ટેલિકોમ કંપનીઓને સરકાર તરફથી મળી શકે છે રાહત, કેબિનેટ મીટિંગમાં મોટી જાહેરાતની સંભાવના

|

Sep 15, 2021 | 9:55 AM

સ્પેક્ટ્રમ મુક્તિ અને બેંક ગેરંટી ઘટાડવા અંગે પણ નિર્ણય લઈ શકાય છે. તેમજ, AGR કેસમાં પણ છૂટછાટની શક્યતા છે. હવે જોવાનું એ છે કે સરકાર ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓને કેવી રીતે મદદ કરી શકે છે.

ટેલિકોમ કંપનીઓને સરકાર તરફથી મળી શકે છે રાહત, કેબિનેટ મીટિંગમાં મોટી જાહેરાતની સંભાવના
Government may consider telecom relief package today

Follow us on

ટેલિકોમ ક્ષેત્ર અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે સરકાર આ ક્ષેત્રને કટોકટીમાંથી ઉપાડવા માટે કેટલાક પગલાં લઈ શકે છે. ખરેખર, કેબિનેટની મહત્વની બેઠક બુધવારે એટલે કે આજે યોજાવા જઈ રહી છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને રાહત આપવા માટે રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે અને સ્પેક્ટ્રમ પેમેન્ટ અંગે પણ મહત્વના નિર્ણયો લઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે જો સરકાર સ્પેક્ટ્રમ ચુકવણીના સમય પર રોક લગાવે છે, તો તેનાથી ટેલિકોમ કંપનીઓને ઘણો ફાયદો થઈ શકે છે. આ સાથે, તે કંપનીઓને વધુ લાભ મળશે અથવા થોડા દિવસો માટે રાહત મળશે, જેણે પાછલા લેણાં ચૂકવવા પડશે. ખરેખર, એવી ઘણી કંપનીઓ છે જેની પાસે હજારો કરોડ રૂપિયા બાકી છે અને કંપનીઓએ તેના માટે ચૂકવણી કરવી પડશે.

શું સરકાર કરી શકે છે મોટી જાહેરાત?

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

અહેવાલ અનુસાર, સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર રાહત પેકેજમાં કર ચુકવણીમાં ઘટાડો પણ શામેલ હોઈ શકે છે. ટેલિકોમ ક્ષેત્રને સ્પેક્ટ્રમ માટે હપ્તા ચુકવણીમાં એક વર્ષ મોરેટોરિયમ એટલે કે સ્થગિતતાની સુવિધા આપી શકાય છે. ઉપરાંત, જે ટેલિકોમ કંપનીઓએ એપ્રિલ 2022 સુધી સ્પેક્ટ્રમ ફી ચૂકવવાની હતી, કેન્દ્ર સરકારે આ માટે ટેલિકોમ કંપનીઓ સાથે સતત વાટાઘાટ કરી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે તેમના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

આ સિવાય સ્પેક્ટ્રમ મુક્તિ અને બેંક ગેરંટી ઘટાડવા અંગે પણ નિર્ણય લઈ શકાય છે. તેમજ, AGR કેસમાં પણ છૂટછાટની શક્યતા છે. હવે જોવાનું એ છે કે સરકાર ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓને કેવી રીતે મદદ કરી શકે છે.

વોડાફોન આઈડિયા કંપની યુકેની ટેલિકોમ્યુનિકેશન કંપનીની ભારતીય શાખા વોડાફોન ઈન્ડિયા અને બિરલાની ટેલિકોમ્યુનિકેશન કંપની આઈડિયા સેલ્યુલર લિમિટેડના મર્જરથી અસ્તિત્વમાં આવી. કંપનીના વિવિધ વૈધાનિક કામો માટે સરકારને 50,400 કરોડ રૂપિયા આપવાના બાકી છે. વોડાફોન આઈડિયા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

આ પણ વાંચો –

IPL 2021: ધોનીની ટીમને પ્રથમ મેચને લઇ જ સામે આવ્યુ સંકટ, ફાફ ડુ પ્લેસિસ નહી રમી શકે, ઓપનીંગ માટે મોટો સવાલ

આ પણ વાંચો –

Bhavnagar: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ, NDRFની ટીમ સ્ટેન્ડબાય

આ પણ વાંચો –

Astrology: આ 5 રાશિના લોકોને કઈ વિશેષ જ પ્રેમ હોય છે બાળકો પર, વાંચો કઈ રાશિનાં લોકોનો સમાવેશ થાય છે

Next Article