
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સરળ ઉપલબબદ્ધતા સાથે લોકો હવે રોજિંદાજીવનમાં મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ખાસ કરીને UPIની સુવિધાએ પેમેન પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવી છે.
UPI દ્વારા બેંક અકાઉન્ટમાંથી સીધા જ પેમેન્ટ કરવાની સુવિધા મળતા લોકો માટે રોકડ પૈસા રાખવાની જરૂરિયાત ઘટી રહી છે. દુકાનો, રેસ્ટોરન્ટ, મોલ અને જાહેર પરિવહન જેવી જગ્યાઓ પર હવે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું સામાન્ય બાબત બની ગયું છે.
ડિજિટલ પેમેન્ટ નો લાભ માત્ર ગ્રાહકો ને જ નહીં પરંતુ નાના વેપારીઓ ને પણ થયો છે. હવે તેઓ સરળતાથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકે છે, જેના કારણે વ્યવહારો પારદર્શક બને છે અને નાણાંની ગણતરી પણ સરળ બની જાય છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધતા સાયબર સુરક્ષાની જાગૃતિ પણ જરૂરી બની છે. વપરાશકર્તાઓએ પોતાની બેંકિંગ, OTP અને પાસવર્ડ જેવી વિગતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ.
એક રીતે જોવામાં આવે તો ડિજિટલ પેમેન્ટ અને UPIનો વધતો ઉપયોગ લોકોની જીવનશૈલીમાં મોત ફેરફારો લાવી રહ્યો છે. ઝડપી અને સરળ વ્યવહારો ને કારણે હવે સમાજ ધીમે ધીમે કેશલેસ વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યો છે.
મોંઘવારીએ માઝા મુક્તા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયુ, શાકભાજી સહિતની વસ્તુઓ મોંઘી થતા લોકોની હાલત કફોડી વધુ જાણવા માટે અહી ક્લિક કરો.
Published On - 6:32 pm, Sat, 7 March 26