સાયબર (Cyber Crime) ગુનેગારોએ નવી-નવી પદ્ધતિ દ્વારા લોકો સાથે ફ્રોડ કરે છે. હવે તેઓએ જુનો સામાન વેચવા માટે ઓનલાઈન પોસ્ટ કરેલી જાહેરાતો દ્વારા લોકોને શિકાર બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા લોકો તેનો શિકાર બની ચુક્યા છે. આવી સ્થિતિમાં તમે પણ જો તમારો જુનો સામાન OLX કે તેના જેવી અન્ય વેબસાઈટ પર વેચાણ માટે એડ પોસ્ટ કરો છો સાવચેત રહેવાની જરૂર છે. નવા અને જૂના સામાનની ખરીદી અને વેચાણ માટે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.
લોકો તેમની જૂની ઘરની વસ્તુઓ ઓનલાઈન વેચવા માટે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર જાહેરાતો મૂકે છે. આ જાહેરાત જોઈને છેતરપિંડી કરનારાઓ સામાન વેચનારને ફોન કરે છે. તેમાં ખાસ વાત એ છે કે તમે જે સામાનની કિંમત રાખી હોય છે તેમાં રૂપિયા ઓછા કરવાની વાત કરતા નથી. સીધો જ જે ભાવ તમે રાખ્યો છે તે ભાવે સામાન ખરીદવા તૈયાર થઈ જાય છે.
છેતરપિંડી કરનાર ગુગલ પે અથવા ફોન પે કે પેટીએમ દ્વારા સામાનના રૂપિયા આપવાનું કહે છે. તેઓ સૌથી પહેલા 100 કે 200 રૂપિયા તમારા નંબર પર ઓનલાઈન મોકલે છે, એમ કહીને કે તમારા એકાઉન્ટમાં પેમેન્ટ આવે છે કે કેમ તે ચેક કરવા માટે. ત્યારબાદ વિશ્વાસ જીતીને ફરી પાછી એક લિંક કે મેસેજ મોકલે છે, તે રકમનો જે સામાન ખરીદવા માટે નક્કી કરવામાં આવી હોય છે.
આ SMS કે લિંક રૂપિયા આપવા માટે નથી હોતી, પરંતુ નાણાંની ચૂકવણી કરવા માટેની હોય છે. લોકો એસએમએસને બરાબર જોયા વગર જ તેના પર ક્લિક કરે છે. ત્યારબાદ UPI પિન દાખલ કરતાની સાથે જ ખાતામાંથી રૂપિયા સામેના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
આ સિવાય છેતરપિંડી કરનારાઓ બીજી પદ્ધતિ અપનાવે છે. જેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય તેઓને પહેલા 2 રૂપિયા ચૂકવવામાં આવે છે અને એમ કહે છે કે, તેમના ખાતામાં સમાન રકમ ટ્રાન્સફર કરો અને ત્યારબાદ લોકોના ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેવામાં આવે છે.
1. OLX કે અન્ય પ્લેટફોર્મ દ્વારા સામાનના વેચાણ કરતી વખતે ખરીદી કરનાર વ્યક્તિની વિગતો ચકાસવી જોઈએ.
2. સામાન લેનાર વ્યક્તિ અંગે શંકા જાય તો તેની સાથે વાતચીત ન કરો.
3. સામાનના બદલામાં પેમેન્ટ લેવા માટે ક્યારેય કોઈ લિંક પર ક્લિક કરશો નહીં.
4. હંમેશા વાતચીત વોટ્સએપ કોલને બદલે વોઈસ કોલ પર કરો.
5. પેમેન્ટ માટે ક્યારેય પણ OTP કે પીન દાખલ કરવા નહી.
6. જો તમારી સાથે છેતરપિંડી થાય તો તમે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી શકો છો.
7. આ ઉપરાંત તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો