નોઈડામાં Microsoft દેશનું સૌથી મોટું સેન્ટર બનાવશે, 3500 લોકોને મળશે રોજગારી

|

Apr 13, 2021 | 7:30 PM

નોઇડાના સેક્ટર સેક્ટર-145માં Microsoft દેશનું સૌથી મોટું સેન્ટર બનાવશે.

નોઈડામાં Microsoft દેશનું સૌથી મોટું સેન્ટર બનાવશે, 3500 લોકોને મળશે રોજગારી
FILE PHOTO

Follow us on

વિશ્વની સૌથી પ્રખ્યાત સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ ઈન્ડિયા (Microsoft India)નોઈડામાં દેશનું સૌથી મોટું સેન્ટર બનાવશે. આ સેન્ટર દ્વારા કંપની 3500 થી વધુ લોકોને રોજગારી આપશે. નોઇડા ઓથોરિટીએ કંપનીને 60 હજાર ચોરસ મીટર જમીન ફાળવી છે. હાલ હૈદરાબાદની ગાચી બાવલીમાં માઇક્રોસોફ્ટની સૌથી મોટી ઓફિસ છે. કંપનીએ ઓથોરિટી સમક્ષ દાવો કર્યો છે કે કંપની અહીં નિર્ધારિત સમય એટલે કે પાંચ વર્ષ પહેલાં આ સેન્ટર શરૂ કરી દેશે જેથી NCRમાં રહેતા લોકોને તેનો લાભ મળી શકે.

નોઇડાના સેક્ટર-145માં બનશે સેન્ટર
નોઇડા ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેક્ટર-145 માં સ્થિત પ્લોટ નંબર A-01 અને A-02માં જમીન ફાળવવામાં આવી છે. ફાળવેલ જમીનનું કુલ પ્રીમિયમ 103 કરોડ 66 લાખ રૂપિયા છે. આ જમીન IT-ITS ના ઉપયોગ માટે આપવામાં આવી છે. નોઈડા ઓથોરિટીના ઓએસડી રાજેશસિંહે કહ્યું કે Microsoft કંપની આવવાની સાથે NCR ક્ષેત્રમાં રોકાણ અને રોજગારની સંભાવનાઓ વધશે. આ ભારતનો કંપનીનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. આનાથી નોઈડા જ નહીં પરંતુ સમગ્ર NCR ક્ષેત્રનો પણ સોફ્ટવેર હબ તરીકે વિકાસ થશે.

અન્ય કંપનીઓ પણ આવશે
નોઈડા ઓથોરિટીના ઓએસડી રાજેશસિંહે જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ કંપની નોઇડા આવવાની સાથે સોફ્ટવેર ક્ષેત્રની અન્ય કંપનીઓ પણ નોઈડા તરફ આકર્ષિત થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યોજનાની શરતો હેઠળ કંપનીએ ફાળવણીની રકમનો 40 ટકા ભાગ 30 એપ્રિલ સુધીમાં જમા કરીને રજિસ્ટ્રીની પ્રક્રિયા કરવાની રહેશે. બાકીની 60 ટકા રકમ 8 અર્ધવાર્ષિક હપતામાં ચૂકવવાની રહેશે. પ્રોજેક્ટનું નિર્માણ પાંચ વર્ષમાં પૂર્ણ કરવું પડશે, જોકે કંપનીએ દાવો કર્યો છે કે કંપની નિર્ધારિત સમય પહેલા અહીં કામ શરૂ કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એક્સપ્રેસ વે નજીક કનેક્ટિવિટી વધુ સરળ બનશે
નોઇડાના સેક્ટર-145 માં કંપનીઓને જે પ્લોટ આપવામાં આવી રહ્યા છે તેની નજીકમાં નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે છે. આવી સ્થિતિમાં લોકો અહીં સરળતાથી પહોંચી શકશે. એક્સપ્રેસ વે દ્વારા ગ્રેટર નોઈડા, દિલ્હી અને યમુના એક્સપ્રેસ વે થઈને ટૂંક સમયમાં જ ગંતવ્ય સ્થળે જઈ શકશે.

મોટી કંપનીઓનું સરનામું બન્યું નોઇડા
માઇક્રોસોફ્ટનું નોઇડા આવવું અહીંની મોટી સિદ્ધિ હશે, પરંતુ તે પહેલા પણ દેશની ઘણી નામાંકિત કંપનીઓની ઓફિસો કાર્યરત છે. લાખો લોકો તેમાં કામ કરી રહ્યા છે. આમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(TCS), ઇન્ફોસીસ, એડોબ, NIIT ટેકનોલોજીસ સહિત ઘણી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. સોફટવેરને લગતી મોટાભાગની કંપનીઓ છેલ્લા 10 વર્ષમાં અહીં નોઈડામાં આવી છે.

Published On - 6:51 pm, Tue, 13 April 21

Next Article