Jack Maને લઇ 2019ની ભવિષ્યવાણી, ” જેલમાં જશે અથવા તો મરી જશે”

|

Jan 05, 2021 | 2:19 PM

ચીનની સરકારની આલોચના કર્યા બાદ સરકારની નજરે ચઢેલા અલીબાબા કંપનીના માલિક Jack Ma બે મહિનાથી કોઇ સામાજીક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા , બે મહિનાથી તેઓ ગાયબ મોડ પર છે જેને લઇને લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે હવે તેમને લઇને એક જૂની આગાહી વાયરલ થઇ રહી છે અલીબાબાના સ્થાપક Jack Ma વિશે ચીનના અબજપતિ દ્વારા […]

Jack Maને લઇ 2019ની ભવિષ્યવાણી,  જેલમાં જશે અથવા તો મરી જશે

Follow us on

ચીનની સરકારની આલોચના કર્યા બાદ સરકારની નજરે ચઢેલા અલીબાબા કંપનીના માલિક Jack Ma બે મહિનાથી કોઇ સામાજીક કાર્યક્રમમાં જોવા નથી મળ્યા , બે મહિનાથી તેઓ ગાયબ મોડ પર છે જેને લઇને લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે હવે તેમને લઇને એક જૂની આગાહી વાયરલ થઇ રહી છે

અલીબાબાના સ્થાપક Jack Ma વિશે ચીનના અબજપતિ દ્વારા વર્ષ 2019 માં આગાહી કરવામાં આવી હતી. ગુઓ વેન્ગુઇ 2014 માં ભાગેડુ તરીકે ચાઇનાથી ભાગી ગયો હતો અને ઓગસ્ટ 2019 માં એવી આગાહી કરી હતી કે જેક માને ક્યાં તો જેલમાં મોકલી દેવામાં આવશે અથવા તેનો અંત લાવી દેવામાં આવશે. આવી આગાહીનું કારણ એ હતું કે વેન્ગુઇ માને છે કે ચીની સરકાર આંટ ગ્રૃપને “પાછી ખેંચી લેવાની” ઇચ્છા રાખે છે. તે સમયે આ આગાહી બેમતલબની લાગી રહી હતી, પરંતુ તાજેતરની ઘટનાઓને જોતા આ ભવિષ્યવાણી ક્યાંક સંબંધ ધરાવતી લાગે છે, રિપોર્ટ પ્રમાણે Jack Ma એક આફ્રિકન ટીવી શૉ માં દેખાવાના હતા જ્યાંથી અચાનક જ તેમનુ નામ ગેસ્ટ લિસ્ટમાંથી હટી ગયુ અને તેમની બદલે અલીબાબાના એક અધિકારીને આ શૉ માં બોલાવવામાં આવ્યા, પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ચાલી રહેલા વિરોધાભાસને કારણે હવે Jack Ma, Africa’s Business Heroes માં નહી જોવા મળે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વ હેઠળ ચીન તેના ટીકાકરો સાથે નિર્દયી રહ્યું છે અને અસંખ્ય ટીકાકારોની ધરપકડ કરી છે, માર્ચમાં એક મિલકત ઉદ્યોગપતિએ શી જિનપિંગની કોરોના સામેની નીતીને લઇને તેમને ‘clown’ કહ્યુ હતુ તે બાદથી જ આ
ઉદ્યોગપતિ અચાનક જ ગાયબ થઇ ગયા હતા, Ren Zhiqiang નામના અબજપતિ ફાયનાંસરને 18 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, તેમણે ભ્રષ્ટાચારના વિવિધ ગુનાઓમાં સ્વૈચ્છિક કબૂલાત કરી હતી ત્યારબાદ 2017 માં Ren Zhiqiang ની હોંગકોંગની એક હોટલમાંથી ધરપકડ કરી મેઇનલેન્ડ લઈ જવામાં આવ્યો હતો.

Published On - 2:19 pm, Tue, 5 January 21

Next Article