ઓનલાઈન મંગાવ્યો iPhone 12 Pro Max અને બોક્સમાંથી નીકળી આ વસ્તુ, જુઓ તસ્વીર

|

Mar 02, 2021 | 4:58 PM

દેશ અને દુનિયામાં ઘણા એવા કિસ્સા બન્યા છે, જેમાં ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી હોય અને ડિલીવરીમાં કંઈક અલગ જ વસ્તુ આવી હોય. આવો જ કિસ્સો એક મહિલા સાથે બન્યો છે. મહિલાએ એપલ આઈફોન પ્રો મેક્સનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો.

ઓનલાઈન મંગાવ્યો iPhone 12 Pro Max અને બોક્સમાંથી નીકળી આ વસ્તુ, જુઓ તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

દેશ અને દુનિયામાં ઘણા એવા કિસ્સા બન્યા છે, જેમાં ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી હોય અને ડિલીવરીમાં કંઈક અલગ જ વસ્તુ આવી હોય. આવો જ કિસ્સો એક મહિલા સાથે બન્યો છે. મહિલાએ એપલ આઈફોન પ્રો મેક્સનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જ્યારે મહિલાને બોક્સ મળ્યું ત્યારે તે ચોંકી ગઈ. બોક્સમાં આઈફોનને બદલે એપલ ફ્લેવરવાલુ પીણું મળી આવ્યું. આ જોઈને મહિલા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેના હોંશ ઉડી ગયા. આ મામલો ભારતનો નથી, પરંતુ ચીનનો છે. ચીનની લિયુ નામની મહિલાએ આઈફોન 12 પ્રો મેક્સનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો, જેની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. લિયુનું કહેવું છે કે તેણે આ ફોનને કોઈ થર્ડ પાર્ટીની વેબસાઈટથી નહીં, પરંતુ એપલની ઓફિશિયલ વેબસાઈટથી મંગાવ્યો હતો.

 

આ ઘટના બાદ લિયુએ સોશિયલ મીડિયા વેબસાઈટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, બાદમાં વીડિયો વાયરલ થયો હતો. ચાઈનીઝ મીડિયાના અહેવાલ મુજબ લિયુએ પોતે ઓર્ડર લીધો નહોતો. તેણે ડિલીવરી મેનને પેકેટ સ્ટોરેજ યુનિટમાં રાખવા કહ્યું. આ કિસ્સામાં હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેને બરાબર શું માલ પહોંચાડવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે કોઈ ચોરે તેના મૂળ પેકેટને સ્ટોરેજ યુનિટમાંથી એપલ ફ્લેવર પીણા સાથે બદલી દીધું હશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

એપ્પલ ફોનના બદલામાં એપ્પલ જ્યુસ

 

સોશિયલ મીડિયા પર આ વીડિયો પર વિવિધ ટિપ્પણીઓ થઈ રહી છે. જ્યાં કેટલાકને લાગે છે કે ડિલીવરી બોયે આઈફોનનું પેકેટ બદલી દીધું હશે. ત્યારે કેટલાક સાયબર સિક્યુરિટી નિષ્ણાતોનું કહેવું છે કે લિયુએ એપલની સત્તાવાર વેબસાઈટને બદલે કોઈ બનાવટી વેબસાઈટ પરથી ઓર્ડર આપ્યો હોઈ શકે.

 

આ પણ વાંચો: માત્ર 100 રૂપિયાથી બની કરોડપતિ, ચમકી ગઈ મહિલાની કિસ્મત, જાણો કઈ રીતે ?

Next Article