Phone Call Fraud: જો તમને આ નંબરો પરથી ફોન આવે તો ઉપાડશો નહીં, તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

|

Sep 17, 2023 | 6:52 PM

તમને ખબર પણ નહીં પડે અને ફોન આવતા જ તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જશે. આ દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ સમગ્ર દેશમાં બની રહી છે અને છેતરપિંડી વધી રહી છે. સ્કેમર્સ એટલા હાઇટેક બની ગયા છે કે માત્ર એક ફોન કોલ (Phone Call Fraud) કરીને સામાન્ય લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે.

Phone Call Fraud: જો તમને આ નંબરો પરથી ફોન આવે તો ઉપાડશો નહીં, તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
Phone Call Fraud

Follow us on

દેશમાં જેમ જેમ ડિજિટલાઈઝેશન વધી રહ્યું છે તેમ તેમ સાયબર ગુનેગારો પણ છેતરપિંડી (Cyber Crime) કરવા માટે સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. તમને ખબર પણ નહીં પડે અને ફોન આવતા જ તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જશે. આ દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ સમગ્ર દેશમાં બની રહી છે અને છેતરપિંડી વધી રહી છે. સ્કેમર્સ એટલા હાઇટેક બની ગયા છે કે માત્ર એક ફોન કોલ (Phone Call Fraud) કરીને સામાન્ય લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે.

ફોન પર 19 થી 20 સેકન્ડ સુધી વાત કરી અને એકાઉન્ટ ખાલી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાના ફોનની રિંગ વાગે છે અને તેણે કોલ ઉપાડતા જ તેને મેસેજ મળે છે કે તેના ખાતામાંથી 1 રૂપિયો કપાઈ ગયો. આગામી 10 સેકન્ડમાં મહિલાના ખાતામાંથી 9,999 રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.

મહિલા ફોન કરનાર સાથે માત્ર 19 થી 20 સેકન્ડ સુધી વાત કરે છે અને તે દરમિયાન તેનું એકાઉન્ટ ખાલી થઈ જાય છે. મહિલાને ખબર પડી કે નંબર ખોટો છે, ત્યારે તે ફોનને ડિસ્કનેક્ટ કરવા માંગે છે, પરંતુ ફોન ડિસ્કનેક્ટ થતો નથી અને ખાતામાંથી બે વખત 10,000 રૂપિયા કપાયા.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

OTP પણ પૂછતા નથી

સાયબર ફ્રોડની આ એક વિચિત્ર ઘટના છે. હવે સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે કોઈ લિંક મોકલી રહ્યા નથી. તેઓ લોકોને ફોન કરીને OTP પણ પૂછતા નથી. લિંક પર ક્લિક કરવાનું પણ નથી કહેતા. હવે ફોન ઉપાડતા જ ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. આખરે આ કેવા પ્રકારની છેતરપિંડી છે, ચાલો જાણીએ.

ફોન કોલ દ્વારા ફ્રોડ

સાયબર એક્સપર્ટ કિસલય ચૌધરી કહે છે કે, હવે સ્કેમર્સ માત્ર ફોન કોલ દ્વારા ફ્રોડ કરી રહ્યા છે. પહેલા તે બેંક ઓફિસર તરીકે ફોન કરીને ખાતુ બંધ થવાની વાત કરતા અને OTP માગતા હતા. ત્યારબાદ ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લેતા હતા. પરંતુ હવે ફ્રોડ કરનારા OTP વગર જ અદ્યતન પદ્ધતિઓ અપનાવીને લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Free Wi-Fi Fraud: જો તમે ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, બેંકિંગ વિગતો ચોરીને હેકર્સ કરી રહ્યા છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

અજાણ્યા વ્યક્તિનો ફોન ઉપાડવો નહીં

વિદેશી ઠગ લોકોને ફોન કરે છે અને નામ તથા સરનામું પૂછે છે. લોકો કઈ સમજે અને થોડી વાર વાત કરે તે દરમિયાન જ તેઓ ફોનના સેટિંગ્સને ડીકોડ કરે છે અને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. તેથી કિસલય ચૌધરી કહે છે કે, જો તમને આંતરરાષ્ટ્રીય કોડ નંબર સાથે અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે, તો તેને ઉપાડવો નહીં.

ભારતનો કોડ +91 છે, જે મોબાઈલ નંબરની આગળ લખેલો હોય છે. આ સિવાય જો તમને કોઈ અન્ય કોડથી કોલ આવી રહ્યો હોય તો તે ઈન્ટરનેશનલ જંક અથવા ફ્રોડ કોલ હોઈ શકે છે. તેથી આવા કોલ્સ ઉપાડશો નહીં. અન્યથા તમે છેતરપિંડીનો શિકાર બનશો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article