5G in India Ready : ભારતમાં 89 ટકા લોકો 5G સેવાઓ માટે તૈયાર

|

Aug 08, 2022 | 3:16 PM

89 ટકા ભારતીયોએ 5G નેટવર્કમાં અપગ્રેડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેઓએ સસ્તા પ્લાનની પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, વોડાફોન આઈડિયાએ પહેલેથી જ સંકેત આપ્યો છે કે 5G નેટવર્ક (5G Network)વધુ મોંઘા ભાવે દસ્તક આપી શકે છે.

5G in India Ready : ભારતમાં 89 ટકા લોકો 5G સેવાઓ માટે તૈયાર
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

નેક્સ્ટ જનરેશનનું મોબાઇલ નેટવર્ક ટૂંક સમયમાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં દસ્તક આપી શકે છે અને મોટાભાગના લોકો આ ટેક્નોલોજીનો ઉપયોગ (5G in India Ready)કરવા માગે છે. હકીકતમાં, ઇન્ટરનેટ સ્પીડ (5G Internet Speed)ટ્રેકર વેબસાઇટ ઓકાલાએ એક સર્વે કર્યો છે, જેમાં 89 ટકા ભારતીયોએ 5G નેટવર્કમાં અપગ્રેડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેઓએ સસ્તા પ્લાનની પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, વોડાફોન આઈડિયાએ પહેલેથી જ સંકેત આપ્યો છે કે 5G નેટવર્ક (5G Network)વધુ મોંઘા ભાવે દસ્તક આપી શકે છે.

Ooklaના સર્વેમાં જણાવાયું છે કે 89 ટકા લોકોએ 5Gમાં અપગ્રેડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે 48 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે 5Gનો લાભ લેવા માંગે છે. જ્યારે 20 ટકા લોકોએ કહ્યું કે તેઓ સેવા પ્રોવાઈડરની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ તેમના પ્લાનને 5G પર અપગ્રેડ કરશે.

લોકો 5G થી શું અપેક્ષા રાખે છે

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના ભારતીયો 5G થી શું અપેક્ષા રાખે છે. વાસ્તવમાં, મોટાભાગના લોકો અપેક્ષા રાખે છે કે 5Gના આગમન પછી વીડિઓ સ્ટ્રીમિંગ અને મોબાઇલ ગેમિંગનો અનુભવ વધુ સારો થશે. જ્યાં 70 ટકા લોકોએ કહ્યું કે તેઓને વીડિયો સ્ટ્રીમિંગ વધુ સારી રહેવાની અપેક્ષા છે અને 68 ટકા લોકોને લાગે છે કે ગેમિંગનો અનુભવ વધુ સારો રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફાસ્ટ ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડનો ઉપયોગ કરવો પડશે

મોટાભાગના લોકો માને છે કે તેનાથી સારી ઇન્ટરનેટ સ્પીડ મળશે, જે અત્યાર સુધી ફક્ત બ્રોડબેન્ડ અથવા ફાઈબર લેન પર જ શક્ય છે. લગભગ 42 ટકા લોકોને લાગ્યું કે આનાથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડ મળશે અને ઈન્ટરનેટની મદદથી આપવામાં આવતી સર્વિસ પણ વધુ સારી રહેશે. જોકે આ રિપોર્ટમાં એવા કેટલાક લોકો હતા જેમની પાસે 5G સક્ષમ મોબાઈલ હેન્ડસેટ નથી.

મોબાઈલ કંપનીઓએ પણ તૈયારીઓ કરી લીધી છે

ભારતીય મોબાઇલ માર્કેટમાં 5G ઈનેબલ સર્વિસ સાથે ઘણા સ્માર્ટફોન પહેલેથી જ ઉપલબ્ધ છે, જો તે પછી પણ વપરાશકર્તાઓ તેમના ફોનમાં 5G કનેક્ટિવિટીનો લાભ લઈ શકતા નથી.

Next Article