WhatsApp ચેટબોટની પહોંચ વધારવાની યોજનામાં મેટા, ભારતીય વ્યવસાયને ઓનલાઈન સ્કેલ કરવા થશે મદદરૂપ

|

Apr 02, 2022 | 12:19 PM

આ એક ઓટોમેટેડ ચેટબોટ છે, જે નાના અને મધ્યમ કદના વ્યવસાયોને ડિજિટલ કૌશલ્યો અને ટૂલ્સ પ્રોવાઈડ કરે છે. મેટાએ અહેવાલ આપ્યો છે કે કંપની આગામી મહિનાઓમાં સમગ્ર ભારતમાં ચેટબોટની પહોંચ વિસ્તારવાની યોજના ધરાવે છે.

WhatsApp ચેટબોટની પહોંચ વધારવાની યોજનામાં મેટા, ભારતીય વ્યવસાયને ઓનલાઈન સ્કેલ કરવા થશે મદદરૂપ
Symbolic Image

Follow us on

ભારતમાં 400 મિલિયનથી વધુ વોટ્સએપ (WhatsApp) યુઝર્સ છે જે તેનો ઉપયોગ મેસેજિંગ, ઓડિયો અને વીડિયો કોલ માટે કરે છે. આજે વોટ્સએપની મદદથી લોકોના ઘણા કામ સરળ થઈ રહ્યા છે. ત્યારે લોકો તેમનો વ્યવસાય પણ વોટ્સએપની મદદથી ચલાવી રહ્યા છે. ચાર મહિના પહેલા Metaએ WhatsApp પર મેટા બિઝનેસ કોચ (Meta Business Coach) ટૂલ લૉન્ચ કર્યું, જે સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ કદના બિઝનેસ (SMBs) માલિકોને Facebook, Instagram અને WhatsApp દ્વારા તેમના વ્યવસાયને ઑનલાઈન વધારવામાં મદદ કરે છે.

ઓટોમેટેડ ચેટબોટ છે મેટા બિઝનેસ કોચ

કંપનીએ કહ્યું કે ચાર મહિનાથી ઓછા સમયમાં ભારતમાં લગભગ 1,50,000 નાના બિઝનેસ માલિકોએ મેટા બિઝનેસ કોચનો ઉપયોગ કર્યો છે. તે એક ઓટોમેટેડ ચેટબોટ છે જે નાના અને મધ્યમ કદના વ્યવસાયોને ડિજિટલ કૌશલ્યો અને ટૂલ્સ પ્રોવાઈડ કરે છે. મેટાએ અહેવાલ આપ્યો છે કે કંપની આગામી મહિનાઓમાં સમગ્ર ભારતમાં ચેટબોટની પહોંચ વિસ્તારવાની યોજના ધરાવે છે.

અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં ઉપલબ્ધ છે ટૂલ

આ ટૂલ પહેલાથી જ અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં ઉપલબ્ધ છે. આગામી મહિનાઓમાં તેને અન્ય ભાષાઓમાં લોન્ચ કરવામાં આવશે. તેઓ વ્યાપારી માલિકોને આજના સતત વિકસતા ડિજિટલ અર્થતંત્રમાં પોતાને સ્થાપિત કરવાનું કૌશલ્ય શીખવે છે. ફક્ત https://wa.me/911171279804 પર ‘લર્ન’ મોકલીને માલિકો (SMBs) સંસાધનોને ઍક્સેસ કરી શકે છે જે તેમને Facebook, Instagram અને WhatsApp પર ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચવું અને કનેક્ટ કરવું તે શીખવામાં મદદ કરશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફ્રી ટુ યુઝ એજ્યુકેશન ટૂલ છે

મેટા બિઝનેસ કોચ એ WhatsApp બિઝનેસ પ્લેટફોર્મ પર બનેલ ‘ફ્રી ટુ યુઝ’ અને ઓછા ડેટા-ખર્ચનું શૈક્ષણિક ટૂલ છે, જેની સાથે વપરાશકર્તાઓ સરળ અને અનુકૂળ રીતે સંપર્ક કરી શકે છે. મેટના સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ, ઈન્ડિયાના ડાયરેક્ટર, અર્ચના વોહરાએ, જણાવ્યું હતું કે ભારતના મેટ્રો અને નાના શહેરોના લોકો WhatsAppનો ઉપયોગ કરે છે અને એકબીજા સાથે જોડાય છે. જ્યારે અમે અમારા હાલના વ્યવસાય કૌશલ્યના પ્રયત્નોને વધારવા માટે જોયું, ત્યારે અમે WhatsApp કરતાં વધુ સારો ઉકેલ જોઈ શક્યા નહીં.

આ પણ વાંચો: Tech News: UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો નવો રેકોર્ડ, 1 ટ્રિલિયન ડોલર કરતાં વધી ગયું ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય, તેનો અર્થ જાણો

આ પણ વાંચો: Viral: દિવાલને લાત મારી રહ્યો હતો શખ્સ પછી થયું એવું કે જોઈને રૂવાડા ઉભા થઈ જશે, લોકોએ કહ્યું ‘કર્મનું તાત્કાલિક ફળ’

Published On - 12:17 pm, Sat, 2 April 22

Next Article