
હરિદ્વાર પોલીસે મહિલા ટ્યુશન ટીચરની (Teacher) ધરપકડ કરી છે. શિક્ષિકા પર લાખો રૂપિયાની સાયબર છેતરપિંડી (Cyber Crime) કરવાનો આરોપ છે. આ શિક્ષિકા એક નિવૃત્ત વૃદ્ધ મહિલાના ઘરે બાળકને ટ્યુશન ભણાવતી હતી. વૃદ્ધ મહિલાના રજિસ્ટર્ડ મોબાઈલ પર સ્કૂલમાંથી હોમવર્કની માહિતી આવતી હતી. ધીમે ધીમે વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈને શિક્ષકે મોબાઈલની લોક પેટર્ન અને પીન નંબર જાણી અને ફ્રોડ કર્યું હતું.
એકલી રહેતી વૃદ્ધ મહિલાનો વિશ્વાસ જીતવા માટે ટ્યુશન ટીચરે તેને ઘરના કામમાં પણ મદદ કરતી હતી. આ દરમિયાન વૃદ્ધ મહિલાના ડેબિટ કાર્ડનો CVV નંબર મળ્યો હતો. ત્યારબાદ શિક્ષિકાએ ડમી સિમ કઢાવ્યું હતું. ATM કાર્ડ સાથે રજિસ્ટર્ડ સિમ અને સીવીવી નંબરની વિગતો દ્વારા ટીચરે મોબાઈલ પર ઈ-બેંકિંગ સર્વિસ શરૂ કરાવી હતી.
બાળકના હોમવર્કના બહાને શિક્ષક થોડા કલાકો સુધી બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પોતાની પાસે રાખતી હતી. તેની સાથે સામેલ એક વ્યક્તિ સાથે વાત કરવા ફેક આઈડી પર નવું સિમ કાર્ડ લીધું હતું. ડમી સિમના કારણે વૃદ્ધ મહિલાનો મોબાઈલ કામ કરતો બંધ થઈ ગયો હતો. વૃદ્ધ મહિલાને લાગ્યું કે, નેટવર્ક પ્રોબ્લેમના કારણે થતું હશે તેથી તેની અવગણના કરી. ત્યારબાદ 7-8 દિવસ પછી પણ મોબાઈલ ચાલુ ન થતા તેમને તેના દિકરાને જાણ કરી હતી.
વૃદ્ધ મહિલાના પુત્રને શંકા જતા તપાસ કરી તો ખબર પડી કે, તે મહિલાના પેન્શન ખાતામાંથી અંદાજે 2 લાખ રૂપિયાથી વધારેની ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી. તેઓએ પોલીસમાં સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી હતી. વિગતોના આધારે પોલીસે ટીચરની ધરપકડ કરી હતી. તપાસમા જાણવા મળ્યું કે, ટીચરે 20,000 રૂપિયાની કોસ્મેટિક વસ્તુઓ, 70,000 નું લેપટોપ, 25,000 રૂપિયાના કપડા અને 90,000 ની સોનાની ચેઇન ઓનલાઈન મંગાવી હતી.
ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો