દેશમાં ઓનલાઈન ગેમ (Online Game Fraud) રમતા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. લોકો ઓનલાઈન ગેમ્સ પાછળ એટલા પાગલ થાય છે કે બધા કામ બાજુ પર રાખીને આખો દિવસ ગેમ રમે છે. આ ગેમ માત્ર મનોરંજન પુરતી જ સીમિત હોય તો ઠીક છે, પરંતુ આના દ્વારા ફ્રોડ (Cyber Crime) થવા લાગ્યા છે અને લોકો છેતરાઈ રહ્યા છે.
હાલમાં એવી ઘણી ગેમ્સ છે જે ડાઉનલોડ કરવા માટે ક્લિક કરવા પર એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. ઓનલાઈન ગેમ્સના નામે સાયબર ઠગ ગેંગ લોકોના મોબાઈલમાં એપ્સ ઈન્સ્ટોલ કરી અને વેબસાઈટ પર એપીકે ફાઈલ ડાઉનલોડ કરવાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વોલેટના રૂપમાં બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
ઘણા કિસ્સામાં લોકોએ ગેમ રમતા પહેલા રૂપિયા જમા કરાવવાના હોય છે. લોકો ગેમ રમવાનું શરૂ કરે છે ત્યારે કેટલીક વખત ગેમમાં હાર થાય છે, પરંતુ બાદમાં આરોપીઓ ગેમ જીતાડે છે. તેથી લોકોના પૈસા ડબલ થાય છે અને તેના એકાઉન્ટમાં મોકલે છે. આવી સ્થિતિમાં લોકોનો લોભ વધે છે અને તેઓ મોટી રકમ એપમાં જમા કરાવે છે. ત્યારબાદ લોકોના વધારે રૂપિયા જમા થાય ત્યારે આરોપી એપના એકાઉન્ટને બ્લોક કરે છે.
એવું સામે આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર આવી ફ્રોડ ઓનલાઇન ગેમિંગ એપ્સ ઉપલબ્ધ નથી. તેને ઈન્સ્ટોલ કરવા માટે, તેમની વેબસાઇટ પર APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવે છે. સાથે જ ગેમ રમતી વખતે આગળના રાઉન્ડમાં જવા માટે પોઈન્ટ્સ, કોઈન્સ, ડાયમંડ્સ વગેરે ખરીદવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ ફ્રોડ કરવામાં આવે છે.
આ પણ વાંચો : Lottery Fraud: તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે ! જો આવો મેસેજ કે કોલ આવે તો રહો સાવધાન, જુઓ Video
1. માત્ર Google Play Store અથવા Apple App Store પરથી ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો.
2. એપને ડાઉનલોડ કરતા પહેલા તેના રીવ્યુ વાંચો.
3. જો તમને મોટી રકમનું ઈનામ જીતવાની લાલચ આપે તો એપ્સથી સાવચેત રહો.
4. તમારી અંગત માહિતી ક્યારેય એવી એપને ન આપો જેનાથી તમે પરિચિત ન હોય.
5. ગેમિંગ કંપનીઓના ઈમેઇલ્સ અથવા ટેક્સ્ટ મેસેજની લિંક્સ પર ક્લિક કરવી નહીં.
6. ફેક ગેમિંગ એપ્લિકેશન્સ કાયદેસર ગેમિંગ એપ્લિકેશન્સ જેવી ડિઝાઇન કરવામાં આવે છે.
7. તમારી બેંકની વિગતો, OTP કે પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહી.
8. તમે ગેમિંગ એપ છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો તમારે તેની જાણ પોલીસને કરવી જોઈએ.
9. તમે એપ સ્ટોરનો પણ સંપર્ક કરી શકો છો જ્યાંથી તમે એપ ડાઉનલોડ કરી છે અને રિફંડની વિનંતી કરી શકો છો.
10. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો