MUMBAI : લોન્ચ થયું મુંબઈ મેટ્રો વન કાર્ડ, યાત્રીઓને પહેલી વાર મળશે આ સુવિધાઓ

|

Jul 10, 2021 | 12:18 AM

Mumbai Metro One Card : આ કાર્ડનો ઉપયોગ ખાદ્ય ચીજો તેમજ દૈનિક વસ્તુઓ ખરીદવા માટે થઈ શકશે. આ સાથે જ કાર્ડનો ઉપયોગ દવાઓ અને ટિકિટની ખરીદી માટે પણ થઈ શકશે. માસ્ટરકાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવા પગલાથી તેઓ સરકારને ટ્રાન્સપોર્ટેશનના ડિજિટાઇઝેશનમાં મદદ કરશે.

MUMBAI : લોન્ચ થયું મુંબઈ મેટ્રો વન કાર્ડ, યાત્રીઓને પહેલી વાર મળશે આ સુવિધાઓ
Mumbai Metro One Card launched (Symbolic image)

Follow us on

MUMBAI : માસ્ટરકાર્ડ, મુંબઇ મેટ્રો અને એક્સિસ બેંકે મુંબઈ મેટ્રોના મુસાફરોને સુવિધા આપવા માટે મુંબઈ મેટ્રો વન કાર્ડ’ (Mumbai Metro One Card) શરૂ કર્યું છે. 8 જુલાઈને ગુરુવારે આ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્ડનો હેતુ મેટ્રો દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે કેશલેસ (cashless) અને કોન્ટેક્ટ લેસ (contactless) મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. આ એક પ્રી-પેઇડ, કોન્ટેક્ટ લેસ કાર્ડ છે જેનો ઉપયોગ ફક્ત એક ટેપ સાથે દૈનિક મુસાફરી માટે થઈ શકે છે.

ડિજિટલ અર્થવ્યવસ્થા નિર્માણ કરવાનો હેતુ
મુંબઈ મેટ્રો વન કાર્ડ (Mumbai Metro One Card) ના લોન્ચિંગ સાથે માસ્ટરકાર્ડે જાહેરાત કરી છે કે તે ભારતના દૈનિક યાત્રીઓના જીવનને સંપૂર્ણ ડિજિટલ માધ્યમ દ્વારા પરિવર્તન આપવાનું ચાલુ રાખશે.આ કાર્ડનો ઉપયોગ ખાદ્ય ચીજો તેમજ દૈનિક વસ્તુઓ ખરીદવા માટે થઈ શકશે.આ સાથે જ કાર્ડનો ઉપયોગ દવાઓ અને ટિકિટની ખરીદી માટે પણ થઈ શકશે. માસ્ટરકાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નવા પગલાથી તેઓ સરકારને ટ્રાન્સપોર્ટેશનના ડિજિટાઇઝેશનમાં મદદ કરવા માંગે છે. આ કાર્ડનો હેતુ દેશમાં ઉચ્ચતમ સ્તરની સુરક્ષા સાથે ડિજિટલ અર્થવ્યવસ્થા નિર્માણ કરવાનો છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

કોન્ટેક્ટ લેસ અને વન ટેપ કાર્ડ
મુંબઈ મેટ્રો વન કાર્ડ (Mumbai Metro One Card) કોન્ટેક્ટ લેસ, માત્ર એક ટેપથી ઉપયોગ, સરળતાથી ટોપ અપ, મેટ્રો ટીકીટ ખરીદવાની સરળતા અને સાથે જ રોજિંદા જીવન જરૂરીયાતi વસ્તુઓની સરળતાથી ખરીદી જેવી વિશેષતાઓથી વાળું છે. આ કાર્ડ સંપૂર્ણપણે સલામત છે અને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર તેનો ઉપયોગ થઇ શકે છે.

મુસાફરોએ હવે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. આ કાર્ડનો ઉપયોગ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના હાલના સમયમાં અને કોઈપણ મુશ્કેલી વિના દૈનિક ચુકવણી માટે સરળતાથી થઈ શકશે. મુસાફરો આ કાર્ડ મુંબઇના મેટ્રો સ્ટેશન કાઉન્ટર પરથી લઈ શકે છે.

આ પણ વાંચો : MUMBAI : આ વખતે BMC ની ચૂંટણી શિવસેના માટે પડકારજનક રહેશે, આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ કરી શકે કબ્જો

Published On - 12:00 am, Sat, 10 July 21

Next Article