જોવા મળી રહ્યું છે 5G નું નિશાન ! શું તમારા ફોનમાં આવી રહ્યું છે સિગ્નલ ? આ શહેરોમાં મળવા લાગી સર્વિસ

|

Oct 02, 2022 | 12:05 PM

જો તમે આમાંથી કોઈપણ શહેરમાં રહો છો, તો સંભવ છે કે તમારા સ્માર્ટફોનને 5G નેટવર્ક મળવાનું શરૂ થઈ જશે. જો તમને સિગ્નલ નથી મળી રહ્યા તો તમારે તમારા ફોનની સેટિંગ્સ તપાસવી જોઈએ. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

જોવા મળી રહ્યું છે 5G નું નિશાન ! શું તમારા ફોનમાં આવી રહ્યું છે સિગ્નલ ? આ શહેરોમાં મળવા લાગી સર્વિસ
Symbolic Image
Image Credit source: Google

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 1 ઓક્ટોબરે ભારતમાં ઈન્ડિયા મોબાઈલ (IMC 2022) કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી દેશમાં 5G સેવા (5G Services)પણ શરૂ કરી છે. 5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે. ત્યારે ભારતમાં હવે 1 ઓક્ટોબરથી 5G સેવાઓ શરૂ થઈ ગઈ છે. એરટેલએ 1 ઓક્ટોબરથી જ વારાણસી, દિલ્હી સહિત 8 શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. એવું નથી કે આ રોલઆઉટ માત્ર નામનું જ છે. લોકોના ફોનમાં 5G સિગ્નલ પણ આવી રહ્યા છે.

શું તમારા સ્માર્ટફોનમાં પણ 5G સિગ્નલ દેખાય છે ? જો તમે એરટેલ યુઝર છો અને 5G ઈનેબલ શહેરોમાંથી કોઈ સીટીમાં રહો છો તો તમને 5G સેવા મળવાનું શરૂ થશે. VoLTE અથવા 4G ને બદલે, તમારા ફોનમાં નેટવર્ક પર 5G દેખાવાનું શરૂ થશે.

એરટેલે આ શહેરોમાં 5G સેવા શરૂ કરી છે

અમે તેનો સ્ક્રીનશોટ નીચે ઉમેર્યો છે, જ્યાં તમે જોઈ શકો છો કે તમે 5G સિગ્નલ કેવી રીતે જોશો. જો તમે ઇચ્છો તો ફોનની સેટિંગ્સ બદલીને 5G નેટવર્કમાં પણ અપગ્રેડ કરી શકો છો. એરટેલે દિલ્હી, વારાણસી, મુંબઈ, બેંગ્લોર, સિલિગુરી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈમાં 5G સેવા શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ રીતે ચેક કરી શકો છો

જો તમે આમાંથી કોઈપણ શહેરમાં રહો છો, તો સંભવ છે કે તમારા સ્માર્ટફોનને 5G નેટવર્ક મળવાનું શરૂ થઈ જશે. જો તમને સિગ્નલ નથી મળી રહ્યા તો તમારે તમારા ફોનની સેટિંગ્સ તપાસવી જોઈએ. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા તમારે ફોનના સેટિંગમાં જવું પડશે

અહીં તમારે Connection ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. કેટલાક ફોનમાં, આ વિકલ્પ SIM Card & Mobile Networks નેટવર્કના નામ હેઠળ પણ આવે છે. હવે તમારે તે સિમ કાર્ડ પસંદ કરવાનું રહેશે જેના પર તમને લેટેસ્ટ નેટવર્ક જોઈએ છે. અહીં તમને પ્રિફર્ડ નેટવર્ક પ્રકાર (Preferred Network Type) અથવા નેટવર્ક મોડ (Network Mode)નો વિકલ્પ મળશે. જો તમને તમારા સ્માર્ટફોનમાં 5G નેટવર્ક જોઈએ છે, તો તમારે અહીં 5G (Auto)વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

તો શું તમને મળવા લાગશે 5G સેવા?

આ વિકલ્પ પર ક્લિક કરવાથી, તમને 5G સેવા નહીં મળે, પરંતુ તમારું નેટવર્ક ચોક્કસપણે 5G પર શિફ્ટ થઈ જશે. આ તમને વધુ સારું નેટવર્ક અને કનેક્ટિવિટી આપશે. તમારે 5G ઇન્ટરનેટ માટે થોડી રાહ જોવી પડશે, પરંતુ આ નેટવર્ક પર તમારો અનુભવ પહેલા કરતા વધુ સારો રહેશે.

કેટલાક વપરાશકર્તાઓને 5G નેટવર્કનો વિકલ્પ દેખાતો નથી

કેટલાક સ્માર્ટફોનમાં 5G નો વિકલ્પ દેખાતો નથી. આવા એક યુઝર પાસે કોઈ કંપનીનો ફોન છે. યુઝર ફરિયાદ કરે છે કે તેના ફોનમાં 5G નેટવર્કનો વિકલ્પ નથી આવી રહ્યો. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન છો, તો તમારે એકવાર ફોનનું લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવું જોઈએ.

Next Article