Technology: WhatsApp પર કોઈ જોઈ નહીં શકે તમે ક્યારે કરી રહ્યા છો ‘Typing’, જાણો કઈ રીતે

|

Dec 16, 2021 | 6:12 AM

આમ તો વોટ્સએપ પર યુઝર્સનું લાઈવ સ્ટેટસ, ટાઈપિંગ નોટિફિકેશન અને 'લાસ્ટ એક્ટિવ' સેટિંગ અન્ય કોન્ટેક્ટથી છુપાતું નથી. જો કે, કેટલાક સ્ટેપ્સને અપનાવીને, યુઝર્સ કેટલાક લોકોથી ઘણી હદ સુધી બચી શકે છે. આવો જાણીએ તેના માટે શું કરવાનું રહેશે છે.

Technology: WhatsApp પર કોઈ જોઈ નહીં શકે તમે ક્યારે કરી રહ્યા છો Typing, જાણો કઈ રીતે
WhatsApp (Symbolic Image)

Follow us on

વિશ્વની સૌથી લોકપ્રિય એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા વોટ્સએપ (WhatsApp)તેના વપરાશકર્તાઓને ઘણા પ્રાઈવેસી ઓપ્શન આપે છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હેઠળ, મેસેજને સુરક્ષા મળે છે. પરંતુ જો તમે કોન્ટેક્ટથી વધુ ગોપનીયતા ઈચ્છો છો, તો તે પણ શક્ય છે. જેમાં તમે લાઈવ સ્ટેટસ, ટાઈપિંગ નોટિફિકેશન અને ‘લાસ્ટ એક્ટિવ’ સેટિંગ અન્ય કોન્ટેક્ટથી છુપાવી શકો છો.

આમ તો વોટ્સએપ પર યુઝર્સનું લાઈવ સ્ટેટસ, ટાઈપિંગ નોટિફિકેશન અને ‘લાસ્ટ એક્ટિવ’ સેટિંગ અન્ય કોન્ટેક્ટથી છુપાતું નથી. જો કે, કેટલાક સ્ટેપ્સને અપનાવીને, યુઝર્સ કેટલાક લોકોથી ઘણી હદ સુધી બચી શકે છે. આવો જાણીએ તેના માટે શું કરવાનું રહેશે છે.

WhatsApp પર તમારું ટાઈપિંગ સ્ટેટસ કેવી રીતે છુપાવવું ?

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

જો તમે કોઈ વ્યક્તિ માટે ખૂબ લાંબો મેસેજ લખી રહ્યા છો અને તેનો ડ્રાફ્ટ કરવા માંગો છો અને આવા સમયે તમે તમારી ટાઈપિંગ સ્ટેટસ છુપાવવા ઈચ્છો છો, તો તમે એક પદ્ધતિ અપનાવી શકો છો.

જો કે વોટ્સએપ તરફથી એવી કોઈ સત્તાવાર રીત નથી, જેના દ્વારા ટાઈપિંગ સ્ટેટસ છુપાવી શકાય, પરંતુ એક જુગાડ છે, જેના દ્વારા તે કરી શકાય છે. તમે ટાઇપ કરવાનું શરૂ કરો તે પહેલાં તમારે ફોનનો Flight Mode ને એક્ટિવેટ કરવાનું રહેશે અથવા તમારા ફોનનો ડેટા બંધ કરવાનો રહેશે.

હવે વોટ્સએપ ઓપન કરો અને મેસેજ ટાઈપ કરો અને સેન્ડ કરો. હવે મેસેજની બાજુમાં એક ‘ક્લોક’ આઇકોન દેખાશે અને તમે તમારો ડેટા ઓન કરીને ફ્લાઈટ મોડને ડિસેબલ કરશો કે તરત જ મેસેજ અન્ય કોન્ટેક્ટને આપોઆપ સેન્ડ થઈ જશે અને તમારા કોન્ટેક્ટને ખબર નહીં પડે કે તમે કેટલા સમયથી મેસેજ ટાઈપ કરો છો.

શું વૉટ્સએપ પર ઑફલાઇન હોય ત્યારે ચેટિંગ કરી શકાય?

હા તે થઈ શકે છે, જેના માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌ પ્રથમ WhatsApp ખોલો.

હવે ‘સેટિંગ્સ’ના બટન પર ટેપ કરો (તમને તે એન્ડ્રોઇડ પર ટોચના ત્રણ બિંદુઓમાં મળશે અને તે iOSમાં નીચે જોવા મળશે.)

હવે ‘Accounts’ પર જાઓ અને ‘Privacy’ પર જાઓ.

હવે ‘Status’ પર જાઓ અને ‘only share with’

અહીં કોઈપણ Contact પસંદ કરશો નહીં અને ફરીથી ‘Account’ પર જાઓ.

હવે તમારું ‘last seen’ અને ‘online status’ દરેક માટે છુપાવવામાં આવશે, અને તમને સૌથી વધુ ગોપનીયતાનો અનુભવ કરાવશે.

 

આ પણ વાંચો: Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો

 

આ પણ વાંચો: Viral Video: જંગલી સુવ્વરે તોડી નાખ્યો લોખંડનો દરવાજો, તેની તાકાત જોઈ લોકો ચોંકી ગયા !

Published On - 12:34 pm, Wed, 15 December 21

Next Article