Tech Tips: Instagram પર બ્રાન્ડ્સ સાથે કેવી રીતે Collaboration કરવું ? આ છે સૌથી સરળ રસ્તો

|

Jun 04, 2023 | 8:30 AM

જો તમે બ્રાંડ સાથે collaboration કરવા માંગતા હોવ પણ તમને સમજાતું નથી કે આટલી મોટી બ્રાન્ડ તમારી સાથે કેવી રીતે collaboration કરશે? તમને જણાવી દઈએ કે આ કામ એટલું અઘરું પણ નથી. ચાલો જાણીએ.

Tech Tips: Instagram પર બ્રાન્ડ્સ સાથે કેવી રીતે Collaboration કરવું ? આ છે સૌથી સરળ રસ્તો
Instagram Collaboration

Follow us on

આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાથી મોટી કમાણી કરવામાં વ્યસ્ત છે. દરેક યુઝર ઇચ્છે છે કે જો તેઓ સોશિયલ મીડિયાના લોકપ્રિય પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram)પર દિવસના કલાકો વિતાવે છે, તો પછી કંઇક કમાણીનું માધ્યમ કેમ ન બને. પરંતુ કેટલાક પ્રશ્નો એવા છે જે દરેક યુઝરના મગજમાં હોય છે જેના જવાબો તેમને બીજું કોઈ કહેશે નહીં. પરંતુ આજે અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું.

આ પણ વાંચો: Gujarat Weather Forecast : રાજ્યવાસીઓને ગરમીથી મળશે રાહત, કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના

આમાં પહેલો પ્રશ્ન Instagram પર બ્રાન્ડ સાથે collaboration કેવી રીતે કરવું? રીલ કેવી રીતે બનાવવી? અહીં તમને ઇન્સ્ટાગ્રામથી પૈસા કેવી રીતે કમાવવા જેવા ઘણા પ્રશ્નોના જવાબો મળશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

બ્રાન્ડને આ રીતે કરો ડાયરેક્ટ મેસેજ (DM) અથવા પિચ

જો તમે બ્રાંડ સાથે collaboration કરવા માંગતા હોવ પણ તમને સમજાતું નથી કે આટલી મોટી બ્રાન્ડ તમારી સાથે કેવી રીતે collaboration કરશે? તમને જણાવી દઈએ કે આ કામ એટલું અઘરું પણ નથી, આ માટે તમારે સૌથી પહેલા ઈમેલ આઈડી પર એક મેઈલ ટાઈપ કરવો પડશે જેમાં તમારે આ બધી વિગતો લખીને તેને એક જગ્યાએ સેવ કરવાની રહેશે અને તમે જે બ્રાન્ડ કરવા માંગો છો તેને મેઈલ કરો. સાથે collaboration કરો. આ ઇમેઇલ ટેમ્પલેટ હંમેશા અપડેટ અને સેવ કરો. આ સાથે, તમારે દરેક બ્રાન્ડને પિચ કરવા માટે વારંવાર લખવાની જરૂર રહેશે નહીં, ફક્ત તેને અપડેટ કરવાથી તમારું કામ થઈ જશે.

  • તમારું ઈમેલ આઈડી
  • તમારૂં પૂરું નામ
  • તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક
  • ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોલોઅર્સ છે.
  • તમારૂ Gender
  • કોન્ટેક્ટ નંબર
  • વોટ્સએપ નંબર
  • પૂરું સરનામું

ક્રિએટર ટાઈપ એટલે કે તમે કેવા પ્રકારનું કન્ટેન્ટ બનાવી શકો છો. જેમ કે લાઈફસ્ટાઈલ, બ્યૂટી, ડાન્સ, ફેશન વગેરે જેવી કેટેગરી લખો.
જો તમે અત્યાર સુધી કોઈની સાથે કોલબરેશન કર્યું છે, તો તમારા કન્ટેન્ટની લિંક, બ્રાન્ડ નામ તેમાં ઉમેરો, જો એક કરતાં વધુ હોય, તો પછી લાઇનમાંથી તમારા તમામ શ્રેષ્ઠ કન્ટેન્ટની લિંક ઉમેરવાનો પ્રયાસ કરો.

બ્રાન્ડનો જવાબ

  • તમને બ્રાન્ડની વેબસાઇટ અથવા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બ્રાન્ડનું ઇમેઇલ આઈડી સરળતાથી મળી જશે. આ સિવાય તમે આ ઈમેલ ટેમ્પલેટને ડાયરેક્ટ મેસેજ (DM)પણ કરી શકો છો.
  • આ પછી, શરૂઆતમાં તમને ચોક્કસપણે 10 માંથી 4 બ્રાન્ડ્સનો જવાબ મળશે અને જો તેઓ collaboration કરી રહ્યાં છે તો તેઓ તમને વિગતો મોકલશે. શરૂઆતમાં, કોઈ બ્રાન્ડ તમને પોતે સંદેશ નહીં આપે, તમારે જાતે જ બ્રાન્ડને પિચ કરવી પડશે.

Collaborationના પ્રકાર

Batter Collaboration: શરૂઆતમાં બ્રાન્ડ તમને માત્ર Batter Collaboration ઓફર કરી શકે છે. શરૂઆતમાં, તમને મોટી બ્રાન્ડ્સ સાથે વધુ સારું Collaboration મળી રહ્યું છે, તેથી આ એક નફાકારક સોદો પણ છે, આમાં તમને પ્રચાર કરવા માટે સૌથી મોંઘી પ્રોડક્ટ મફતમાં આપવામાં આવે છે અને બદલામાં તમારે એક ઇન્સ્ટા રીલ અને સ્ટોરી બનાવીને તેને પોસ્ટ કરવી પડશે. જણાવી દઈએ કે આમાં બ્રાન્ડ તમને પૈસા નહીં પરંતુ માત્ર પ્રોડક્ટ આપે છે.

Paid Collaboration: આમાં, બ્રાન્ડ તમને પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે પ્રોડક્ટની સાથે પૈસા પણ આપે છે. બદલામાં, તમારે પ્રોડક્ટ સાથે રીલ્સ અને સ્ટોરી પોસ્ટ કરવી પડશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article