વોટ્સએપ લાવ્યું વધુ એક જોરદાર ફિચર, આ રીતે શોધી શકશો મેસેજ

|

Dec 02, 2022 | 4:58 PM

આ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને યુઝર્સને ઓછા સમયમાં જૂના મેસેજ શોધવામાં મદદ કરશે. જણાવી દઈએ કે કંપનીએ તાજેતરમાં જ મેસેજ યોરસેલ્ફ ફીચર પણ બહાર પાડ્યું છે.

વોટ્સએપ લાવ્યું વધુ એક જોરદાર ફિચર, આ રીતે શોધી શકશો મેસેજ
WhatsApp
Image Credit source: Google

Follow us on

મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે જૂના સંદેશાઓ તારીખ પ્રમાણે જોવા માટે “સર્ચ ફોર મેસેજ બાય ડેટ” નવું ફીચર બહાર પાડ્યું છે. વોટ્સએપ છેલ્લા બે વર્ષથી આ ફીચર પર કામ કરી રહ્યું હતું અને આખરે આ ફીચર બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને યુઝર્સને ઓછા સમયમાં જૂના મેસેજ શોધવામાં મદદ કરશે. જણાવી દઈએ કે કંપનીએ તાજેતરમાં જ મેસેજ યોરસેલ્ફ ફીચર પણ બહાર પાડ્યું છે.

સર્ચ ફોર મેસેજ બાય ડેટ ફીચરનો ફાયદો શું છે?

જોકે, કંપનીએ હાલમાં આ ફીચર iOS બીટા યુઝર્સ માટે બહાર પાડ્યું છે. આ ફીચરમાં ચેટમાં મેસેજ શોધવાનું સરળ બની ગયું છે. યૂઝર્સ એપ પર તારીખ પ્રમાણે જૂના મેસેજ જોઈ શકે છે. એટલે કે યુઝર્સને આખી ચેટ સર્ચ કરવાની જરૂર નહીં પડે. યૂઝર્સ સીધી તારીખ દાખલ કરીને પણ મેસેજ સર્ચ કરી શકશે.

તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?

યુઝર્સને આ ફીચરમાં સર્ચ સેક્શનમાં એક નવું કેલેન્ડર આઈકોન મળશે, આ આઈકન પર ટેપ કરવાથી યુઝર્સ તારીખ પ્રમાણે મેસેજ જોઈ શકશે. આ ફીચર્સ એવા યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ લાંબી ચેટ હિસ્ટ્રીથી પરેશાન છે. આ ફીચર ગ્રુપ ચેટ હિસ્ટ્રી જોવામાં પણ મદદ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેસેજ યોરસેલ્ફ ફીચર

મેસેજ યોરસેલ્ફ ફીચર મલ્ટી ડિવાઇસ સપોર્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. વોટ્સએપના આ નવા ફીચરની મદદથી તમે ટુ-ડુ લિસ્ટ, શોપિંગ લિસ્ટ, નોટ્સ વગેરે રાખી શકો છો. મહત્વની નોંધો, રીમાઇન્ડર્સ અને અપડેટ્સને યાદ રાખવા માટે પણ વાપરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો વોટ્સએપનું નવું ફીચર ખુદને જ મેસેજ કરવાની સુવિધા આપે છે.

આવા જ એક અન્ય વોટ્સએપ ફીચરનું લાંબા સમયથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, જે આખરે વોટ્સએપ પરથી રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. વોટ્સએપના નવા ફીચરથી કોઈપણને ફોટો, વીડિયો અને GIF મોકલવું હવે વધુ મજેદાર બનશે. WhatsApp ના નવા ફીચરમાં ફોટો, વીડિયો અને GIF મોકલતા પહેલા કેપ્શન એટલે કે ટેક્સ્ટ એડ કરી શકાય છે.

Next Article