4G નેટવર્ક પર નથી મળી રહી વધારે ઈન્ટરનેટની સ્પીડ? અપનાવો આ સરળ પદ્ધતિ

|

Nov 29, 2020 | 6:41 PM

ભારતમાં 4G ઈન્ટરનેટ સેવાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે. 4G ઈન્ટરનેટ હોવા છતાં પણ ઘણી વખત ઝડપી ઈન્ટરનેટ કે ડેટા સ્પીડ મળતી નથી. ઝડપી ઈન્ટરનેટ માટે તમારા મોબાઈલ સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમારા ફોનમાં 4G અથવા LTE નેટવર્ક હોવું જરૂરી છે. આ માટે સેટિંગ્સ પર જઈ અને નેટવર્ક સેટિંગ્સ પર ક્લિક કરો. પસંદ કરેલા […]

4G નેટવર્ક પર નથી મળી રહી વધારે ઈન્ટરનેટની સ્પીડ? અપનાવો આ સરળ પદ્ધતિ

Follow us on

ભારતમાં 4G ઈન્ટરનેટ સેવાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે. 4G ઈન્ટરનેટ હોવા છતાં પણ ઘણી વખત ઝડપી ઈન્ટરનેટ કે ડેટા સ્પીડ મળતી નથી. ઝડપી ઈન્ટરનેટ માટે તમારા મોબાઈલ સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમારા ફોનમાં 4G અથવા LTE નેટવર્ક હોવું જરૂરી છે. આ માટે સેટિંગ્સ પર જઈ અને નેટવર્ક સેટિંગ્સ પર ક્લિક કરો. પસંદ કરેલા નેટવર્કમાં 4G અથવા LTE વિકલ્પ પસંદ કરો, જેથી નેટવર્ક 3G કે 2G પર કાર્ય કરશે નહીં. સેટિંગ્સમાં આ ફેરફાર સાથે ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.

આ પણ વાંચો: કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર અપનાવશે T-3ની સ્ટ્રેટેજી, જાણો તમામ વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં ચાલતી અન્ય એપ્લિકેશન્સ ડેટાનો વપરાશ વધારે કરે છે જેના કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. આ માટે ડેટા સેટિંગ્સ પર જાઓ અને જુઓ કે કઈ એપ્લિકેશન કેટલો ડેટા યુઝ કરે છે. તમે યુઝ ના કરતા હોઈ તેવી બેકગ્રાઉન્ડમાં ચાલતી અન્ય એપ્લિકેશન્સ માટે ડેટા ઓફ કરો. આ સેટિંગ્સ કરવાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક્સેસ પોઈન્ટ નેટવર્ક પણ ખૂબ જ મહત્વનું સેટિંગ છે. દરેક ટેલિકોમ કંપનીના એક્સેસ પોઈન્ટ નેટવર્ક સેટિંગ્સ અલગ હોય છે. તેને બદલવા માટે ફોનના નેટવર્ક સેટિંગ્સ પર જાઓ અને Reset to Default વિકલ્પ પસંદ કરો. Catch ફાઇલો પણ એક મોટી સમસ્યા છે જે ફોન અને ઈન્ટરનેટની સ્પીડ ઘટાડે છે. આવી ફાઇલો તમારા ફોનમાંથી 5-6 દિવસ અથવા ઓછામાં ઓછા દર અઠવાડિયે ડીલીટ કરો. આ બધા જ સેટિંગ્સ કરવાથી ઈન્ટરનેટની સ્પીડ જરૂરથી વધી જશે.

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article