આ રાજ્ય સરકારનું કાબિલ-એ-તારીફ પગલું, દરેક સરકારી યોજના વિશે જાણવા મળશે Koo એપ પર

ઘણી રાજ્ય સરકારો અને રાજ્યના નેતાઓ પણ વધુને વધુ Koo app પર જોડાઈ રહ્યા છે. તાજેતરમાં મધ્યપ્રદેશનો જનસંપર્ક વિભાગ પણ આ પ્લેટફોર્મ સાથે જોડાયો છે.

આ રાજ્ય સરકારનું કાબિલ-એ-તારીફ પગલું, દરેક સરકારી યોજના વિશે જાણવા મળશે Koo એપ પર
Madhya pradesh Department of Public Relations is on Koo app
| Edited By: | Updated on: Aug 21, 2021 | 5:24 PM

દેશી માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ્લિકેશન વધુને વધુ લોકપ્રિય બની રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે હવે ઘણી રાજ્ય સરકારો અને રાજ્યના નેતાઓ પણ વધુને વધુ આ મંચ પર જોડાઈ રહ્યા છે. તાજેતરમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh)નો જનસંપર્ક વિભાગ પણ આ પ્લેટફોર્મ સાથે જોડાયો છે અને હવે આ પ્લેટફોર્મ દ્વારા લોકોને સરકારી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

 

 

મધ્યપ્રદેશના લોકો જનસંપર્ક વિભાગ તરફથી કોઈપણ મદદ મેળવવા અને સરકારની તમામ યોજનાઓ વિશે સૌથી ઝડપી જાણવા માટે Koo પર તેમના સત્તાવાર હેન્ડલ @JansamparkMPને પણ ફોલો કરી શકાશે. જનસંપર્ક વિભાગે તેના Koo એપ પરના @JansamparkMP ના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરીને આની જાહેરાત કરી અને કહ્યું કે હવે Koo પર શાસન-વહીવટ સંબંધિત તમામ જરૂરી માહિતી નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

જનસંપર્ક વિભાગની તમામ માહિતી ઉપલબ્ધ રહેશે

રાજ્યના તમામ નાગરિકો આ જનસંપર્ક વિભાગ પાસેથી Koo એપ દ્વારા રાજ્યમાં ચાલતી તમામ સરકારી યોજનાઓની માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકશે. તેમજ ઘરે બેઠા સરળતાથી સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે. હવે લોકોને સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નહીં રહે, વપરાશકર્તાઓ Koo પર જનસંપર્ક વિભાગને ફોલો કરી નાગરિકો માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અને સેવાઓનો લાભ લઈ શકે છે.

 

તમે Koo એપ આ રીતે ડાઉનલોડ કરી શકો છો

જણાવી દઈએ કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, લોકસભા સાંસદ નકુલ નાથ પહેલાથી જ આ એપ પર ખૂબ જ સક્રિય છે અને આ એપ દ્વારા તમામ અપડેટ્સ શેર કરતા રહે છે. Koo એપ્લિકેશન iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. તમે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરીને આ એપમાં એકાઉન્ટ બનાવી શકો છો. આ સિવાય તમે ઘણી ભારતીય ભાષાઓમાં આ એપનો ઉપયોગ કરી શકો છો.

 

 

આ પણ વાંચો – Bhavnagar : કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જન આશીર્વાદ રેલીનો આજે અંતિમ દિવસ,કહ્યુ “બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ થશે”

 

આ પણ વાંચો – Viral Video : વ્યક્તિ ન જાળવી શક્યો બેલેન્સ અને જોરદાર રીતે પડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો અરે આ શું થયુ ?

 

આ પણ વાંચો – Headingley : શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગલીમાં કમાલ કરી શકશે ? જાણો આ મેદાન પર ભારતનો હાર-જીતનો રેકોર્ડ