દૂર થશે ચાર્જરની સમસ્યા! એક જ ચાર્જરથી ચાર્જ થશે એન્ડ્રોઈડ અને એપલ સ્માર્ટફોન, લેપટોપમાં પણ કરશે કામ

|

Aug 10, 2022 | 10:03 AM

સરકારના આ પગલાથી ન માત્ર અલગ-અલગ ચાર્જર (Mobile Charger)ની સમસ્યાનો અંત આવશે પરંતુ વધતા ઈ-વેસ્ટને પણ રોકી શકાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે ઈન્ડસ્ટ્રી એસોસિએશન અને સેક્ટર સ્પેસિફિક ઓર્ગેનાઈઝેશનની બેઠક બોલાવી છે.

દૂર થશે ચાર્જરની સમસ્યા! એક જ ચાર્જરથી ચાર્જ થશે એન્ડ્રોઈડ અને એપલ સ્માર્ટફોન, લેપટોપમાં પણ કરશે કામ
Mobile Charger
Image Credit source: File Photo

Follow us on

જીવનમાં ટેક્નોલોજી(Technology)નો ઉપયોગ વધ્યો છે તેની સાથે આપણી પાસે ડિવાઈસની સંખ્યામાં વધારો થયો છે. હવે સરકાર આ મામલે મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. સરકાર હવે માત્ર 2 પ્રકારના ચાર્જર લાવવાની તૈયારી કરી રહી છે. હવે તમામ ડિવાઈસમાં આ બે ચાર્જરથી ચાર્જ કરી શકાશે. આનો મતલબ એ છે કે આવનારા સમયમાં હવે તમને માત્ર બે પ્રકારના ચાર્જિંગ પોર્ટ જોવા મળશે. સરકારના આ પગલાથી ન માત્ર અલગ-અલગ ચાર્જર (Mobile Charger)ની સમસ્યાનો અંત આવશે પરંતુ વધતા ઈ-વેસ્ટને પણ રોકી શકાશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે ઈન્ડસ્ટ્રી એસોસિએશન અને સેક્ટર સ્પેસિફિક ઓર્ગેનાઈઝેશનની બેઠક બોલાવી છે.

આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક 17 ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આ બેઠકમાં ઘર વપરાશના ગેજેટ્સ માટે અલગ-અલગ ચાર્જિંગ વ્યવસ્થામાં ફેરફાર અંગે વિચારણા થઈ શકે છે. આવો જ એક નિર્ણય તાજેતરમાં યુરોપિયન યુનિયન દ્વારા લેવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે હવે માત્ર એક જ ચાર્જિંગ પોઈન્ટ પોર્ટ ઉપલબ્ધ રહેશે.

બેઠકમાં શું થશે નિર્ણય?

17 ઓગસ્ટે યોજાનારી આ બેઠકમાં ચાર્જર વિકલ્પ પર વિચાર કરવામાં આવશે. સમાચાર અહેવાલો અનુસાર, ઉપભોક્તા બાબતોના સચિવે ગયા અઠવાડિયે ઉદ્યોગના નેતાઓને આ બેઠક અંગે પત્ર લખ્યો હતો. આ પત્ર અનુસાર, ભારતમાં મોટાભાગના ગ્રાહકો નાના અને મધ્યમ કદના પોર્ટેબલ ઉપકરણોનો ઉપયોગ કરે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ ઉપકરણોમાં ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ હાજર છે. આ સિવાય નાના શહેરો અને ગામડાઓમાં મોટી સંખ્યામાં ફીચર ફોનનો ઉપયોગ થાય છે. આ ફીચર ફોનમાં અલગ ચાર્જિંગ પોર્ટ છે. તેને જોતા હવે નવી ચાર્જિંગ સિસ્ટમ પર વિચાર કરવામાં આવશે.

બે પ્રકારના ચાર્જિંગ પોર્ટ હશે

આ મીટિંગમાં એ નક્કી થઈ શકે છે કે હવે ભવિષ્યમાં ‘માત્ર બે પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ’ ઉપલબ્ધ રહેશે. સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, ઇયરબડ અને સ્પીકરમાં એક પ્રકારનો ચાર્જિંગ પોઈન્ટ હશે, જ્યારે જૂના ફીચર ફોનમાં અલગ પ્રકારનો ચાર્જિંગ પોઈન્ટ હોઈ શકે છે. આ નિર્ણયથી, ઓરિજિનલ કેબલ દ્વારા કમાણી કરતી મોટાભાગની ટેક કંપનીઓને અસર થશે, જ્યારે યુઝર્સ એન્ડ્રોઇડ અને એપલ બંને સ્માર્ટફોનને એક જ ચાર્જરથી ચાર્જ કરી શકશે.

Published On - 10:01 am, Wed, 10 August 22

Next Article