લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

|

Mar 11, 2019 | 2:38 AM

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલી વખત સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. આ પ્રકારની ઘટના પહેલી જ વખત જોવા મળશે. આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે […]

લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ડિજીટલ આચાર સંહિતા, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

Follow us on

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલી વખત સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. આ પ્રકારની ઘટના પહેલી જ વખત જોવા મળશે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

કોઇ પણ રાજકીય નેતાની કે ચૂંટણી લક્ષી જાહેરાત સોશિયલ મીડિયા પર હશે તો આ જાહેરાતની અગાઉ ચૂંટણી પંચ પાસેથી અનુમતી લેવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. જો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે એપ્લિકેશનો પર રાજકીય પક્ષોની જાહેરાતો આપતા પહેલા ચૂંટણી પંચને તેની જાણ કરવાની રહેશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

એટલું જ નહીં ગુગલ અને ફેસબુકને પણ આવા લોકોની જાણકારી મેળવવા કહ્યું છે. જેની સાથે જ ગુગલ અને ફેસબૂકને ઇલેક્શન કમિશને આવી જાહેરાતો આપનારની ઓળખ કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019 ની તારીખ જાહેર થઈ પણ પહેલી વખત જોવા મળશે આ 10 બાબતો, તમે પણ જાણી લો

બીજી તરફ ફેક ન્યૂઝ અને હેટ સ્પીચને નિયંત્રિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને અધિકારી નિયુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇલેક્શન કમિશને સામાન્ય જનતા અને પાર્ટીઓ માટે કેટલીક એપ્સ અને ડિઝિટલ પોર્ટલની પણ જાણકારી આપી છે. જેનું નામ ‘સમાધાન’ હશે જ્યાં સામાન્ય લોકો માટે તમામ માહિતી મળી રહેશે. આ પૉર્ટલ ફીડબેક માટે હશે.

TV9 Gujarati

મુખ્ય ચૂંટણી કમિશ્નરે એ પણ જાણકારી આપી છે કે આ વખતે એક એપ પણ લૉન્ચ કરવામાં આવશે, જેની પર કોઇપણ મતદાતા પણ કોઇપણ નિયમનાં ઉલ્લંઘનને કેમેરાથી રેકૉર્ડ કરીને કમિશનને મોકલી શકે છે. આ રીતે ‘સુવિધા’ એપ અલગ અલગ પાર્ટીઓ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પાર્ટીનાં પ્રતિનિધિ, ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ ચૂટંણી ઉદ્દેશને લઇને અલગ અલગ પરવાનગી માટે અરજી કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article