Tech Tips: તમારો સ્માર્ટફોન નથી બતાવતો સાંચુ Google લોકેશન તો જાણો કેવી રીતે મિનિટોમાં દૂર કરવી આ સમસ્યા

|

Jun 01, 2022 | 8:36 AM

ઘણી વખત ગૂગલ મેપ્સ પર યુઝર્સની સાચી લોકેશન ઉપલબ્ધ હોતી નથી. આ કારણે યુઝર્સની સાથે એ લોકો પણ પરેશાન છે જેમને યુઝર્સ પોતાનું લોકેશન મોકલે છે. તેથી, અહીં જણાવેલ સ્ટેપ્સને અનુસરીને, તમે ગૂગલ મેપ્સ (Google Maps) પર તમારું લોકેશન ઠીક કરી શકો છો.

Tech Tips: તમારો સ્માર્ટફોન નથી બતાવતો સાંચુ Google લોકેશન તો જાણો કેવી રીતે મિનિટોમાં દૂર કરવી આ સમસ્યા
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ગૂગલ (Google) મેપ્સએ વેબ મેપિંગ સેવા એપ્લિકેશન છે જેનો ઉપયોગ લોકેશન (Google Map)પર જવા માટે થાય છે. સાથે જ યુઝર્સ પણ આ એપનો ઉપયોગ પોતાનું લોકેશન જણાવવા માટે કરે છે. જો તમારે ક્યાંક જવું હોય અથવા કોઈ તમારા સુધી પહોંચવા માંગે છે, તો તેના માટે તમારું ચોક્કસ લોકેશન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત ગૂગલ મેપ્સ પર યુઝર્સની સાચી લોકેશન ઉપલબ્ધ હોતી નથી. આ કારણે યુઝર્સની સાથે એ લોકો પણ પરેશાન છે જેમને યુઝર્સ પોતાનું લોકેશન મોકલે છે. તેથી, અહીં જણાવેલ સ્ટેપ્સને અનુસરીને, તમે Google Maps પર તમારું લોકેશન ઠીક કરી શકો છો.

આ રીતે કરો પોતાનું લોકેશન ઠીક

જો તમારું ચોક્કસ લોકેશન નથી આવતું, તો પહેલા તમારે તમારા ડિવાઇસનું લોકેશન શોધવાનું રહેશે.
તમે તમારા Android ફોન અથવા ટેબ્લેટ પર Google Maps એપ્લિકેશન ખોલો.
નકશા પર વાદળી બિંદુ તમારું સ્થાન બતાવે છે. જો વાદળી બિંદુ અહીં દેખાતું નથી, તો નીચે જમણી બાજુએ તમારું લોકેશન જાણવા માટે My Location પર ટેપ કરો.

મેપ્સ પરથી વર્તમાન લોકેશન શોધો

GPS-મેપ્સ 20 મીટરની ત્રિજ્યામાં તમારું સ્થાન જાણવા માટે સૈટેલાઈટ્સનો ઉપયોગ કરે છે. જ્યારે તમે અંડરગ્રાઉન્ડ અથવા બિલ્ડિંગની અંદર હોવ ત્યારે, કેટલીકવાર GPS તમારા સ્થાન વિશે ચોક્કસ માહિતી આપતું નથી.
Wi-Fi- તમારી આસપાસ ઉપલબ્ધ Wi-Fi નેટવર્ક્સ પણ તમારું સ્થાન શોધવામાં મદદ કરે છે.
મોબાઈલ ટાવર- મોબાઈલ ડેટા ચાલુ હોય ત્યારે તમારું લોકેશન પણ જાણી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લોકેશન એક્યૂરેસીને આ રીતે સુધારો

Wi-Fi ચાલુ કરીને – ફોનની સેટિંગ્સ એપ્લિકેશન પર જાઓ અને Wi-Fi ચાલુ કરો.
તમારા Android ફોન અથવા ટેબ્લેટને રિસ્ટાર્ટ કરો.
ફોનથી આઠ બનાવવું- તમારો ફોન હાથમાં લો અને આઠનો આંકડો બનાવો. આ તમારા કંપાસને ઠીક કરશે.

હાઈ એક્યૂરેસી મોડને ઓન કરો

તમારા ટેબ્લેટ અથવા Android ફોન પર સેટિંગ્સ એપ્લિકેશન ખોલો.
Location પર ટેપ કરો.
સૌથી ઉપર જઈ લોકેશનને ઓન કરો.
મોડ પર ટેપ કરી હાઈ એક્યૂરેસી પર ટેપ કરો.

બ્લુ ડોટથી જાણી શકાય છે લોકેશન

જ્યારે Google Maps તમારું ચોક્કસ સ્થાન શોધે છે, ત્યારે તે તેને વાદળી બિંદુથી બતાવે છે. જો તમારું ચોક્કસ સ્થાન ત્યાં ન હોય, તો વાદળી બિંદુની આસપાસ આછા વાદળી રંગનું વર્તુળ દેખાય છે. તમારું લોકેશન આ વર્તુળની અંદર રહે છે. જો યોગ્ય લોકેશન ત્યાં ન હોય, તો વાદળી બિંદુ દેખાશે નહીં અથવા આ બિંદુ ગ્રે રંગનો હશે. તેથી સ્થાનને ઠીક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Next Article