Tech Master: KB, MB, GB & TB શું છે ? જાણો PB, EB અને Byte વિશે
KB,MB અને GB નું પૂરું નામ તો કદાચ બધા જાણતા જ હશે પરંતુ શું તમે PB,EB તથા ZB, YB નું પુરૂ નામ જાણો છો. જો નહીં તો અમારી આ ખાસ સીરીઝમાં અમે લઈને આવ્યા છીએ આવી જ રસપ્રદ માહિતી.
તમને કદાચ MB, GB, KB અને TB (Tera Byte) તો ખબર હશે પરંતુ શું તમે જાણો છો કે PB, EB, ZB અને YB શું છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 1GB માં કેટલા MB હોય છે. એ પણ જાણીશું કે MB અને GB નું પૂરૂ નામ શું છે. આ સિવાય જાણીશું કે MBમાં કેટલા KB હોય છે. આપને જણાવી દઈએ કે GB નું પૂરું નામ ગીગાબાઈટ (Gigabyte) છે અને MB નું પૂરું નામ મેગાબાઈટ (Megabytes) છે. આ સિવાય KB નું પુરૂ નામ Kilobytes છે. આપને જણાવી દઈએ કે એક જીબીમાં 1024 MB હોય છે. તેમજ એક MBમાં 1024 KB હોય છે.
GB, MB, KB અને TB નું પૂરું નામ શું છે?
જણાવી દઈએ કે આ એક ખૂબ જ પ્રાથમિક માહિતી છે અને પરીક્ષાના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોબાઈલના મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવમાં ઘણીવાર એમબી અને જીબી શબ્દો સાંભળ્યા હશે. જ્યારે પણ તમે માર્કેટમાં પેનડ્રાઈવ ખરીદવા જાઓ છો ત્યારે દુકાનદાર તમને પૂછે છે કે તમે કેટલી જીબીની પેનડ્રાઈવ ખરીદવા માંગો છો. તેમા પણ તેની રાઈટ અને રીડ સ્પીડ પણ ખુબ મહત્વની હોય છે.
પુરા નામ
KB – Kilo Byte
MB – Mega Byte
GB – Giga Byte
TB – Tera Byte
PB – Peta Byte
EB – Exa Byte
ZB – Zetta Byte
YB – Yotta Byte
આ ચાર્ટથી Byte સમજીએ
આપને જણાવી દઈએ કે ઘણીવાર લોકો મહત્વપૂર્ણ દસ્તાવેજો સાચવવા માટે પેનડ્રાઈવ, સીડી અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે જ્યારે લેપટોપ અથવા ડેસ્કટોપ બગડે અથવા હેંગ થઈ જાય ત્યારે લોકો તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો હંમેશા મોબાઈલ ફોનમાં સાચવી શકે છે.
મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.