MUMBAI : આ વખતે BMC ની ચૂંટણી શિવસેના માટે પડકારજનક રહેશે, આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ કરી શકે કબ્જો

BMC Elections : મળતી માહિતી મુજબ મુંબઇમાં કુલ 96.39 લાખ મતદારો છે. જેમાં 16 લાખ મતદારો ઉત્તર ભારતીય છે. BMC ની 227 બેઠકોમાંથી 50 બેઠકો પર આ મતદારોનો સીધો પ્રભાવ છે.

MUMBAI : આ વખતે BMC ની ચૂંટણી શિવસેના માટે પડકારજનક રહેશે, આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ કરી શકે કબ્જો
MUMBAI : BMC elections will be challenging for ShivSena
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:33 PM

MUMBAI : મુંબઈમાં આગામી 6 મહિનામાં યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણી (BMC Elections) માટે તમામ પક્ષોએ કમર કસી છે. તમામ પાર્ટીઓએ BMC પર કબ્જો જમાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા 25 વર્ષથી BMC પર શિવસેના (ShivSena) નો કબ્જો છે. પણ આ વખતની ચૂંટણી શિવસેના માટે સરળ નહીં હોય. 2017 માં BMCની છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ અલગ થઈ ગયા હતા. તે દરમિયાન ભાજપ (BJP) એ એકલા ચૂંટણી લડીને 82 બેઠકો જીતી હતી અને શિવસેનાએ ભાજપ કરતા માત્ર 2 બેઠકો વધારે એટલે કે 84 બેઠકો જીતી હતી.

શિવસેના માટે પડકારજનક રહેશે ચૂંટણી આ વખતની BMCની ચૂંટણી શિવસેના માટે પડકારજનક રહેવાની છે. ગત ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનથી શિવસેનામાં ભય ઉત્પન્ન થયો છે. આ વખતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર છે. શિવસેના સાથે ગઠબંધન કર્યા બાદ પણ કોંગ્રેસ (Congress) એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણી (BMC Elections) એકલા લડવાની જાહેરાત કરી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે પણ આ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી માટે ભાજપે મોટું પાસું ફેંકતા ઉત્તર ભારતના નેતા કૃપાશંકર સિંહને પાર્ટીમાં સામેલ કર્યા છે.

ઉત્તર ભારતીય મતદારો પર શિવેસના-ભાજપની નજર કૃપાશંકરના ભાજપમાં જોડાવાના કારણે માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભારતીય મતદારોના મત પણ ભાજપના ખાતામાં આવી શકે છે.શિવસેનાને આ કારણે નુકસાન ભોગવવું પડી શકે છે. આ સાથે જ હાલમાં જ નારાયણ રાણેને મોદીના નવા મંત્રીમંડળમાં પ્રધાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે મહારાષ્ટ્રના કોંકણ જિલ્લાના મતો પણ ભાજપને મળી શકે છે. BMC ની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળે તેવી અપેક્ષા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મળતી માહિતી મુજબ મુંબઇમાં કુલ 96.39 લાખ મતદારો છે. જેમાં 16 લાખ મતદારો ઉત્તર ભારતીય છે. BMC ની 227 બેઠકોમાંથી 50 બેઠકો પર આ મતદારોનો સીધો પ્રભાવ છે. એક તરફ શિવસેના અને બીજી તરફ ભાજપ આ મતોને તેમના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરશે. કૃપાશંકરે પહેલેથી જ કહ્યું છે કે તેઓ ઉત્તર ભારતીય મતને ભાજપના પક્ષમાં લાવવા માટે પ્રયત્ન કરશે.

કોંગ્રેસનું માનવું છે કે પાછલી ચૂંટણીઓમાં ઉત્તર ભારતીય મતદારો ભલે પાર્ટીથી દૂર થઇ ગયા હોય, પરંતુ કોંગ્રેસે તેમને વધારે સમ્માન આપ્યું છે, તેથી જ તેઓ કોંગ્રેસને પોતાનો મત આપશે. શિવસેના પણ આ મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : MUMBAI : BMC એ 16 હજાર નાગરીકો પાસેથી વસુલ્યો 33 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">