PhonePe યુઝર્સ માટે મહત્વપૂર્ણ સૂચના, એક ભૂલ અને લાગી શકે છે ₹100 ચાર્જ
PhonePeએ તેના વોલેટ માટે એક નવી નીતિ લાગુ કરી છે. જો તમે 365 દિવસ સુધી તમારા PhonePe વોલેટનો ઉપયોગ કરીને કોઈ નાણાકીય વ્યવહારો નહીં કરો, તો ₹100 સુધીનો નિષ્ક્રિયતા જાળવણી ફી વસૂલવામાં આવી શકે છે.

જો તમે PhonePeનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે. કંપનીએ તેની વોલેટ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક યુઝર્સને ₹100 સુધીની જાળવણી ફી ચૂકવવી પડી શકે છે. જોકે, આ નિયમ તમામ ગ્રાહકો માટે લાગુ પડતો નથી.
નવી નીતિ અનુસાર, જો કોઈ યુઝર સતત 365 દિવસ સુધી PhonePe Walletમાં કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરે, તો તે વોલેટને ‘Inactive’ એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવશે. આવી સ્થિતિમાં કંપની દ્વારા ₹100 સુધીની Inactivity Maintenance Fee વસૂલવામાં આવી શકે છે.
આ માહિતી સામે આવતા સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ હતી. જાણીતા ટિપસ્ટર અભિષેક યાદવે X (અગાઉ Twitter) પર આ અંગે માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઘણા યુઝર્સ PhonePe Walletનો ઉપયોગ કરતા નથી અને સીધા UPI મારફતે પોતાના બેંક ખાતામાંથી જ ચૂકવણી કરવાનું પસંદ કરે છે.
મહત્વની વાત એ છે કે માત્ર PhonePe એપ ખોલવાથી અથવા UPI દ્વારા પેમેન્ટ કરવાથી Wallet Active ગણાશે નહીં. વોલેટ સક્રિય રાખવા માટે Wallet સંબંધિત કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી રહેશે. જો એક વર્ષ સુધી આવી કોઈ પ્રવૃત્તિ ન થાય, તો જ આ ફી લાગુ પડશે.
⚠️ Seriously, what is this, PhonePe?
PhonePe has started warning users that inactive wallets will be charged ₹100 every quarter after 12 months of inactivity.
Most people don’t even use PhonePe Wallet. They use UPI directly from their bank account and may not even know a… pic.twitter.com/SZHFcgASng
— Abhishek Yadav (@yabhishekhd) June 17, 2026
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ફી કાપવામાં આવે તે પહેલાં યુઝર્સને 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. જો Walletમાં પૂરતું બેલેન્સ ઉપલબ્ધ હશે, તો ₹100 સીધા જ કાપી લેવામાં આવશે. જો Walletમાં ₹100 કરતાં ઓછું બેલેન્સ હશે, તો ઉપલબ્ધ રકમ જ કાપવામાં આવશે અને Walletનું બેલેન્સ શૂન્ય થઈ જશે. કંપની Walletને નેગેટિવ બેલેન્સમાં નહીં લઈ જાય.
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં આવી ફી નવી બાબત નથી. અગાઉ MobiKwik સહિત અન્ય કેટલીક કંપનીઓ પણ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા વોલેટ્સ પર મેન્ટેનન્સ અથવા ઇનએક્ટિવિટી ચાર્જ લાગુ કરી ચૂકી છે.
તેથી જો તમે PhonePe Walletનો ઉપયોગ કરો છો, તો સમયાંતરે Wallet મારફતે કોઈ નાનું ટ્રાન્ઝેક્શન કરીને તેને સક્રિય રાખવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને અનાવશ્યક ચાર્જથી બચી શકાય છે.
PAN Cardમાં ખરાબ કે જૂનો થઈ ગયેલો ફોટો કઈ રીતે બદલાવવો? જાણો પ્રોસેસ
