Reliance Jio Offer : દરરોજ 10 લાખ રૂપિયા જીતવાની તક, જલ્દી કરો, આટલા દિવસો જ બાકી છે, જુઓ ઓફર

|

Sep 07, 2022 | 4:15 PM

Reliance Jio Offer : વપરાશકર્તાઓ માટે સસ્તા પ્લાન હટાવ્યા બાદ હવે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો એક શાનદાર ઑફર લઈને આવ્યું છે. આ ઓફર સાથે, કંપની દરરોજ 10 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે. જુઓ શું ઓફર પર છે.

Reliance Jio Offer : દરરોજ 10 લાખ રૂપિયા જીતવાની તક, જલ્દી કરો, આટલા દિવસો જ બાકી છે, જુઓ ઓફર
Reliance Jio Offer

Follow us on

Reliance Jio Offer : ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) તેના યૂઝર્સને ઓછી કિંમતમાં સારા લાભો સાથેના પ્લાન ઓફર કરે છે, પરંતુ હવે કંપની તેના યૂઝર્સને દરરોજ 10 લાખ રૂપિયા જીતવાની તક પણ આપી રહી છે. જી હા, તમે બરાબર વાંચ્યું, તમે દરરોજ 10 લાખ રૂપિયા કમાઈ શકો છો, પરંતુ આ માટે તમારે શું કરવું પડશે? હવે તમારા મનમાં પણ આ જ સવાલ ઉઠતો હશે, તો ચાલો તમને આ Jio ઑફર સંબંધિત સંપૂર્ણ વિગતો જણાવીએ.

Jio ઑફર 10 લાખ: ઑફરની વિગતો જુઓ

રૂ. 10 લાખ જીતવા અને આ ઓફરનો લાભ લેવા માટે, યુઝર્સે રૂ. 299 કે તેથી વધુનો પ્રીપેડ પ્લાન પસંદ કરીને રિચાર્જ કરવું પડશે. અહીં એક વાત નોંધનીય છે કે આ ઑફર તમિલનાડુ સર્કલ માટે નથી, તેનો અર્થ એ છે કે આ ઑફર અન્ય તમામ સર્કલમાં રહેતા વપરાશકર્તાઓ માટે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Jio 10 લાખની ઑફર ક્યાં સુધી

તમને જણાવી દઈએ કે આ ઓફર 6 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 11 સપ્ટેમ્બર સુધી લાઈવ રહેશે. રિલાયન્સ જિયોના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ ઑફર વિશે જાણકારી આપવામાં આવી છે.

5 સપ્ટેમ્બરે, કંપનીએ તેના 6 વર્ષ પૂરા કર્યા છે, તમને જણાવી દઈએ કે Jioની આ લેટેસ્ટ ઓફર લાઈવ છે અને યુઝર્સ રિચાર્જ કરીને જીતી શકે છે.

નોંધઃ અહીં એક વાત જે અમે તમારા લોકોની જાણકારી માટે જણાવવા માંગીએ છીએ તે એ છે કે રિલાયન્સ જિયોએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આ ઑફરના નિયમો અને શરતો વિશે વધુ માહિતી આપી નથી.

Published On - 4:15 pm, Wed, 7 September 22

Next Article