NASA Mars Rover Landing: 203 દિવસની યાત્રાની એ છેલ્લી 7 મિનિટ અને ભારતીય ડો. સ્વાતિ મોહનની ટીમ

|

Feb 19, 2021 | 10:31 AM

NASA Mars Rover Landing: અમેરિકન આકાશી એજન્સી NASA દ્વારા મોકલવામાં આવેલા રોવરે મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણ કરી દીધુ છે. માર્સ રોવર પર કોઈ પણ ગ્રહને સપાટીપર ઉતારવું એ અવકાશી વિજ્ઞાનમાં સૌથી વધારે જોખમ ભરેલું ગણવામાં આવે છે.

NASA Mars Rover Landing: 203 દિવસની યાત્રાની એ છેલ્લી 7 મિનિટ અને ભારતીય ડો. સ્વાતિ મોહનની ટીમ

Follow us on

NASA Mars Rover Landing: અમેરિકન આકાશી એજન્સી NASA દ્વારા મોકલવામાં આવેલા રોવરે મંગળ ગ્રહની સપાટી પર ઉતરાણ કરી દીધુ છે. માર્સ રોવર પર કોઈ પણ ગ્રહને સપાટીપર ઉતારવું એ અવકાશી વિજ્ઞાનમાં સૌથી વધારે જોખમ ભરેલું ગણવામાં આવે છે અને આજ ખતરનાક મિશનમાં સહભાગી બનેલા વૈજ્ઞાનિકોમાં ભારતીય અમેરિકન ડો. સ્વાતિ મોહને ઘણો મહત્વનો રોલ અદા કર્યો છે.

NASA અને વિશેષરૂપથી તેના પર નિયંત્રણ પર કામ કરીરહેલા લોકો પર એક પ્રકારનો દબાવ બનેલો રહે છે અને તેમાં ડો. સ્વાતિ મોહન પણ સામેલ હતા. નાસાની એન્જીનીયર ડો. સ્વાતિ મોહને કહ્યું કે મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટી થઈ ગઈ છે. હવે તે જીવનોની શક્યતા માટેનાં સંકેતોને તપાસવા માટે તૈયાર છે.

જ્યારે સમગ્ર દુનિયા આ ઐતિહાસિક લેન્ડીંગને જોઈ રહી હતી તે સમયે કન્ટેરોલરૂમમાં ચાંદલો લગાવેલા ડો. સ્વાતિ મોહન પ્રોજેક્ટ ટીમ સાથે કોઓર્ડીનેટ કરી રહી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જાણો કોણ છે સ્વાતિ મોહન

ડેવલપમેન્ટ પ્રોસેસ દરમિયાન સિસ્ટમ એન્જીનીયર સિવાય તે ટીમની દરકાર પણ રાખે છે. મિશન કન્ટ્રોલ સ્ટાફિંગનું શિડ્યુલીંગ પણ કરે છે. નાસાની વૈજ્ઞાનિક ડો. સ્વાતિ એક વર્ષની હતી કે જ્યારે તે ભારતથી અમેરિકા ગઈ હતી. તેમણે તેમનું બાળપણ વધારે પડતું વર્જીનિયા અને વોશિંગ્ટન ડીસી મેટ્રો ક્ષેત્રમાં વિતાવ્યું. 9 વર્ષની ઉંમરમાં તેમણે પહેલી વાર સ્ટાર ટ્રેક જોઈ કે જેમાં નભમંડળમાં સુંદર ચિત્રણથી એ પ્રભાવિત થયા અને તેમણે નક્કી કરી લીધુ કે તે આકાશમાં આવા જ નવા ગ્રહો શોધશે. ત્યારબાદ તેમણે એરોસ્પેસ એન્જીનિયરીંગ કરીને ડિગ્રી મેળવી લીધી અને બાદમાં PHD પણ કર્યું.

અનેક મહત્વનાં મિશનનો ભાગ રહ્યા છે ડો.સ્વાતિ મોહન

ડો.સ્વાતિ મોહન નાસામાં પ્રપોલ્શન પ્રયોગશાળામાં શરૂઆતથી જ માર્સ રોવર મિશનની સદસ્ય રહી છે જો કે ડો. મોહન નાસાનાં વિવિધ મિશનમાં સહભાગી રહી છે. શનિ તેમજ ચંદ્રમાં પર ઉડાવેલી એક જોડીનાં પ્રોજેક્ટમાં પણ તે સામેલ હતી. 203 દિવસની યાત્રા પછી આખરે પર્સવિરન્સ નાસા દ્વારા મોકલવામાં આવ્યો અને અત્યાર સુધીનો સૌથી મોટા રોવરે મંગળ ગ્રહની સપાટીને અડકી લીધુ. રોવરને મંગળ પર ઉતારતા સમયની એ 7 મિનિટે તમામનાં શ્વાસ થંભાવી દીધા હતા અને તે સફળતાથી નીચે ઉતરી ગયું.

 

આ પણ વાંચો- NASA Mars Rover Landing: મંગળ પર સુરક્ષિત ઉતર્યું નાસાનું Perseverance Rover, લાલ ગ્રહનાં ખુલશે રાઝ

Next Article