દેશમાં વિવિધ સેવાઓમાં હવે ટેક્નોલોજી (Technology)નો વિકાસ થઈ રહ્યો છે જેમાં ઘણી સુવિધાઓ ઓનલાઈન પણ મળે છે ત્યારે ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે તેની સેવાઓમાં હંમેશા કંઈક નવું કરી રહી છે. ત્યારે અપડેટ કરવામાં આવ્યું છે કે એક તરફ, જ્યાં તમે ઘરે બેઠા આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકતા હતા, હવે તમે રેલવે સ્ટેશન પર જઈને તમારું આધાર કાર્ડ (Aadhaar Card) અને PAN કાર્ડ પણ મેળવી શકો છો.
આ સુવિધા પસંદગીના રેલવે સ્ટેશનો પર જ મળશે. આગામી દિવસોમાં ઝાંસીના વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન પર મુસાફરોને આ સુવિધા મળવા લાગશે. રેલવે સંસ્થા રેલટેલ (Railtel)હવે સ્ટેશનો પર રેલવે સાથી કિઓસ્ક (Railwire Saathi Kiosks)સ્થાપિત કરવા જઈ રહી છે. આના દ્વારા તમામ મુસાફરો ટ્રેનની ટિકિટ તેમજ પ્લેનની ટિકિટ બુક કરી શકશે. એટલું જ નહીં, તમે અહીંથી ઈન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરી શકો છો.
આ સુવિધાઓ વારાણસી અને પ્રયાગરાજ રેલવે સ્ટેશનો પર શરૂ થઈ ગઈ છે. આ સુવિધા આગામી સમયમાં નોર્થ ઈસ્ટર્ન રેલવેના લગભગ 200 સ્ટેશનો પર શરૂ થશે. આગામી દિવસોમાં અન્ય સેવાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે. આ સુવિધાની મદદથી તમે વીજળીનું બિલ અને ફોન પણ રિચાર્જ કરી શકશો. સ્વાભાવિક છે કે રેલવેની આ સુવિધાથી ઘણા લોકોને ફાયદો થવાનો છે.