એપલ ઈવેન્ટમાં લોન્ચ કરાયા આઈફોનના અનેક નવા મોડેલ, જાણો તમામ માહિતી

એપલ દ્વારા વર્ષમાં અનેકવાર લેટેસ્ટ મોડેલ્સ લોન્ચ કરવામાં આવતા હોય છે. જેની ટેકનોસેવી લોકો દ્વારા કાગડોળે રાહ જોવાતી હોય છે. પશ્ચિમી રાષ્ટ્રોમાં અનેક લોકો સેમસંગ કે નોકીયા કરતાં આજકાલ એપલના ફોન પર તેમની પહેલી પસંદગી ઉતારતા હોય છે. એપલ દ્વારા ગઈકાલે યોજાયેલી એપલ ઈવેન્ટમાં અનેક મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

એપલ ઈવેન્ટમાં લોન્ચ કરાયા આઈફોનના અનેક નવા મોડેલ, જાણો તમામ માહિતી
Apple iPhone 13 & iPhone 13 pro
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:09 PM

એપલ (Apple)એ હંમેશા વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓ માટે પહેલી પસંદગી રહી છે. એપલ દ્વારા અનુક્રમે iPhone 13 અને iPhone 13 Proમાં ગ્રીન કલરનું લેટેસ્ટ મોડેલ લોન્ચ કરાયું છે. એપલ દ્વારા ગઈકાલે (08/03/2022)ના રોજ iPhone 13 અને iPhone 13 Proના લેટેસ્ટ મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં એપલ દ્વારા ન્યુ ગ્રીન કલરની સાથોસાથ પિન્ક, બ્લ્યુ, મિડનાઈટ, સ્ટરલાઈટ અને રેડ – આમ અનેક નવા મોડેલ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

એપલ દ્વારા યોજાયેલી આ ‘એપલ ઈવેન્ટ’માં ફ્રેશ કલર મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ આકર્ષણ અલ્પાઈન ગ્રીન કલરના મોડેલે જગાવ્યું છે. ભારત અને વિશ્વભરના બજારોમાં iPhone 13 અને આઈફોન 13 Pro પિન્ક, બ્લ્યુ, મિડનાઈટ, સ્ટારલાઈટ અને રેડ કલરમાં ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત iPhone 13 Proમાં ગ્રેફાઈટ, ગોલ્ડ, સિલ્વર, સિએરા બ્લ્યુ આ નવા કલરમાં મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

iPhone 13- 128 GBની બેઝ પ્રાઈઝ ભારતમાં અત્યારે રૂ.79,900 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, iPhone 13માં 256 GB માટે બેઝ પ્રાઈઝ રૂ. 89,900 અને iPhone 13માં 512 GB માટે રૂ. 1,09,900 જેટલી કિંમતો જોવા મળશે. આઈફોન 13 Pro 128 GBમાં રૂ. 1,19,900 જેટલી કિંમતો જોવા મળશે. જ્યારે 256 GB માટે રૂ. 1,29,900, અને 512 GB માટે 1,49,900 અને 1 TB માટે રૂ. 1,69,900ની આસપાસ રહી શકે છે.

iPhone 13 અને iPhone 13 Proમાં ફિચર્સની વાત કરી તો તે બંનેમાં 6.1 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. જેમાં 12 MP જેટલો ફ્રન્ટ કેમેરા પણ છે અને 12 MP જેટલો અલ્ટ્રાવાઈડ કેમેરા મળશે. iPhone 13 Proમાં 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત iPhone 13 Proમાં 12 MP ટેલિફોટો કેમેરા પણ ઉપલબ્ધ છે. આ બંને મોડેલ્સમાં એપલ A15 બાયોનિક અને iOS 15 પણ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત આ એપલ ઈવેન્ટમાં એપલ દ્વારા iPhone SE 2022 પણ લોન્ચ કરવામાં આવ્યો છે. iPhone SE 2022 1334 x 750 રિઝોલ્યુશન સાથે 4.7 ઈંચના નાના ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ છે. આ મોડેલ IP67 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે આવે છે. આ ઉપરાંત, 15 બાયોનિક ચિપ, ચિપ પર 64-બીટ એઆરએમ-આધારિત સિસ્ટમ ઉપલબ્ધ છે.

જેમાં ટચ આઈડી અને હોમ બટન પર ફિંગર પ્રિન્ટ- આમ બંને ઓપ્શન જોવા મળશે. iPhone SEમાં મિડનાઈટ, સ્ટારલાઈટ અને રેડ કલરમાં મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. તેની કિંમત 40,900થી લઈને 44,900 સુધી જોવા મળશે.

 

આ પણ વાંચો – Apple iPhone 14 સિમ કાર્ડ સ્લોટ વિના આવશે! જાણો E-SIM સુવિધા કેવી રીતે કામ કરશે

 

આ પણ વાંચો – Whatsapp દ્વારા કેવી રીતે ચેક કરશો બેન્ક એકાઉન્ટનું બેલેન્સ? જાણો સરળ રીત