Tech Master: શું તમે જાણો છો સિમની પાછળ લખેલા 19 અંકનું રહસ્ય?

|

Jun 02, 2022 | 3:48 PM

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ 19 અંકોમાં તમારી ઘણી માહિતી છુપાયેલી છે જેમાં તમારા મોબાઈલ નંબરથી લઈ ટેલિકોમ ઓપરેટર(Telecom Operator)સુધીની જાણકારી હોય છે. તો ચાલો જાણીએ તેનો મતલબ અને તેના વિશેની તમામ જરૂરી માહિતી.

Tech Master: શું તમે જાણો છો સિમની પાછળ લખેલા 19 અંકનું રહસ્ય?
SIM Card
Image Credit source: TV9 Digital

Follow us on

આજે દરેક સ્માર્ટફોનમાં સિમ કાર્ડ(SIM)આવે છે આ સિમ કાર્ડ નું ફુલ ફોર્મ શું થાય છે તેમજ તેના પર લખવામાં આવતા 19 અંકનો અર્થ શું થાય છે. આ તમામ પ્રશ્નોના જવાબ આજે અમે તમને જણાવીશું. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ 19 અંકોમાં તમારી ઘણી માહિતી છુપાયેલી છે જેમાં તમારા મોબાઈલ નંબરથી લઈ ટેલિકોમ ઓપરેટર(Telecom Operator)સુધીની જાણકારી હોય છે. તો ચાલો જાણીએ તેનો મતલબ અને તેના વિશેની તમામ જરૂરી માહિતી.

SIM કાર્ડનું ફુલ ફોર્મ શું થાય છે ?

SIM કાર્ડનું ફુલ ફોર્મ Subscriber Identification Module છે. આ SIM કાર્ડ એક એવું કાર્ડ હોય છે જેનો ઉપયોગ આપણે મોબાઈલ અથવા સ્માર્ટફોનમાં કરીએ છીએ. જેથી આપણે મોબાઈલ ફોનને નેટવર્ક સાથે કનેક્ટ કરી શકીએ.

સિમ કેટલા પ્રકારના હોય છે ?

સિમ કાર્ડ ત્રણ પ્રકારના હોય છે. આજના સમયમાં બધા ફોનમાં નેનો સિમ યુઝ થાય છે પરંતુ પહેલા માઈક્રો સિમ યુઝ કરવામાં આવતા હતા. અને તે પહેલા મોટા સિમ આવતા હતા. જેને સિમકાર્ડ કહેતા હતા. ત્યારે આજે ઈ-સિમ પણ આવે છે પરંતુ તે ફિઝિકલી હોતું નથી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સિમ કાર્ડમાં 19 અંકનો અર્થ શું ?

આ 19 અંકના નંબરથી તમારા મોબાઇલ નંબરની વિગતોથી લઈ સિમ કયા નેટવર્ક પર કામ કરશે. આ તમામ માહિતી આ 19 અંકોમાં છે. જો તમારી પાસે આ વિશે કોઈ માહિતી હોય તો તમે સિમ જોઈને જ બધું જાણી શકશો. જેમ કે સિમ કયા દેશનું છે, સિમ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું. તમને સિમના 19 નંબર પરથી આવી ઘણી માહિતી મળી જશે.

સિમ પર લખેલા 19 અંક શું દર્શાવે છે

સિમના પહેલા 2 અંક ઈન્સ્ટ્રી કોડ હોય છે જેને ITU (International Telecom Union) નક્કી કરે છે જે એક વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન છે. ત્યાર બાદના 2 અંક કંટ્રી કોડ હોય છે. જેને (MCC) મોબાઈલ કંટ્રી કોડ કહેવાય છે. જે દરેક કંટ્રી માટે અલગ અલગ હોય છે જેમ કે આપણો ભારતનો કંટ્રી કોડ 91 છે.

ત્યાર બાદના 2 અંક Issuer Number હોય છે જેને ટેલિકોમ ઈન્સ્ટ્રી જાહેર કરે છે દરેક સ્ટેટનો Issuer Number અલગ હોય છે. ત્યાર બાદના 12 અંકને સિમ નંબર કહે છે. જેને Customer Identity Number પણ કહેવામાં આવે છે. તેનાથી જ તમારા મોબાઈલ નંબરનો રેકોર્ડ રાખવામાં આવે છે.

હવે છેલ્લા બચેલા નંબરને ચેકસમ કહેવાય છે. જે શરૂઆતના 18 અંકને calculate કરીને બને છે. લાસ્ટમાં મોટાભાગના સિમમાં ‘U’લખેલું હોય છે. જેનો અર્થ Universal થાય છે. એટલે કે સિમ 2G અને 4G તમામ નેટવર્ક પર કામ કરશે. પરંતુ જે સિમના લાસ્ટમાં ‘H’લખવામાં આવે છે તે સિમ તમામ નેટવર્ક પર કામ કરતું નથી.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તથા મોબાઈલમાં ત્રણ કેમેરા શા માટે હોય છે અને ડ્યુઅલ કેમેરા ત્રણ કેમેરાનું કામ આપી શકે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો.

Published On - 3:39 pm, Thu, 2 June 22

Next Article