીચર સાથે આવે છે. આ ફીચર આરામદાયક તો છે જ, પરંતુ તે ચોરોને ગાડી ચોરવાની તક પણ આપે છે. અમેરિકા જેવા દેશોમાં કાર ચોરી પાછળ આ ફીચર મુખ્ય કારણ બન્યું છે. હવે ચોરો કાચ તોડવા કે લોક ખોલવા જેવી જૂની પદ્ધતિઓ નથી અપનાવતા, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે ગાડી ઉઠાવી જાય છે.

ચોરીની ડિજિટલ રીત: ‘રિલે એટેક’

કી-લેસ કાર વાયરલેસ સિગ્નલ દ્વારા ચાવી સાથે જોડાયેલી હોય છે. જ્યારે તમે ચાવી લઈને કારની નજીક જાઓ છો, ત્યારે કાર સિગ્નલ ઓળખીને આપોઆપ અનલોક થઈ જાય છે. ચોરો આ જ સિગ્નલનો ફાયદો ઉઠાવે છે. તેઓ એક ડિજિટલ ડિવાઈસની મદદથી ‘રિલે એટેક’ કરે છે, જેના દ્વારા તમારી ચાવીના સિગ્નલને પકડીને કાર સુધી પહોંચાડવામાં આવે છે. આનાથી કારની સિસ્ટમને લાગે છે કે ચાવી નજીક જ છે અને તે તરત ખુલી જાય છે.

એલ્યુમિનિયમ ફોઇલ કેવી રીતે મદદરૂપ થાય છે?

રિપોર્ટ અનુસાર, આ ચોરીથી બચવા માટે ‘ફેરાડે કેજ’ (Faraday cage) ના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ એક એવી ધાતુ છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સને બ્લોક કરી દે છે. જો તમે તમારી કારની ચાવીને ફોઇલ પેપરમાં બરાબર લપેટી લો, તો તે સિગ્નલને બહાર જતા અટકાવે છે. આનાથી ચોરો ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તમારી ચાવીનું સિગ્નલ કેપ્ચર કરી શકતા નથી. તમે પોતે પણ ચાબીને ફોઇલમાં લપેટી કાર પાસે જઈને આ ટેસ્ટ કરી શકો છો.

કારને સુરક્ષિત રાખવાના અન્ય ઉપાયો

માત્ર ફોઇલ પેપર જ નહીં, અન્ય કેટલીક બાબતોનું ધ્યાન રાખીને પણ તમે તમારી ગાડી બચાવી શકો છો:

  • ચાવી ક્યાં રાખવી: ગાડીની ચાવીને ક્યારેય ઘરના મુખ્ય દરવાજાની નજીક ન રાખો, તેને ટેબલના ખાનામાં કે ઘરની અંદરના ભાગે રાખો જેથી સિગ્નલ બહાર સુધી ન પહોંચે.
  • સિગ્નલ બ્લોકિંગ પાઉચ: બજારમાં હવે ખાસ પ્રકારના સિગ્નલ બ્લોકિંગ પાઉચ મળે છે, જે ફોઇલ પેપર કરતા વધુ ટકાવ અને અસરકારક હોય છે.
  • નવી ટેકનોલોજી: નવી કારોમાં મોશન સેન્સરવાળી ચાવીઓ આવી રહી છે જે હલનચલન ન થવા પર સિગ્નલ બંધ કરી દે છે.

તમારી જાગૃતિ અને સુરક્ષાના આધુનિક નુસખા જ તમારી કિંમતી ગાડીને ચોરોથી બચાવી શકે છે.

Breaking News : કોન્ટ્રવર્સી વચ્ચે નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">