Tech Tips : Instagram પર બનાવો પોતાના 3D અવતાર, સ્ટોરી અને મેસેજ પર આ રીતે કરો શેર

|

May 25, 2022 | 8:03 AM

આ સેવા હવે ભારત માટે પણ શરૂ કરવામાં આવી છે. ટેક જાયન્ટે કહ્યું છે કે નવો અવતાર પહેલા કરતાં વધુ એક્સપ્રેસિવ, કસ્ટમાઇઝેબલ અને વધુ વૈવિધ્યસભર છે.

Tech Tips : Instagram પર બનાવો પોતાના 3D અવતાર, સ્ટોરી અને મેસેજ પર આ રીતે કરો શેર
3D Avatars
Image Credit source: Facebook

Follow us on

દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે (Facebook)તેની મેસેજિંગ સર્વિસ મેસેન્જર સાથે 3D અવતારની સુવિધા બહાર પાડી છે. કંપનીએ પહેલીવાર ઇન્સ્ટાગ્રામ(Instagram)માટે અવતાર રજૂ કર્યો છે. આ સેવા હવે ભારત માટે પણ શરૂ કરવામાં આવી છે. ટેક જાયન્ટે કહ્યું છે કે નવો અવતાર પહેલા કરતાં વધુ એક્સપ્રેસિવ, કસ્ટમાઇઝેબલ અને વધુ વૈવિધ્યસભર છે. કંપનીએ જાહેરાત કરી હતી કે તે આજથી ફેસબુક, મેસેન્જર (Messenger)અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ડીએમ માટે અપડેટેડ 3D અવતાર રોલઆઉટ કરવાનું શરૂ કરશે. વપરાશકર્તાઓ સ્ટીકરો, ફીડ પોસ્ટ્સ, ફેસબુક પ્રોફાઇલ પિક્ચર્સ અને બીજાના માધ્યમથી પોતાના વર્ચ્યુઅલ સેલ્ફ તરીકે ઉપયોગ કરી શકશે.

Meta એ દિવ્યાંગ વપરાશકર્તાઓ માટે ફેશિયલ સાઈઝ અને કમ્પેટિબલ ડિવાઈસને જોડવાનો પણ ખુલાસો કર્યો છે. નવા 3D અવતાર વિવિધ રંગોમાં અને VR સહિત તમામ પ્લેટફોર્મ પર કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સ અને ઓવર ધ ઇયર હિયરિંગ એઇડ્સ લાવે છે. આ અવતારોમાં વ્હીલચેરનો પણ સમાવેશ થાય છે, જે ફેસબુક, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ માટે ઉપલબ્ધ હશે. કંપનીએ એમ પણ કહ્યું કે તે કમ્યૂનિટીના ફિડબેકના આધારે સમય જતાં વધુ વિકલ્પો ઉમેરવાનું ચાલુ રાખશે.

ફેસબુકની પેરેન્ટ કંપની હાલના અવતારના લુકમાં પણ સુધારો કરી રહી છે. અવતારોને વધુ ઓથેંટિક બનાવવા માટે, કેટલાક ચહેરાના કદ અને સ્કીનના રંગમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે હાલના અવતારમાં સુધારો કરવાનું ચાલુ રાખશે. 2021 દરમિયાન મેટાએ નવી આંખો અને નાક, દાઢી અને હેરસ્ટાઇલ, આઉટફિટ, બોડી ટાઇપ જેવા નવા એલિમેન્ટ્સ ઉમેર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Instagram અને Messenger પર મેટા 3D અવતારનો ઉપયોગ કેવી રીતે કરવો

સ્ટેપ 1: Instagram અથવા Messenger એપ્લિકેશન ખોલો.

સ્ટેપ 2: ચેટ ખોલો.

સ્ટેપ 3: હવે Instagram પર, જમણી બાજુના સ્ટીકર બટન પર ક્લિક કરો અને અવતાર વિકલ્પ જુઓ. તેના પર ક્લિક કરો તમને બધા 3D અવતાર જોવા મળશે. એ જ રીતે, મેસેન્જર પર સ્ટીકર બટન પર ક્લિક કરો, અને ટોચના વિભાગમાં, તમે બધા ઓટો જનરેટેડ મેટા 3D અવતાર જોઈ શકશો.

ફેસબુક પર મેટા 3ડી અવતાર કેવી રીતે બનાવવો

  1. તમારા ફોન પર ફેસબુક ખોલો.
  2.  હેમબર્ગર આઇકન જેવા દેખાતા મેનુ પર ક્લિક કરો.
  3. See More વિકલ્પ પર ટેપ કરો.
  4. અવતાર શોધો અને તેના પર ક્લિક કરો.
  5. હવે, તમે તેને તમારી પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો.
  6. Done બટન દબાવો.
  7. હવે, તમે મેટા 3D અવતારનો ઉપયોગ કરીને ફેસબુક એપ્લિકેશન પર પોસ્ટ બનાવી શકો છો અને સ્ટેટસ અપડેટ કરી શકો છો. તમે તમારા પ્રોફાઇલ પિક્ચર તરીકે 3D અવતારનો પણ ઉપયોગ કરી શકો છો.
Next Article