વાહનમાં FASTag નથી તો જલ્દી લગાવી લો, આ તારીખ બાદ ટોલનાકામાં નહિ મળે એન્ટ્રી

|

Feb 08, 2021 | 7:11 PM

FASTag : નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી, 2021થી ટોલનાકા પર રોકડ ચુકવણી અથવા અન્ય કોઈપણ ચુકવણી પદ્ધતિથી ટોલ સ્વીકારવામાં આવશે નહીં.

વાહનમાં FASTag નથી તો જલ્દી લગાવી લો, આ તારીખ બાદ ટોલનાકામાં નહિ મળે એન્ટ્રી

Follow us on

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ 1 જાન્યુઆરી, 2021 થી તમામ વાહનો માટે માટે FASTag ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે સરકારે પછીથી આ સમયાવધિ વધારીને વાહનમાં ફાસ્ટેગ લગાડવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી સુધી વધારી હતી જે હવે નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં જો 15 ફેબ્રુઆરી પછી પણ વાહન ધારકોને ફાસ્ટેગ નહીં મળે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી, 2021થી ટોલનાકા પર રોકડ ચુકવણી અથવા અન્ય કોઈપણ ચુકવણી પદ્ધતિ સ્વીકારવામાં આવશે નહીં. NHAI અનુસાર ટોલનાકા પર હાલ ફાસ્ટેગ દ્વારા લગભગ 75 થી 80% જેટલા પ્રમાણમાં ટોલ ચુકવણી કરવામાં આવી રહી છે જે સરકાર 100 ટકા કરવા માંગે છે. આ કારણે સરકાર 15 ફેબ્રુઆરી પછી તેની તારીખ લંબાવવા ઈચ્છતી નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ક્યાંથી ખરીદી શકશો FASTag ?
જો તમે હજી સુધી તમારા વાહન પર FASTag સ્ટીકર લગાવેલું નથી તો જલ્દીથી લગાડો. PayTM, Amazon, Snapdeal વગેરે પરથી ખરીદી શકો છો. આ સિવાય દેશની 25 બેંકોમાંથી પણ ફાસ્ટેગ પણ ખરીદી શકાય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફિસમાં પણ ફાસ્ટેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તેની સહાયક ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા ફાસ્ટેગનું વેચાણ અને તેનું સંચાલન કરે છે. NHAIના જણાવ્યા મુજબ ફાસ્ટેગની કિંમત 200 રૂપિયા છે અને આમાં વાહનધારક ઓછામાં ઓછા 100 રૂપિયાનું રિચાર્જ કરાવી શકે છે.

Next Article